• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

તા.૨૮ મી સપ્ટેમ્બર ના રોજ સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે એક દિવસીય નેશનલ સેમિનાર યોજાશે

પ્રકાશિત તારીખ : 24/09/2025

આણંદ, મંગળવાર: સરદાર પટેલ યુનિવર્સિટી, ડો.બાબાસાહેબ આંબેડકર ચેર, વલ્લભ વિદ્યાનગર ખાતે એમ.પી. ઓડિટોરિયમમાં આગામી તા. ૨૮ મી સપ્ટેમ્બર ના રોજ સવારે ૧૦-૩૦ કલાકે એક દિવસીય નેશનલ સેમિનાર યોજાશે.

આ સેમિનારમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર સંજય જોશી (IAS) એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઇન્ડેક્સ સી, ગાંધીનગર અને સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડોક્ટર હરીશ પાઢ હાજર રહેશે જ્યારે કી નોટ સ્પીકર તરીકે ડો. વિજય એન. ઝાલા સોશિયલ હારમોની ફોર્મ, અમદાવાદ, ડો. હરપાલસિંહ આર. રાણા, ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ અને ડો.બાલાજી કેન્દ્રે , મુંબઈ યુનિવર્સિટીના પ્રોફેસર પોતાનું વક્તવ્ય આપશે. સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડો. નિરંજન પટેલ પ્રમુખ તરીકે હાજર રહેશે, તેમ આ કાર્યક્રમના ઓર્ગેનાઈઝર અને ડો. બાબાસાહેબ આંબેડકર ચેર, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરના ડાયરેક્ટર, પ્રો. ડો. ઈલા મેકવાને જણાવ્યું છે.

 

તા.૨૮ મી સપ્ટેમ્બર ના રોજ સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે એક દિવસીય નેશનલ સેમિનાર યોજાશે