તા.૧૭ સપ્ટેમ્બર ના રોજ પેટલાદ ખાતે મેદસ્વિતા યોગ શિબિર યોજાશે
પ્રકાશિત તારીખ : 16/09/2025
નગરજનોને મેદસ્વિતા યોગ શિબિર માં ભાગ લેવા જાહેર આમંત્રણ
આણંદ, સોમવાર: સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં આગામી તારીખ ૧૭ મી સપ્ટેમ્બર થી ૧૬ મી ઓક્ટોબર સુધી મેદસ્વિતા ઘટાડવા માટે ૭૫ સ્થળો ખાતે ૩૦ દિવસીય રીઝલ્ટ ઓરી એન્ટેડ મેદસ્વિતા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લામાં તારીખ ૧૭ મી સપ્ટેમ્બર ના રોજ સવારના ૬-૩૦ કલાકે રોટરી ક્લબ હોલ, આર.કે સ્કૂલની બાજુમાં, સાઈનાથ રોડ, પેટલાદ ખાતે મેદસ્વિતા યોગ શિબિર કેમ્પનો ઉદઘાટન સમારોહ રાખવામાં આવ્યો છે.
આ કેમ્પનો મૂળ હેતુ લોકોને યોગ અને આહાર થકી મેદસ્વિતા કઈ રીતે દૂર કરવા તે માટેના આસનો, પ્રાણાયામ, ડાયટ વગેરેની જાણકારી આપી મેદસ્વિતા ઘટાડવા અંગેની સમજ આપવામાં આવશે, તેમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના યોગસેવક શિશપાલ દ્વારા અને આણંદ ગ્રામ્યના યોગ કોઓર્ડીનેટર શ્રી તક્ષ શુક્લા દ્વારા જણાવવામાં આવ્યું છે.