સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર બનાના એન્ડ વેજીટેબલ, ઈસરામા ખાતે ખેડૂતો માટે એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો
પ્રકાશિત તારીખ : 03/03/2026
આણંદ, શુક્રવાર : નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, આણંદના નિયંત્રણ હેઠળ પેટલાદ તાલુકામા કાર્યરત સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર બનાના એન્ડ વેજીટેબલ, ઈસરામા ખાતે નાયબ બાગાયત નિયામકશ્રી, આણંદ, ડો. એસ. એસ. પીલ્લાઈના માર્ગદર્શન હેઠળ એક દિવસીય ખેડૂત તાલીમ યોજાઈ હતી. જેમા બાગાયતી પાકો દ્વારા ખેડૂતો પોતાની આવક કેવી રીતે વધારી શકે અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન કેવી રીતે મેળવી શકે તે વિશે ખેડૂતોને માહિતગાર કરી માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ.
આ તાલીમમા ખેડૂતોને આધુનિક પદ્ધતિથી કેળની ખેતી તેમજ વિવિધ શાકભાજી પાકોની ખેતી વિશે ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દરમિયાન ખેડૂતોને સેન્ટર ખાતે તૈયાર કરવામાં આવેલ કેળ અને શાકભાજીના વિવિધ પ્રાયોગિક નિદર્શનો (Demonstrations) બતાવવામાં આવ્યા હતા, જેથી તેઓ પ્રત્યક્ષ રીતે આધુનિક ખેતી પદ્ધતિઓ સમજી શકે.
આ તાલીમમાં આણંદ જિલ્લાના ૨૦૦, ખેડા જિલ્લાના ૧૦૦ અને અમદાવાદ જિલ્લાના ૫૦ ખેડૂતો મળી કુલ ૩૫૦ જેટલા ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર બનાના એન્ડ વેજીટેબલ, ઈસરામા ખાતે ખેડૂતો માટે એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો