પ્રેસનોટ- જાહેરાત
પેટલાદની એસ.એસ.હોસ્પિટલને લક્ષ્ય પ્રોગ્રામ અંતર્ગત ક્વોલીટી અંગેનું મળેલ રાષ્ટ્રીય સર્ટીફીકેટ
પ્રકાશિત ક્યારે થયું: 24/04/2025આણંદ,શનિવાર: રાજયના નાગરિકોને ગુણવતા સભર સેવા મળી રહે તે માટે ગુજરાત સરકાર સતત કાર્યરત છે. જે અંતર્ગત આણંદ જિલ્લાની પેટલાદ તાલુકાની એસ.એસ.હોસ્પિટલ જિલ્લામાં આરોગ્ય અંગેની સેવાઓ પુરી પાડવામાં અગ્રેસર છે. દિવસેને દિવસે આરોગ્ય સેવાઓ વધારેને વધારે સુદ્રઢ બને તે માટે એસ.એસ.હોસ્પિટલ હંમેશા તત્પર છે. ભારત સરકારશ્રી દ્વારા વિવિધ આરોગ્યલક્ષી સેવાઓમાં સુધારો કરવા માટે લક્ષ્ય પ્રોગ્રામ […]
પોષણ અને આરોગ્યમાં પરિવર્તન દ્વારા સુધાર માટેનો સેતું: “પોષણ સેતુ”
પ્રકાશિત ક્યારે થયું: 24/04/2025જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી સહીત જિલ્લાના પદાધિકારીઓએ“પોષણ સેતુ” પ્રોજેકટનું લોકાર્પણ કર્યું. આણંદ,શનિવાર: જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં મળેલ જિલ્લા સંકલન સમિતિની મિટિંગ દરમ્યાન તમામ અધિકારીશ્રી/પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત આણંદની આઈ.સી.ડી.એસ.શાખા દ્વારા જિલ્લામાં કુપોષણ ઘટાડવા અને જાહેર આરોગ્ય, પોષણ સ્તર અને સુખાકારી વધારવાના ઉદ્દેશ્યથી શરૂ કરાયેલ “પોષણ સેતુ” પ્રોજેકટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. “પોષણ સેતુ” પ્રોજેકટ […]
ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે ઘી નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાયા
પ્રકાશિત ક્યારે થયું: 17/04/2025૨ એકમોને કુલ રૂ.૨.૨૫ લાખનો દંડ કરતાં એડજયુડીકેટીંગ ઓફિસરશ્રી ઋતુરાજ દેસાઈ. આણંદ,ગુરૂવાર: આણંદની ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલ એકમોના ઘીના નમૂના લેવામાં આવ્યા હતા.જે સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાતા એડજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટર,આણંદ દ્વારા આવા ૨ એકમોને દંડ કરવામાં આવ્યો છે. આ એકમોમાં શ્રી રાણા હિરેન કુમાર રાજેશભાઈ,દિવ્ય […]
હિટવેવ સામે રક્ષણ મેળવવા અંગે આણંદ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી
પ્રકાશિત ક્યારે થયું: 17/04/2025આણંદ,ગુરૂવાર: આણંદ જિલ્લામાં હિટવેવની અસર વર્તાઈ રહી હોવાથી તેનાથી બચવા માટે સુરક્ષિત રહેવાના પગલાંઓ લેવા જરૂરી છે. માટે લોકોએ હીટવેવથી બચવા માટે શું કરવું અને શું ન કરવું તે માટે નીચે મુજબના પગલાં લેવા જિલ્લા વહીવટી તંત્ર, આણંદ તરફથી અનૂરોઘ કરવામાં આવ્યો છે. હિટવેવથી બચવા શું કરવું. સ્થાનિક હવામાનની આગાહી માટે રેડિયો સાંભળો, ટીવી જુઓ […]
તારાપુરની સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે તા. ૨૫ એપ્રિલના રોજ રોજગાર ભરતી મેળો યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 17/04/2025આણંદ,ગુરૂવાર: જિલ્લા રોજગાર કચેરી, આણંદ દ્વારા યોજવામાં આવતા “રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળા” અંતર્ગત તા.૨૫ એપ્રિલના શુક્રવાર રોજ સવારે ૧૧:૦૦ કલાકે તારાપુરની સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે રોજગાર ભરતી મેળો યોજાનાર છે. આ ભરતી મેળામાં એસ.એસ.સી, એચ.એસ.સી,આઈ.ટી.આઈ,ડિપ્લોમા,ડિગ્રી, સ્નાતક, અનુસ્નાતકની લાયકાત ધરાવતા હોય અને જેઓની ઉંમર ૧૮ થી ૩૫ વર્ષ હોય હોય તેવા રોજગાર મેળવવા ઈચ્છતા […]
ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે મશરૂમના નમૂના મીસ બ્રાન્ડેડ જાહેર કરાયા
પ્રકાશિત ક્યારે થયું: 17/04/2025૬ એકમોને કુલ રૂ.૩ લાખનો દંડ કરતાં એડજયુડીકેટીંગ ઓફિસરશ્રી ઋતુરાજ દેસાઈ. આણંદ,ગુરૂવાર: આણંદની ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલ એકમોના મશરૂમના નમૂના લેવામાં આવ્યા હતા.જે સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાતા એડજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટર,આણંદ દ્વારા આવા ૬ એકમોને દંડ કરવામાં આવ્યો છે. આ એકમોમાં શ્રી શાદાબઅલી ઈલ્યાસ શેખ,સાફિર ફૂડ […]
પનીર તથા ઘીનો નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાતા ૭ એકમોને દંડ ફટકારતા આણંદના એડજ્યુડીકેટીંગ ઓફિસરશ્રી ત્રૂતુરાજ દેસાઈ
પ્રકાશિત ક્યારે થયું: 16/04/2025આણંદ,બુધવાર: આણંદની ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલ એકમોના પનીર તથા ઘી ના નમૂના લેવામાં આવ્યા હતા.જે સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાતા એડજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટર,આણંદ દ્વારા આવા ૭ એકમોને દંડ કરવામાં આવ્યો છે. જે મુજબ શ્રી કપીલ ચેતનદાસ અડવાણી,રાજમાર્ગ રોડ,આણંદ,પ્રેહામ રીટેઈલ એલ.એલ.પી,રાજમાર્ગ રોડ,આણંદ,શ્રી મનોજ એસ.શર્મા,નાના ચીલોડા ટુ ગિફટ […]
રાજ્યના આર્થિક નબળા વર્ગના લોકોને સહાયભૂત થવા માટે ટ્રેડ વાઈઝ સાધન/ઓજારના સ્વરૂપમાં સહાય એટલે માનવ કલ્યાણ યોજના
પ્રકાશિત ક્યારે થયું: 16/04/2025વર્ષ: ૨૦૨૫-૨૬ અંતર્ગત અરજદારોએ https://e-kutir.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી તા.૮ મી મે ૨૦૨૫ સુધીમાં કરવાની રહેશે. આણંદ,બુધવાર: ગુજરાત સરકારશ્રીના કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગની કચેરીના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફત અમલીકૃત માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતના આર્થિક નબળા વર્ગના લોકોને સહાયભૂત થવા માટે ટ્રેડ વાઈઝ સાધન/ઓજારના સ્વરૂપમાં સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ ૧૦ પ્રકારની ટ્રેડના […]
તારાપુર તથા ઉમરેઠની સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 16/04/2025આણંદ,બુધવાર: જિલ્લા રોજગાર કચેરી, આણંદ દ્વારા યોજવામાં આવતા “રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળા” અંતર્ગત આગામી તા.૧૭ એપ્રિલના ગુરૂવાર રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઉમરેઠની જાગનાથ ભાગોળ ખાતે આવેલ સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા તથા તા.૨૫ એપ્રિલના રોગ તારાપુરના ઈસરવાડા ખાતે આવેલ સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા સવારે ૧૧:૦૦ કલાકે યોજાનાર છે. આ ભરતી મેળામાં એસ.એસ.સી, એચ.એસ.સી, આઈ.ટી.આઈ, ડિપ્લોમા, […]
સાહેબ… આપને મળવાનું સ્વપ્ન હતું, જે આજે સાકાર થયું : દિવ્યાંગ હર્ષુલ ચોક્સી
પ્રકાશિત ક્યારે થયું: 15/04/2025રેલવે ઓવર બ્રિજના લોકાર્પણ પ્રસંગે પેટલાદના આંગણે પધારેલા મુખ્યમંત્રીશ્રીને ઘરઆંગણે મળવાનું પેટલાદના ૩૬ વર્ષીય દિવ્યાંગ હર્ષુલ ચોક્સીનું સ્વપ્ન થયું સાકાર આણંદ, શનિવાર: પેટલાદ ખાતે રૂપિયા ૩૧ કરોડના ખર્ચે નિર્માણ પામેલ સરદાર વલ્લભભાઈ પટેલ રેલવે ઓવર બ્રિજનું લોકાર્પણ કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પેટલાદના આંગણે પધાર્યા હતા. આ પ્રસંગે પેટલાદના સ્થાનિક રહેવાસી ૩૬ વર્ષીય દિવ્યાંગ હર્ષુલ […]