પ્રેસનોટ- જાહેરાત
આણંદ ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પંચાયતી રાજના પદાધિકારીઓ માટે તાલીમ શિબિર યોજાઈ
પ્રકાશિત ક્યારે થયું: 06/01/2026આણંદ, સોમવાર: રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થા, ગાંધીનગર દ્વારા આણંદ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત પંચાયતી રાજના પદાધિકારીઓ માટે જિલ્લા પંચાયત આણંદ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં તાલીમ શિબિર યોજાઈ હતી. જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલે જણાવ્યું હતું કે, હાલમાં ગામડાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, આંગણવાડીઓ અને સરકારી કચેરીઓમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ જોવા […]
કરમસદ આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી ટીમની સચોટ કામગીરીને પગલે મોટું જોખમ ટળ્યું
પ્રકાશિત ક્યારે થયું: 03/01/2026નેશનલ હાઈવે ૪૮ પર ઝાયલિન કેમિકલ ભરેલું ટેન્કર પલટ્યું; ફાયર ટીમની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી આણંદ, શનિવાર: કરમસદ આણંદ આજે ફાયર એન્ડ ઇમરજન્સી ટીમની સમયસૂચકતા અને સચોટ કામગીરીને કારણે હાઈવે પર એક મોટું જોખમ સર્જાતા ટાળી શકાયું હતું અને જાન-માલનું નુકસાન અટકાવી શકાયું હતું. આજરોજ વહેલી સવારે નેશનલ હાઈવે ૪૮, એકતા હોટલ નજીક, ગામડી રેલ્વે […]
પ્રાકૃતિક ખેતી: ઓછા ખર્ચે વધુ આવક અને પર્યાવરણ સંરક્ષણનો માર્ગ
પ્રકાશિત ક્યારે થયું: 03/01/2026દશપર્ણી અર્ક: પ્રાકૃતિક ખેતીનું શક્તિશાળી જંતુનાશક, ખેડૂતો માટે વરદાન રસાયણમુક્ત ખેતી અપનાવો: દશપર્ણી અર્ક બનાવવાની સંપૂર્ણ પ્રક્રિયા અને તેના ફાયદા આણંદ, શનિવા: પ્રાકૃતિક ખેતી એ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા અને પર્યાવરણને સુરક્ષિત રાખવા માટેનો ઉત્તમ માર્ગ છે. દેશી ગાય આધારિત આ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોને બદલે કુદરતી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. તેમજ પ્રાકૃતિક […]
આણંદ ખાતે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે ડો. તેજેન્દ્રસિંહ સોલંકી નિમાયા
પ્રકાશિત ક્યારે થયું: 03/01/2026આણંદ, શનિવાર: રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં શિક્ષણ વિભાગના વિવિધ અધિકારીઓની બદલી અને બઢતી સાથે બદલી કરી છે. આણંદ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, સેવા સદન ખાતે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર વર્ગ – 2 ના અધિકારી તરીકે ફરજ બજાવતા ડો. તેજેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ સોલંકી ની બદલી જિલ્લા પંચાયત, આણંદ ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી ખાતે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ […]
આણંદ જિલ્લા કક્ષાના ૭૭ મા પ્રજાસત્તાક પર્વની ખંભાત ખાતે ઉજવણી કરવામાં આવશે
પ્રકાશિત ક્યારે થયું: 02/01/2026પ્રજાસત્તાક પર્વની ઉજવણીના સુચારૂં આયોજન અર્થે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લામાં આગામી તા. ૨૬ મી જાન્યુઆરી, ૨૦૨૬ના ૭૭ માં પ્રજાસતાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ખંભાત ખાતે કરવામાં આવનાર હોઇ, જિલ્લાા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રજાસત્તાક પર્વની ઉજવણીના સુચારૂં આયોજન અર્થે કલેકટર કચેરી આણંદના સભાખંડમાં બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી […]
આણંદ ખાતે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં ડિસ્ટ્રીક્ટ ક્રાઇસીસ ગ્રુપની બેઠક યોજાઈ
પ્રકાશિત ક્યારે થયું: 02/01/2026આણંદ, શુક્રવાર: જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી, આણંદના સભાખંડ ખાતે ડિસ્ટ્રીક્ટ ક્રાઇસીસ ગ્રુપની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લાના ફેક્ટરી-કારખાના અને વિવિધ અદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતાં. જિલ્લા કલેકટરશ્રીએ બેઠકમાં ઉપસ્થિત તમામ કારખાના-ફેક્ટરી માલિકોને તેમના કારખાના-ફેક્ટરીના સ્થાને જો આક્સ્મિક કોઇ કટોકટી સર્જાય તો તે માટેના જરૂરી માપદંડો લેવાયા છે કે કેમ અને તે માટેની […]
તારાપુર ખાતે ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો
પ્રકાશિત ક્યારે થયું: 02/01/2026કાર્યક્રમમાં મહિલાલક્ષી કાયદાઓ અને વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માર્ગદર્શન અપાયું આણંદ, શુક્રવાર: કમિશ્નરશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પ્રેરિત અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, આણંદ દ્વારા ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત કનેવાલ હાઈસ્કુલ, તારાપુર ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી દ્વારા જાતિગત સમાનતા અને કાયદા હેઠળ પીડિત […]
પેટલાદ ખાતે જિલ્લાને ‘બાળ વિવાહ મુક્ત’ કરવા વિવિધ હિતધારકો માટે એક દિવસીય કાર્યશાળા યોજાઈ
પ્રકાશિત ક્યારે થયું: 02/01/2026આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લાને બાળ વિવાહ મુક્ત કરવાના ઉમદા હેતુ સાથે તાજેતરમાં પેટલાદ રેડક્રોસ સોસાયટીના મીટિંગ હોલ ખાતે એક મહત્વપૂર્ણ કાર્યશાળા યોજાઇ હતી. આ તકે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એમ.પી.ત્રિવેદીએ ૧૮ વર્ષથી નીચેની વયની યુવતી અને ૨૧ વર્ષથી નીચેના વયના યુવકના લગ્ન કરાવવા, કરવા કે તેમાં મદદગારી કરવી એ બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ મુજબ ગંભીર ફોજદારી ગુનો […]
કરમસદ-આણંદ મહાનગરપાલિકામાં રોગચાળા પર નિયંત્રણ : મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં નોંધપાત્ર ઘટાડો
પ્રકાશિત ક્યારે થયું: 02/01/2026‘સ્વાસ્થ્ય સુરક્ષા પહેલા’ : મ્યુનિસિપલ કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ કરાયેલી સઘન કામગીરી વર્ષ 2025 દરમિયાન 292 દુકાન – સંસ્થાઓમાં મચ્છર ઉત્પત્તિ સ્થાન જોવા મળતા વસૂલ કર્યો રૂપિયા 4.26 લાખ ઉપરાંતનો દંડ આણંદ, શુક્રવાર: કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારના નાગરિકોના આરોગ્યની સુખાકારી માટે મનપાના કમિશનર શ્રી ના માર્ગદર્શન હેઠળ મ્યુનિસિપલ હેલ્થ ઓફિસરશ્રી ડૉ. રાજેશ પટેલના સઘન માર્ગદર્શન અને દેખરેખ હેઠળ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વાહકજન્ય રોગચાળાના નિયંત્રણ […]
આણંદ જિલ્લામાં રોગચાળા પર પ્રશાસનનો ‘માસ્ટર સ્ટ્રોક’ : ૨૦૨૪ ના વર્ષની સરખામણીએ ડેન્ગ્યુના કેસોમાં ૫૦ ટકા જેટલો ઘટાડો
પ્રકાશિત ક્યારે થયું: 02/01/2026‘સૂક્ષ્મ આયોજન’ની માનવીય સફળતા: જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતિના દિશાનિર્દેશ હેઠળ આણંદ આરોગ્ય વિભાગે રોગમુક્ત ભવિષ્યનો માર્ગ કર્યો પ્રશસ્ત આણંદ, ગુરૂવાર: આણંદ જિલ્લાના નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સઘન કામગીરીના પરિણામે વર્ષ ૨૦૨૪ની સરખામણીમાં વિદાય થયેલા વર્ષ ૨૦૨૫ માં વાહકજન્ય રોગચાળાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી […]