“સ્વચ્છતા હી સેવા-2025”
પ્રકાશિત તારીખ : 04/10/2025
આણંદ બસ સ્ટેશન ખાતે સફાઈ કામદાર અભિવાદન કાર્યક્રમ યોજાયો
આણંદ, શનિવાર: સ્વચ્છતા હી સેવા અભિયાનમાં સ્વચ્છોત્સવ કેમ્પેઈન અંતર્ગત આણંદ બસ સ્ટેશન ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સફાઈ કામદાર અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલે એસટી ડેપોને સ્વચ્છ અને સુદઢ રાખવા માટે અપીલ કરી હતી તથા સ્વચ્છતા રાખવાથી બીમારીઓ ઓછી આવે તેમ જણાવી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, એસ.ટી વિભાગના વિભાગીય નિયામક શ્રી સી. ડી. મહાજન, C to C ફાઉન્ડેશનના સુરેશભાઈ તથા આણંદ એસટી ડેપોના ડેપો મેનેજર શ્રી ના હસ્તે સફાઈ કામદારોનું અભિવાદન કરવામાં આવ્યું હતું. મહાનુભાવો એ સફાઈ કામદારોને પુષ્પગુચ્છ આપીને સાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ ઉપરાંત એસટી ડેપોમાં સ્વચ્છતા રાખવા માટે દૈનિક વપરાશની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા C to C સંસ્થા દ્વારા પ્લાસ્ટિક મુક્ત બસ સ્ટેશન બનાવવા માટે કાપડની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સમયે આણંદ એસટી ડેપોના અધિકારી/ કર્મચારીઓ C to C ના સદસ્ય ગણ સહિત સફાઈ કામદારો ઉપસ્થિત રહ્યા હતા.
