બંધ

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

પ્રકાશિત તારીખ : 06/06/2025

વેસ્ટ પ્લાસ્ટિકની બોટલ નો ઉપયોગ કરી રાજોડપુરા પ્રાથમિક શાળાની બેસ્ટ કમ્પાઉન્ડ વોલ બનાવાઇ.

પ્રાથમિક શાળાના ભૂલકાઓના હસ્તે કમ્પાઉન્ડ વોલનું લોકાર્પણ કરાયું.

આણંદ, ગુરૂવાર: જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લાને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના અભિયાન ને આગળ ધપાવતા આણંદના પ્રાંત અધિકારી શ્રી મયુરભાઈ પરમાર દ્વારા તેમના હસ્તકના આણંદ અને ઉમરેઠ તાલુકાઓમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાઓ દરમિયાન પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને વેસ્ટ પ્લાસ્ટિક બોટલો એકત્ર કરવા માટે જણાવવામાં આવ્યું હતું અને આ વેસ્ટ પ્લાસ્ટિકની બોટલો એકત્ર કરીને પર્યાવરણ જાગૃતિ નો સંદેશો અને વેસ્ટ માંથી બેસ્ટ કઈ રીતે કરી શકાય તેની સમજ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી.

આણંદ અને ઉમરેઠ તાલુકાની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા અંદાજે એક લાખ જેટલી વેસ્ટ પ્લાસ્ટિકની બોટલો એકત્ર કરવામાં આવી હતી. આ વેસ્ટ પ્લાસ્ટિકની બોટલોનો બેસ્ટ ઉપયોગ કરીને આણંદના પ્રાંત અધિકારી શ્રી મયુરભાઈ પરમાર દ્વારા રાજોડપુરા પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ બનાવવાની જ હતી કારણ કે શાળાની નજીક તલાવડી આવેલી હોય કમ્પાઉન્ડ વોલ બનાવી જરૂરી હતી. આ વેસ્ટ પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરીને રાજોડપુરા પ્રાથમિક શાળાની બેસ્ટ કમ્પાઉન્ડ વોલ તૈયાર કરવામાં આવી છે, જેનું આજે વિશ્વ પર્યાવરણ દિન સંદર્ભે રાજોળપુરા પ્રાથમિક શાળા ખાતે અભ્યાસ કરતા ભૂલકાઓના હસ્તે લોકાર્પણ કરાવવામાં આવ્યું હતું.

શ્રી મયુરભાઈ પરમાર એ જણાવ્યું હતું કે પ્લાસ્ટિકનું પ્રદૂષણ ભયાનક છે, અને અમે વિદ્યાર્થીઓને વેસ્ટ પ્લાસ્ટિક માંથી બેસ્ટ કામ કઈ રીતે કરી શકીએ અને પ્લાસ્ટિકની બોટલ વાપરવાથી શું નુકસાન થઈ શકે તેની જાગૃતિ વિદ્યાર્થીઓમાં લાવવા માટે આ એક ખાસ પ્રયોગ કરવામાં આવ્યો હતો તેમ તેમણે ઉમેર્યું હતું. તેમણે સિંગલ યુઝ પ્લાસ્ટિકના પ્રતિબંધ અંગે પણ વિદ્યાર્થીઓ, નગરજનો, વાલીઓ, શિક્ષકોને વાકેફ કર્યા હતા

આ પ્રસંગે રાજોડપુરા પ્રાથમિક શાળા કમ્પાઉન્ડમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મામલતદાર શ્રી ચાર્મી રાવલ, ફોરેસ્ટ ઓફિસર શ્રી સહિત શિક્ષકો, વિદ્યાર્થીઓ અને નગરજનો હાજર રહ્યા હતા.

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી 1

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી 3

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી 4

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી 5

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી 6

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી 7

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી 2