પ્રેસનોટ- જાહેરાત
આણંદ જિલ્લાના બાગાયતી ખેડૂતો આઈ-ખેડૂત પોર્ટલ પર વિવિધ સહાય યોજનાઓ માટે અરજી પ્રક્રિયાનો પ્રારંભ
પ્રકાશિત ક્યારે થયું: 05/09/2026તા. ૩ થી ૧૭ સપ્ટેમ્બર દરમિયાન ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવશે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ સહાય મેળવવા ખેડૂતોએ ‘આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦’ પર નોંધણી કરાવવી ફરજિયાત આણંદ, ગુરૂવાર, આણંદ જિલ્લામાં બાગાયતી પાકોની ખેતી કરતા અને આ ક્ષેત્રે નવો પ્રારંભ કરવા ઈચ્છતા ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા સહાય મેળવવા માટે તક જાહેર કરવામાં આવી છે. બાગાયત ખાતાની […]
પેટલાદ તાલુકામાં ₹૪૧.૫૦ કરોડના ખર્ચે રસ્તાના કામો મંજૂર
પ્રકાશિત ક્યારે થયું: 05/09/2026આણંદ, ગુરૂવાર, નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ દ્વારા રજુ કરવામાં આવેલ માંગણી મુજબ પેટલાદ તાલુકામાં માર્ગ અને મકાન વિભાગના રાજ્ય પ્રભાગ હેઠળ ગ્રામીણ અને મુખ્ય માર્ગોના નવીનીકરણ તથા મજબૂતીકરણ માટે ₹૪૧.૫૦ કરોડના વિકાસકામોને મંજૂરી આપવામાં આવી છે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટથી વિસ્તારના વાહનવ્યવહારમાં સુધારો થશે અને સ્થાનિક નાગરિકો માટે મુસાફરી વધુ સુગમ અને સુરક્ષિત બનશે. આ […]
મનપા વિસ્તારમાં ખાદ્ય સુરક્ષા અંગે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની કાર્યવાહી; જાણીતી બેકરી અને મીઠાઈની દુકાનોને ફટકારાયો દંડ
પ્રકાશિત ક્યારે થયું: 05/09/2026જાહેર આરોગ્ય સાથે ચેડાં કરનારા એકમો સામે મનપાની લાલ આંખ: ગંદકી અને નિયમભંગ બદલ રૂ. ૫૦,૦૦૦નો દંડ વસૂલાયો તપાસમાં એક્સપાયરી ડેટ વગરની કેક અને હેલ્થ સર્ટિફિકેટનો અભાવ સુખડિયા સ્વીટ, સિલ્વર ડ્રેગન ચાઈનીઝ, Dangee Dums અને કભી બી સહિતના ચાર પ્રતિષ્ઠિત એકમો સામે દંડાત્મક પગલાં આણંદ, ગુરૂવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં સ્વચ્છતા, જાહેર […]
આણંદ જીલ્લાની તમામ સરકારી કચેરીઓના મુખ્યગેટની આસપાસના ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં બિન-અધિકૃત વ્યક્તિઓના પ્રવેશ/ઉભા રહેવા તેમજ કચેરીમાં પ્રવેશવા પર પ્રતિબંધ
પ્રકાશિત ક્યારે થયું: 03/09/2026આણંદ, બુધવાર , આણંદ જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલ સરકારી કચેરીમાં ગેરકાયદેસર એજન્ટ તથા ટોળી બનાવીને કચેરીમાં પ્રવેશતા અરજદાર/નાગરિકોને ઉલટી-સીધી વાતો કરી ભોળવીને/લલચાવીને તેમજ ગેરમાર્ગે દોરીને વચેટીયા (એજન્ટ) તરીકે કામ કરાવી આપવાનું જણાવી, જાહેર જનતાના પૈસા લઇ ભાગી જતા હોવાનું તથા છેતરપીંડી કરતા હોવાનું ધ્યાન પર આવેલ છે. આથી બિન-અધિકૃત વ્યક્તિઓના પ્રવેશ અટકાવવા જરૂરી છે. […]
તારીખ 5 સપ્ટેમ્બર ના રોજ આણંદ ખાતે શિક્ષક દિનની ઉજવણી, શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અને સમરસ વિદ્યાસેતુ અભિયાનનો યોજાશે ત્રિવેણી સંગમ
પ્રકાશિત ક્યારે થયું: 03/09/2026મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, મંત્રીશ્રી સંજયસિંહ મહીડા અને મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે બાકરોલ ખાતે શ્રેષ્ઠ શિક્ષકોનું થશે સન્માન શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવા આપનાર ગુરુજનો અને પુનઃ શાળામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો આણંદ જિલ્લા વહીવટી તંત્રનો ઉમદા પ્રયાસ આણંદ, બુધવાર, આણંદ ખાતે આગામી ૫ સપ્ટેમ્બર, શનિવારના રોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવશે. જિલ્લા વહીવટી […]
આણંદ જિલ્લામાં તા.૨૨ સપ્ટેમ્બરના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 03/09/2026અરજદારો તા.૧૦ સપ્ટેમ્બર સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે સ્વાગત પોર્ટલ swagat.gujarat.gov.in પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે આણંદ, બુધવાર , આણંદ જિલ્લામાં સપ્ટેમ્બર મહિનાનો તાલુકા કક્ષાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૨/૦૯/૨૦૨૬ ને મંગળવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે સંબંધિત તાલુકાની મામલતદાર કચેરીઓ ખાતે તેમજ આણંદ તાલુકા શહેર/ગ્રામ્ય કક્ષાનો કાર્યક્રમ તાલુકા પંચાયત કચેરી, આણંદ ખાતે યોજાશે. આણંદ […]
આણંદ ખાતે તા.૨૩ સપ્ટેમ્બરના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 03/09/2026અરજદારો તા.૧૦ સપ્ટેમ્બર સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે સ્વાગત પોર્ટલ swagat.gujarat.gov.in પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે આણંદ, બુધવાર , આણંદ જિલ્લાનો જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૩/૦૯/૨૦૨૬ ને બુધવારના રોજ બપોરે ૩-૩૦ કલાકે કોન્ફરન્સ હોલ, કલેક્ટર કચેરી,આણંદ ખાતે યોજાશે. આણંદ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમ માટે આગામી તા.૧૦/૦૯/૨૦૨૬ સુધીમાં સબંધિત કચેરીમાં અરજી મોકલી […]
આણંદ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-૨૦૨૬ જાહેર
પ્રકાશિત ક્યારે થયું: 03/09/2026જિલ્લા કક્ષાના ત્રણ અને તાલુકા કક્ષાના પાંચ શિક્ષકોનું સન્માન મંત્રીશ્રીના હસ્તે કરાશે આણંદ, મંગળવાર, જિલ્લા શિક્ષણાધિકારી અને કન્વીનરશ્રી, જિલ્લા કક્ષાની શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમિતિ, આણંદ દ્વારા આગામી પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિનના દિવસે આણંદ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકોને તાલુકા અને જિલ્લા કક્ષાએ ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-૨૦૨૬’ અન્ન અને પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, આણંદ […]
‘સ્વચ્છ તીર્થસ્થાન, પવિત્ર ગુજરાત’ અભિયાન
પ્રકાશિત ક્યારે થયું: 02/09/2026આણંદ જિલ્લાના ધાર્મિક સ્થળોએ સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ માટે વિશેષ જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ “શ્રદ્ધા સાથે સ્વચ્છતા, ભક્તિ સાથે પર્યાવરણનું રક્ષણ — સ્વચ્છ તીર્થસ્થાન, પવિત્ર ગુજરાત.” આણંદ, મંગળવાર , પવિત્ર શ્રાવણ માસ દરમિયાન રાજ્યના ધાર્મિક સ્થળોની પવિત્રતા તથા પર્યાવરણની જાળવણી માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા ‘સ્વચ્છ તીર્થસ્થાન, પવિત્ર ગુજરાત’ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો […]
રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૬૪ પર બોરસદ ગામે સુર્યમંદિર પાસે આવેલ માઇનોર બ્રીજ ઉપરથી પસાર થતા તમામ પ્રકારના વાહનોની અવર-જવર ઉપર તા.૧૯/૧૧/૨૦૨૬ સુધી સંપૂર્ણ પ્રતિબંધ
પ્રકાશિત ક્યારે થયું: 02/09/2026વાહનોને પ્રતિબંધિત માર્ગોને સ્થાને વૈકલ્પિક રૂટ પર અવરજવર કરવાનો હુકમ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું આણંદ, મંગળવાર , આણંદ જિલ્લાના બોરસદ ગામે સુર્યમંદિર પાસે આવેલ માઇનોર બ્રીજ અતિભારે વરસાદથી નુકશાન થવાને કારણે જુનુ સ્ટ્રક્ચરનું સંપુર્ણ ડેમોલીશન કરવાનું હોય, આણંદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી રાહુલ ગમારાએ તેમને મળેલ સત્તાની રૂઇએ એક જાહેરનામા દ્વારા તા.૧૯/૧૧/૨૦૨૬ સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૬૪ […]