બંધ

મહિલા રોકડ પુરસ્કાર વર્ષ: ૨૦૨૪-૨૫ માટે તા.૧૭ એપ્રિલ સુધીમાં ઓનલાઈન અરજી કરાશે

પ્રકાશિત તારીખ : 18/03/2025

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતની વેબસાઈટ https://sportsauthority.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે

આણંદ, સોમવાર: સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫નાં વર્ષમાં વિવિધ રમતોની રાજ્યક્ક્ષાની શાળાકિય સ્પર્ધાઓ અં-૧૪,૧૭,૧૯ અને સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજીત રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં એસ.એ.જી.દ્વારા રાજ્યનુ; પ્રતિનિધિત્વ રેલ (ભાગ લિધેલ) મહિલ ખેલાડીઓને કોઈ પણ એક જ રમતમાં તેમજ એક જ સિધ્ધિ માટે મહિલા રોકડ પુરસ્કાર યોજના માટેનું ફોર્મ ખેલાડી દ્વારા ઓનલાઈન માધ્યમથી જરુરી પ્રમાણપત્રો (મેરીટ સર્ટીફીકેટ, આધાર કાર્ડ, કેન્સલ ચેક વગેરે) સાથે સ્પોર્ટસ ઓથારીટી ઓફ ગુજરાતની વેબ સાઈટ https://sportsauthority.gov.in પર તા. ૧૮ માર્ચ થી તા. ૧૭ એપ્રિલ ૨૦૨૫ દરમિયાન અરજી કરવા જિલ્લા રમત વિકાસ અધિકારી, આણંદ દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.