• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

“સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન”: આણંદ

પ્રકાશિત તારીખ : 25/09/2025

સામુહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે આરોગ્ય શિબિર અને સર્વ રોગનિદાન કેમ્પ યોજાયા

આણંદ,બુધવાર: આણંદ જીલ્લા ખાતે ” સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન”ની ઉજવણી તમામ સામુહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે આરોગ્ય શિબિર અને સર્વ રોગનિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

 જે અંતર્ગત સામુહિક આરોગ્ય કેન્દ્ર વાસદ મુકામે સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ તથા સામુહિક આરોગ્ય કેન્દ્ર ધર્મજ ખાતે જાહેર આરોગ્યના સમિતિના ચેરમેનશ્રી  શ્રી પ્રકાશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતમાં કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી.

સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતેના કેમ્પમાં સ્ત્રી રોગ નિષ્ણાત, ફીજીશ્યન, જનરલ સર્જન, નાક, કાન, ગળાના નિષ્ણાત, આંખના નિષ્ણાત, ઓર્થોપેડિકસર્જન, ફીજીયોથેરાપીસ્ટ, ડેન્ટલ સર્જન જેવા નિષ્ણાત તજજ્ઞો એ સેવાઓ આપી હતી.

આ કેમ્પમાં સગર્ભા બેનો અને કિશોરીઓનું હેલ્થ ચેકઅપ, ૩૦+વર્ષ ઉપરની મહિલાઓનું  શારીરિક તપાસ કરવામાં આવી હતી.ઉપરાંત  સર્વાઈકલ કેન્સર ડાયાબીટીશ,બ્લડ પ્રેસરની તપાસ, ટીબીની તપાસ, બાળકોનું રસીકરણ વિગેરે જેવી આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી, તેમજ લોકોમાં જનજાગૃતિ મળે તે માટે વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓને લગતા બેનર અને પોસ્ટર્સ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.