લાંભવેલ પ્રાથમિક શાળાથી રાવળાપુરા તરફ જતો જુનો ડામર રોડ તોડી નવીન આર.સી.સી ટ્રીમીક્ષ રોડ બનાવવાની કામગીરી અન્વયે રસ્તા ડાયવર્ટ કરાયા
પ્રકાશિત તારીખ : 02/08/2025
તા.૨૨ ઓક્ટોબર સુધી ડાયવર્ટ કરાયેલા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
આણંદ,શુક્રવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલ લાંભવેલ પ્રાથમિક શાળાથી રાવળાપુરા તરફ જતો જુનો ડામર રોડ તોડી નવીન આર.સી.સી ટ્રીમીક્ષ રોડ બનાવવાની કામગીરી ચાલુ હોય આ રસ્તો ભારે વાહન માટે બંધ કરવા તથા આંકાંક્ષા હોસ્પીટલથી રાવળાપુરા જતા રસ્તાનો ઉપયોગ કરતાં ભારે વાહનોની અવરજવર કરવા માટે તા.૨૨ ઓક્ટોબર સુધી પ્રતિબંધ કરવા અંગેનું જાહેરનામું આણંદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
જે અનવ્યે લાંભવેલ પ્રાથમિક શાળાથી રાવળાપુરા તરફ જતા ભારે વાહનો માટે તથા રાવળાપુરાથી આંકાક્ષા હોસ્પીટલ થઈ લાંભવેલ તરફ જતાં વાહનો માટે પ્રતિબંધ કરવામાં આવ્યો છે.
જેના વિકલ્પમાં ડાયવર્ટેડ રૂટ લાંભવેલ ગામથી જતાં ભારે વાહનોને કણજરી-બોરીયાવી રેલ્વે બ્રિજ પર થઈ NH-48 થી રાવળાપુરા તરફ જવાનું રહેશે, તેમજ લાંભવેલ ગામથી અટલ ચોકથી ૧૦૦ ફુટ રોડ ઉપર થઈ ભાલેજ રોડ રેલવે બ્રીજ પર થઈ NH-48 થી રાવળાપુરા તરફ જવાનું રહેશે.
આ હુકમનો ભંગ કરનાર કાયદાની જોગવાઈ ને આધીન સજાને પાત્ર રહેશે.