બોરસદ ખાતે ‘બાલિકા પંચાયત સંમેલન યોજાયું
પ્રકાશિત તારીખ : 20/12/2025
આણંદ શનિવાર: જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી નિલેશ્વરીબા કે ગોહિલના માર્ગદર્શન હેઠળ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હોલ બોરસદ ખાતે “સશક્ત બાલિકા, સશક્ત સમાજ’ થીમ આધારિત બાલિકા પંચાયતની દિકરીઓ સાથે સંમેલન યોજવામાં આવ્યું હતું.
“બાલિકા પંચાયત સંમેલન’ અંતર્ગત ‘સશક્ત બાલિકા, સશક્ત સમાજ’ થીમ હેઠળ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હોલ તા. બોરસદ જિ. આણંદ ખાતે કાર્યક્રમનું આયોજેલ દ્વારા સશક્ત બાલિકા, સશક્ત સમાજ થીમ અંતર્ગત ઉદ્દબોધન કરવામાં આવેલ.
બોરસદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેનશ્રી અશોકભાઈ મહિડા દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. CDPOશ્રી રૂપલબેન મિસ્ત્રી દ્વારા ICDS કચેરીની યોજનાકીય માહિતી, ફિલ્ડ ઓફિસરશ્રી આશાબેન દેસાઈ દ્વારા વ્હાલી દિકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુન: લગ્ન આર્થિક સહાય યોજના અને મહિલા સ્વાવલંબન યોજના વિષે, પુર્ણા કેસલટન્ટશ્રી દિશાબેન ઠાક્કર દ્વારા પુર્ણા યોજના વિશે, PBSC કાઉન્સેલરશ્રી સબનમ ખલીફા દ્વારા પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર, ૧૧૨ હેલ્પલાઈન તથા ૧૮૧ અભયમ હેલ્પલાઈન નંબર વિષે, OSC કેન્દ્ર સંચાલકશ્રી રિપલબેન ડાભી દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર વિશે માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ વ્હાલી દિકરી યોજનાના મંજુરી હુકમ તથા એજ્યુકેશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં બોરસદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વાઈસ ચેરમેનશ્રી યોગેશભાઈ પટેલ તથા ડિરેક્ટરશ્રી નિલેશભાઈ પટેલ, હિતેશભાઈ પટેલ, નરસિંહભાઈ રાયપુરા, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીનો સ્ટાફ, સંકલ્પ ઓફ હબ એમ્પાવરમેન્ટ ઓફ વુમન યોજના હેઠળના કર્મચારીઓ, પી.બી.એસ.સી. અને ઓ.એસ.સી.ના કર્મચારીગણ, આઈ.સી.ડી.એસ. કચેરીના આંગણવાડી વર્કર અને બાલિકા પંચાયતની દિકરીઓ હાજર રહ્યાં હતાં.

બોરસદ ખાતે ‘બાલિકા પંચાયત સંમેલન યોજાયું

બોરસદ ખાતે ‘બાલિકા પંચાયત સંમેલન યોજાયું

બોરસદ ખાતે ‘બાલિકા પંચાયત સંમેલન યોજાયું