તા. ૭ માર્ચ ૨૦૨૫ના રોજ આણંદ જિલ્લાના ખેડૂતો માટે ફળ,ફૂલ અને શાકભાજી પ્રદર્શન-વ હરીફાઈ યોજાશે
પ્રકાશિત તારીખ : 20/02/2025
આણંદ, ગુરૂવાર: જિલ્લા બાગાયત કચેરી તથા આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા બી.એ.કોલેજ ઓફ એગ્રીકલ્ચર, ઓડિટોરિયમ હોલ ખાતે તા. ૭ માર્ચ ૨૦૨૫ના રોજ જિલ્લાના ખેડૂતો માટે ફળ,ફૂલ અને શાકભાજી પ્રદર્શન-વ હરીફાઈ નું આયોજન કરેલ છે.જેમાં આણંદ જિલ્લાના બાગાયતી ખેતી કરતાં ખેડૂતોને પોતાને ત્યાં તૈયાર થયેલ શ્રેષ્ઠ ફળ,ફૂલ અને શાકભાજીના નમુના પ્રદર્શન–વ- હરીફાઈ માટે બાગાયત કચેરી ખાતે મોકલવા જણાવવામાં આવે છે.
જે અન્વયે નમુનાઓ તા. ૦૬ માર્ચના રોજ સાંજે ૦૪:૦૦ કલાક સુધીમાં કચેરીમાં જમા કરવા જણાવવામાં આવ્યું છે.દરેક નમુના ઓછામાં ઓછા ૫૦૦ ગ્રામ અથવા ૧-૨ નંગમાં લાવવાના રહેશે.ખેડૂતે પોતાનું નામ, ગામ,તાલુકો તથા મોબાઈલ નંબર જેવી વિગતો નમૂના સાથે કચેરીએ આપવાની રહેશે.સંસ્થાના નમુના પ્રદર્શનમાં સામેલ કરવામાં આવશે, પરંતુ હરીફાઈમાં માન્ય ગણવામાં આવશે નહિ.હરીફાઈ માટે નિષ્ણાંત કમિટીનો નિર્ણય આખરી રહેશે. આ સ્પર્ધામાં માત્ર આણંદ જિલ્લાના જ ખેડૂતો હરીફાઈમાં ભાગ લઈ શકશે તેમ બાગાયત કચેરીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.