બંધ

ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ માટે સેન્ટર ઓફ એક્સેલન્સ, ઈસરામા ખાતે ૧૫ દિવસીય બાગાયતી તાલીમ યોજાઈ

પ્રકાશિત તારીખ : 18/02/2026

આણંદ, સોમવાર: નાયબ બાગાયત નિયામકની એક યાદીમાં જણાવ્યા મુજબ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર બનાના એન્ડ વેજીટેબલ, ઈસરામા ખાતે ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ સંચાલિત BRS કોલેજના કુલ ૨૫ વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ તાલીમ યોજાઈ હતી.

આ તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓને બાગાયતી ખેતીને લગતા વિવિધ વિષયો પર ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન અને પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. તાલીમના અંતિમ દિવસે, એટલે કે તા. ૧૬/૦૨/૨૦૨૬ ના રોજ તાલીમના સમાપન સમારોહ પ્રસંગે આણંદ જિલ્લાના નાયબ બાગાયત નિયામક ડૉ. એસ.એસ.પીલ્લાઈ તથા પ્રોજેક્ટ ઓફિસર (COE) દ્વારા ઉપસ્થિત રહી સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ ડૉ. પીલ્લાઈએ વિદ્યાર્થીઓને બાગાયત ક્ષેત્રે રહેલી વિપુલ તકો વિશે જણાવી તેઓને ઉજ્જવળ કારકિર્દી માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ સંચાલિત BRS કોલેજના કુલ ૨૫ વિદ્યાર્થીઓએ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર બનાના એન્ડ વેજીટેબલ, ઈસરામા ખાતે તા. ૦૨/૦૨/૨૦૨૬ થી ૧૬/૦૨/૨૦૨૬ દરમિયાન ૧૫ દિવસીય ‘બાગાયતી કૌશલ્ય વર્ધન’ તાલીમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.