રાજ્ય સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સીઝન અંતર્ગત ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદીની નોંધણીની મુદત માં વધારો
પ્રકાશિત તારીખ : 29/03/2025
ખેડૂતોને નોંધણી બાબતે કઈ તકલીફ હોય તો હેલ્પ લાઇન નંબર ૮૫૧૧૧ ૭૧૭૧૮ તથા ૮૫૧૧૧ ૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવા અનુરોધ
આણંદ, શનિવાર: ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬માં રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવ મકાઈ માટે રૂ.૨૨૨૫/- પ્રતિ.ક્વિ.,બાજરી માટે રૂ.૨૬૨૫/-પ્રતિ.ક્વિ.,જુવાર(હાઈબ્રીડ) રૂ.૩૩૭૧ પ્રતિ.ક્વિ, જુવાર(માલદંડી) રૂ.૩૪૨૧ પ્રતિ.ક્વિ,રાગી માટે રૂ.૪૨૯૦/- પ્રતિ.ક્વિ નિયત કરવામાં આવેલ છે.બાજરી,જુવાર તથા રાગીની ખરીદી ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી.મારફતે કરવામાં આવનાર છે.
લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે ૦૧/૦૪/૨૦૨૫થી ૩૦/૦૪/૨૦૨૫ સુધી કરવામાં આવી રહી છે. તેમજ ખરીદીનો સમયગાળો તા.૦૧/૦૫/૨૦૨૫ થી તા..૧૫/૦૭/૨૦૨૫ નિયત કરવામાં આવ્યો છે.
નોંધણી માટે આધાર કાર્ડની નકલ, અધ્યતન ગામ નમુનો, ૭/૧૨, ૮/અની નકલ, પાક વાવણી અંગે એન્ટ્રી ન થઈ હોય તો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેન્ક ખાતાની વિગત જેમ કે, બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.
ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તો તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત હોઇ આ માટે ગ્રામપંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ છે.
ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલા ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે.
ખરીદી સમયે ખેડૂતે પોતાનુ આધારકાર્ડ ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે, તેમ જણાવાયું છે.
ખેડૂતોને નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પ લાઇન નંબર ૮૫૧૧૧ ૭૧૭૧૮ તથા ૮૫૧૧૧ ૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અને જિલ્લા મેનેજરશ્રી દ્વારા જણાવાયું છે.