• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

સ્વાતંત્ર પર્વ અંતર્ગત પખવાડિયાની ઉજવણી

પ્રકાશિત તારીખ : 12/08/2025

મત્સ્ય પ્રવૃતિ સાથે સંકળાયેલ માછીમારો, ગામ તળાવ ઇજારદારોને ખાતાની વિવિધ યોજનાઓની જાણકારી અપાઇ

આણંદ, સોમવાર: સ્વાતંત્ર પર્વ અંતર્ગત પખવાડિયા ઉજવણીના કાર્યક્રમો નિમિત્તે મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી, આણંદ દ્વારા મત્સ્ય પ્રવૃતિ સાથે સંકળાયેલ માછીમારો, પગડિયા માછીમારો તેમજ ગામ તળાવ ઇજારદારોને ખાતાની વિવિધ યોજનાઓ એનએફડીપી પોર્ટલ રજીસ્ટ્રેશન, આઇ ખેડુત પોર્ટલમાં રજીસ્ટ્રેશન બાબતે, કેસીસી બાબતે સમજણ મળી રહે તે બાબતે ભાદરણીયા ગામ ખાતે શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં  ભાદરાણીયા ઉપરાંત વાલવોડ, ગાજણા ગામના માછીમારોએ ભાગ લીધો હતો.

મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક, શ્રીમતી સી.એન.સુચક દ્વારા વિવિધ યોજનાઓ અને કિસાન ક્રેડિટ કાર્ડ,એનએફડીપી રજિસ્ટ્રેશન અંગે, શ્રી ધર્મેન્દ્ર પટેલ દ્વારા મત્સ્યબીજ ઉછેર તેમજ શ્રી જે. પી. મકવાણા દ્વારા ખાતાકીય યોજનાઓને માહિતી આપી હતી.

સ્વાતંત્ર પર્વ અંતર્ગત પખવાડિયાની ઉજવણી

સ્વાતંત્ર પર્વ અંતર્ગત પખવાડિયાની ઉજવણી

સ્વાતંત્ર પર્વ અંતર્ગત પખવાડિયાની ઉજવણી