જીએસટી નો દર ઘટવાથી ખેતી ખર્ચ ઓછો થશે અને આવક વધશે-વેરાખાડી ગામના ખેડૂત શ્રી શૈલેષભાઈ પટેલ
પ્રકાશિત તારીખ : 29/09/2025
જીએસટી નો દર ઘટાડવા બદલ આણંદ જિલ્લાના ખેડૂતે વડાપ્રધાન શ્રી ને પોસ્ટકાર્ડ લખ્યો
આણંદ, સોમવાર: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા જીએસટી ના દરોમાં ઘટાડો કરવાથી ખેડૂતો અને પશુપાલકોને ખરીદ કરવાના થતા ખાતર,બિયારણ, દવા અને ખેતીના સાધનો ખરીદવામાં આર્થિક રીતે ઘણો ફાયદો થશે.
આણંદ જિલ્લાના વેરાખાડી ગામના ખેડૂત શ્રી શૈલેષભાઈ પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીને આજે પોસ્ટકાર્ડ લખ્યો છે તેમણે જણાવ્યું છે કે જીએસટી ના દરોમાં ઘટાડો કરવાથી ખેડૂતોને અને પશુપાલકોને આર્થિક રીતે ખૂબ જ ફાયદો થવાનો છે.
શ્રી શૈલેષભાઈએ જણાવ્યું કે ખેતી કામમાં વપરાતા ખાતર, બિયારણ, દવા અને ખેતીના સાધનો ખરીદવાથી આર્થિક રીતે ફાયદો થશે અને ખેતી ખર્ચ ઘટી જશે તથા ખેત પેદાશ ની આવક વધશે. આમ, ખેડૂતોને જીએસટીના દર ઘટવાને કારણે ખેતી ખર્ચ ઓછો થવાથી નાના ખેડૂતોને ખાસ ફાયદો થવાનો છે અને આવકમાં વધારો થવાનો છે, તેમ જણાવી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીને પોસ્ટકાર્ડ લખીને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.