વિકાસ સપ્તાહ ૨૦૨૫, આણંદ જિલ્લો
પ્રકાશિત તારીખ : 14/10/2025
તારાપુર તાલુકાના બુધેજ ગામે રાત્રિ સભા યોજાઈ
બુધેજ ગામે વિકાસ સપ્તાહનો રથ પહોંચતા ગ્રામજનો દ્વારા કરાયું સ્વાગત
આણંદ, મંગળવાર: વિકાસ સપ્તાહના સાતમા દિવસે તારાપુર તાલુકાના બુધેજ ગામે રાતે વિકાસ રથ આવી પહોંચતા ગ્રામજનો દ્વારા રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમયે રાત્રી સભા યોજવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે તા. ૭ થી તા. ૧૫ ઓક્ટોબર સુધી આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.
આ કાર્યક્રમમાં તારાપુર ના તાલુકા વિકાસ અધિકારી શ્રી પી. એચ. પટેલે વિકાસ સપ્તાહ અંતર્ગત ગામ ખાતે આવેલ વિકાસ રથના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓની જાણકારી મેળવવા અને કોઈપણ ગ્રામજન સરકારની વિવિધ યોજનાના લાભ થી વંચિત ન રહી જાય તે માટે પણ અનુરોધ કર્યો હતો.
આ તબક્કે મહાનુભાવોના હસ્તે રૂપિયા ૯.૭૨ લાખના ખર્ચે ૦૫ કામોનું ખાતમુહૂર્ત અને રૂપિયા ૭.૨૦ લાખના ખર્ચે નવનિર્મિત ૦૬ કામોનું લોકાર્પણ કર્યું હતું તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ, આરોગ્ય વિભાગના આયુષ્માન કાર્ડ, કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, મિશન મંગલમ અને પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતના કુલ ૧૮ લાભાર્થીઓને સહાયના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું ગ્રામજનોએ વિકાસ રથ થકી વિકાસની ગાથા વર્ણવતી શોર્ટ ફિલ્મ નિહાળી હતી અને શપથ ગ્રહણ કર્યા હતા.
તાલુકા વિકાસ અધિકારી શ્રી દ્વારા ગ્રામજનોના પ્રશ્નો સાંભળીને હકારાત્મક ઉકેલ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત તારાપુરના પ્રમુખ શ્રી પ્રેમિલાબેન રાઠોડ, અગ્રણી શ્રી ભગવતસિંહ પરમાર, રામદેવસિંહ ગોહિલ, વિનોદભાઈ ભરવાડ, તાલુકા પંચાયત સદસ્ય જયશ્રીબેન રાવલ, જિલ્લા આંકડા અધિકારી આઈ એ. ટપ, સહિત પદાધિકારીઓ, વિવિધ વિભાગના અધિકારીઓ, ખેડૂતો, પશુપાલકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

વિકાસ સપ્તાહ ૨૦૨૫, આણંદ જિલ્લો

વિકાસ સપ્તાહ ૨૦૨૫, આણંદ જિલ્લો

વિકાસ સપ્તાહ ૨૦૨૫, આણંદ જિલ્લો

વિકાસ સપ્તાહ ૨૦૨૫, આણંદ જિલ્લો
