૧૪ જૂન: વિશ્વ રક્તદાતા દિવસ
પ્રકાશિત તારીખ : 16/06/2025
તા. ૧૭ જૂન ના રોજ આણંદ જિલ્લા વહીવટી તંત્ર અને રેડ કોર્સ સોસાયટી આણંદના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબીર યોજાશે.
આણંદ વિદ્યાનગર રોડ ઉપર આવેલ ડી.ઝેડ.સ્કૂલની સામે સરદાર બેન્ક્વેટ હોલ ખાતે રક્તદાન શિબિર યોજાશે.
આણંદ,શુક્રવાર: સમગ્ર વિશ્વમાં તારીખ ૧૪ જૂનના રોજ વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આગામી તારીખ ૧૭ મી જૂન મંગળવારના રોજ વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના અવસરે આણંદ જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર અને રેડ કોર્સ સોસાયટી,આણંદના સંયુક્ત ઉપક્રમે આણંદ વિદ્યાનગર રોડ ઉપર આવેલ ડી.ઝેડ.સ્કૂલની સામે આવેલ સરદાર બેન્ક્વેટ હોલ ખાતે સવારના ૯:૦૦ કલાકથી સાંજના ૫:૦૦ કલાક દરમિયાન રક્તદાન શિબિર યોજાશે.
જેમાં પોલીસ વિભાગ સહિત હોમગાર્ડ જી.આર.ડી.,એસ.આર.પી, કૃષિ વિભાગ, ગ્રામ સેવક, શિક્ષણ વિભાગ, એમ.જી.વી.સી.એલ, મહાનગરપાલિકા તથા મહેસુલી કચેરીઓ માં કાર્યરત અધિકારી, કર્મચારીઓ રક્તદાન ઉપસ્થિત રહીને રક્તદાન મહાદાનની સંકલ્પનાને ચરિતાર્થ કરશે, તેમ નિવાસી અધિક કલેકટરશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે.