પ્રેસનોટ- જાહેરાત

Filter by:
સામરખા ખાતે આઈસીડીએસ ઘટક-૨ દ્વારા ‘પોષણ ઉત્સવ-૨૦૨૬’ ની ઉજવણી કરાઈ

સામરખા ખાતે આઈસીડીએસ ઘટક-૨ દ્વારા ‘પોષણ ઉત્સવ-૨૦૨૬’ ની ઉજવણી કરાઈ

પ્રકાશિત ક્યારે થયું: 10/09/2026

પૌષ્ટિક વાનગી સ્પર્ધા દ્વારા આંગણવાડી કાર્યકરોએ આરોગ્યપ્રદ જીવનશૈલીનો સંદેશ આપ્યો આણંદ, મંગળવાર, આણંદ જિલ્લાના આઈસીડીએસ ઘટક આણંદ-૨ દ્વારા સામરખા સ્થિત એચ. એલ. પટેલ હાઈસ્કુલ ખાતે ઘટક કક્ષાના ‘પોષણ ઉત્સવ-૨૦૨૬’ ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સી.ડી.પી.ઓ. દ્વારા રોજિંદા આહારમાં સ્થાનિક સ્તરે ઉપલબ્ધ સરગવા, મિલેટ્સ (ધાન્ય) અને આઈસીડીએસ દ્વારા અપાતા ટીએચઆર (ટેક હોમ રાશન) ના […]

કોઈ ફોટો નથી

આધુનિક યુગમાં પણ વિદ્યાર્થીમાં ચારિત્ર્ય નિર્માણ કરી વ્યક્તિત્વ વિકાસ કરવામાં શિક્ષકની ભૂમિકા અનિવાર્ય

પ્રકાશિત ક્યારે થયું: 07/09/2026

માહિતીના મહાસાગર રૂપી AI વિદ્યાર્થીઓ માટે ઉપયોગી પરંતુ જ્ઞાન દ્વારા વિદ્યાર્થીઓનું જીવન ઘડતર કરતા શિક્ષકનું સ્થાન આજના યુગમાં પણ અડીખમ આણંદ, શનિવાર,ભારતમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન શિક્ષણશાસ્ત્રી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે. શિક્ષણ ક્ષેત્રે તેમના મહત્વપૂર્ણ યોગદાનને યાદ […]

આણંદ ખાતે શિક્ષક દિનની ઉજવણી

આણંદ ખાતે શિક્ષક દિનની ઉજવણી

પ્રકાશિત ક્યારે થયું: 07/09/2026

આણંદ ખાતે અન્ન અને પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો જિલ્લા કક્ષાના અને તાલુકાકક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માનપત્ર આપી કરાયું બહુમાન અન્ન અને પુરવઠા મંત્રીશ્રી રમણભાઇ સોલંકી વિદ્યાર્થીઓમાં જે ઉણપ હોય તે દૂર કરવાની જવાબદારી શિક્ષકો નિભાવે તે જરૂરી “શિક્ષક એ સમાજનો સૌથી વિશ્વાસપાત્ર ઘટક અને રાષ્ટ્રના શ્રેષ્ઠ ઘડતરનો મુખ્ય […]

કોઈ ફોટો નથી

તારીખ 9 અને 10 સપ્ટેમ્બર ના રોજ આણંદમાં યોજાનાર UGC-NET પરીક્ષાના સુચારુ સંચાલન માટે પરીક્ષા કેન્દ્રોની આસપાસ પ્રતિબંધાત્મક આદેશો જાહેર

પ્રકાશિત ક્યારે થયું: 07/09/2026

પરીક્ષા કેન્દ્રોની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં ઝેરોક્ષ મશીનો બંધ રાખવા અને ઈલેક્ટ્રોનિક ઉપકરણો પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનો મનાઈ હુકમ આણંદ, શનિવાર , આણંદ જિલ્લામાં રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા આયોજિત UGC-NET ની પરીક્ષાનું સુચારૂ અને નિષ્પક્ષ સંચાલન થાય અને પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે આણંદ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી રાહુલ ગમારા દ્વારા […]

શિક્ષક દિન વિશેષ

શિક્ષક દિન વિશેષ

પ્રકાશિત ક્યારે થયું: 07/09/2026

યુવા એકતા સમિતિની ‘ખોજ’ અને ‘ડોનેટ યોર સન્ડે’ ઝુંબેશ દ્વારા સ્લમ વિસ્તારના બાળકોના જીવનમાં શિક્ષણનો ઉજાસ આણંદના મયુરભાઈ સુથાર દ્વારા ‘ખોજ ૨.૦’ અભિયાન અંતર્ગત સ્લમ વિસ્તારના બાળકોને આપવામાં આવી રહ્યું છે શિક્ષણ ​ઝૂંપડપટ્ટીના બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં પાછા લાવ્યા બાદ હવે ૯મા ધોરણના વિદ્યાર્થીઓ માટે નવો આયામ આણંદ, શનિવાર, આજે શિક્ષક દિન એ વાત કરવી […]

કોઈ ફોટો નથી

ઉમરેઠ તાલુકામાં નવનિયુક્ત મહેસુલી તલાટીઓને ફાળવેલ સેજાના ગામો અને હાજરીના દિવસો જાહેર કરાયા

પ્રકાશિત ક્યારે થયું: 07/09/2026

ઉમરેઠ તાલુકાના ગ્રામજનોને મહેસૂલી અને સરકારી કામકાજ માટે નિયત કરાયેલા દિવસો અનુસાર સંબંધિત તલાટીશ્રીઓનો સંપર્ક કરવા મામલતદાર ઉમરેઠ દ્વારા અનુરોધ ​આણંદ, ઉમરેઠ મામલતદાર દ્વારા ઉમરેઠ તાલુકામાં નવનિયુક્ત પામેલ મહેસુલી તલાટીઓને ફાળવવામાં આવેલ સેજાના ગામો તેમજ દર માસે તેઓ કયા ગામે કયા દિવસે હાજર રહેશે તે અંગેનું ટાઈમટેબલ જાહેર કરવામાં આવ્યું છે. ઉમરેઠ તાલુકાના ગ્રામજનોને પોતાના […]

આણંદના આંગણવાડી કેન્દ્રોમાં હર્ષોલ્લાસભેર ઉજવાઈ જન્માષ્ટમી: કાનુડાના જયઘોષથી ગુંજી ઉઠ્યા આંગણવાડી કેન્દ્રો

આણંદના આંગણવાડી કેન્દ્રોમાં હર્ષોલ્લાસભેર ઉજવાઈ જન્માષ્ટમી: કાનુડાના જયઘોષથી ગુંજી ઉઠ્યા આંગણવાડી કેન્દ્રો

પ્રકાશિત ક્યારે થયું: 07/09/2026

આણંદ, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી તેજલબેનના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લાના આંગણવાડી કેન્દ્રોમાં જન્માષ્ટમી પર્વની ખૂબ જ ધામધૂમથી અને આનંદપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે દરેક આંગણવાડી કેન્દ્રને સુંદર અને આકર્ષક રોશની તથા શણગારથી સજાવવામાં આવ્યા હતા. ભૂલકાંઓમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવને લઈને ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ઉત્સવમય […]

પેટલાદના શાહપુર અને પાળજ ખાતે પૂર પીડિતો તથા વીમા ધારકોને મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે રૂ.૧૨.૯૮ લાખથી વધુની સહાયના ચેકનું વિતરણ કરાયું

પેટલાદના શાહપુર અને પાળજ ખાતે પૂર પીડિતો તથા વીમા ધારકોને મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે રૂ.૧૨.૯૮ લાખથી વધુની સહાયના ચેકનું વિતરણ કરાયું

પ્રકાશિત ક્યારે થયું: 07/09/2026

રાજ્ય સરકારની સંવેદનશીલ નીતિઓ અને ઝડપી પ્રશાસનિક કામગીરીના કારણે જ છેવાડાના માનવી સુધી સમયસર આર્થિક સહાય પહોંચી – નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ ​આણંદ, પેટલાદ તાલુકાના શાહપુર અને પાળજ ગામ ખાતે ગત દિવસોમાં થયેલા ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલા પરિવારો તથા દૂધ મંડળીના અકસ્માત વીમા યોજનાના લાભાર્થીઓને નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે સહાયના ચેક […]

કોઈ ફોટો નથી

જન્માષ્ટમી પર્વ

પ્રકાશિત ક્યારે થયું: 05/09/2026

જન્માષ્ટમી માત્ર ઉત્સવ નહીં, જીવનને કર્મયોગની દિશા આપતો સંદેશ આણંદ, ગુરૂવાર, ભારતીય સંસ્કૃતિમાં તહેવારો માત્ર ધાર્મિક આસ્થા પૂરતા સીમિત નથી, પરંતુ તેમાં જીવન જીવવાની દિશા, મૂલ્યો અને માનવતાનો સંદેશ પણ સમાયેલો હોય છે. આવો જ એક પાવન પર્વ એટલે જન્માષ્ટમી. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ તરીકે ઉજવાતી જન્માષ્ટમી ભારતીય સંસ્કૃતિમાં ધર્મ, કર્મ, કરુણા, પ્રેમ અને કર્તવ્યનિષ્ઠાનું પ્રતીક […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લાની આંગણવાડીઓમાં ભૂલકાઓના સર્વાંગી વિકાસ માટે નવતર પ્રયોગોનો પ્રારંભ

પ્રકાશિત ક્યારે થયું: 05/09/2026

આંગણવાડીના બાળકોએ રમત-ગમત અને કલાત્મક પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ મેળવ્યું શારીરિક કસરત અને સર્જનાત્મક કળાના સંગમથી આણંદની આંગણવાડીઓ ધમધમી ઉઠી પારંપરિક શિક્ષણની સાથે બાળકોમાં કૌશલ્ય વર્ધનનો ઉમદા અભિગમ આણંદ, ગુરૂવાર, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી ના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં કાર્યરત આંગણવાડી કેન્દ્રો પર બાળકોના શારીરિક અને માનસિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે વિવિધ રસપ્રદ પ્રવૃત્તિઓનું સુંદર […]