• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

ગાંધીનગર ખાતે ડિજિટલ ઈન્ડિયા, જમીન અને આપત્તિ વ્યવસ્થાપન પર બે દિવસીય નેશનલ કોન્ફરન્સ

પ્રકાશિત તારીખ : 03/10/2025

જમીન રેકોર્ડ અને નોંધણી પ્રણાલીના ઉન્નતીકરણ પર વિશેષ પેનલ ડિસ્કશન યોજાઈ

કોન્ફરન્સમાં વિવિધ રાજ્યો દ્વારા જમીન અને સંપત્તિના ડિજિટલ રેકોર્ડ માટે અપનાવવામાં આવેલી નવીનતમ પ્રણાલીઓની માહિતી આપવામાં આવી

જમીન રેકોર્ડને આધુનિક બનાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ અને બ્લોકચેનના ઉપયોગના મહત્વ પર ભાર અપાયો

આજરોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ડિજિટલ ઈન્ડિયા, જમીન અને આપત્તિ વ્યવસ્થાપન પર બે દિવસીય નેશનલ કોન્ફરન્સનો પ્રારંભ થયો છે. આ કોન્ફરન્સમાં ‘જમીન રેકોર્ડ અને નોંધણી પ્રણાલીનું ઉન્નતીકરણ’ વિષય પર મહત્વપૂર્ણ પેનલ ડિસ્કશન યોજાયું હતું. મહારાષ્ટ્ર સરકારના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી એસ.ચોકકલીંગમના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ  પેનલ ડિસ્કશનમાં વિવિધ રાજ્યોના અધિકારીઓ, ટેકનિકલ નિષ્ણાતો અને બેંકિંગ ક્ષેત્રના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. પંચમહાલ કલેક્ટર શ્રી અજય દહિયાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.

પેનલ ડિસ્કશનમાં ઈન્સ્પેક્ટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન શ્રી જેનુ દેવને જમીન રેકોર્ડ અને નોંધણી પ્રણાલીમાં નાગરિકોની જરૂરિયાતો, સરકાર માટેના પડકારો, ડેટા ગોપનીયતા અને છેતરપિંડી નિવારણ, ઑનલાઇન ચુકવણી, ચુકવણી સમાધાન, ઇ-દસ્તાવેજોની કાયદેસરની માન્યતા અને ઇ-સાઇનના ઉપયોગ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. નેશનલ જેનેરિક ડોક્યુમેન્ટ રજીસ્ટ્રેશન સિસ્ટમના સિનિયર ટેકનિકલ ડિરેક્ટર અને વિભાગના વડા શ્રી રાજેશ ભુસારીએ નેશનલ જનરિક ડોક્યુમેન્ટ રજિસ્ટ્રેશન સિસ્ટમ (NGDRS) અને તેના નવા સંસ્કરણ NGDRS 3.0 વિશે માહિતી આપી હતી, જેમાં NGDRSની વર્તમાન સ્થિતિ, શરૂઆત કરાયેલા રાજ્યો અને સંકલિત સિસ્ટમ વિશે વાત રજૂ કરી હતી.

મધ્યપ્રદેશ સરકારના સિનિયર ડિસ્ટ્રિક્ટ રજીસ્ટ્રાર અને પ્રોજેક્ટ ઓફિસર શ્રી સ્વપ્નેશ શર્માએ મધ્યપ્રદેશની SAMPADA 2.0 એપ્લિકેશન વિશે વિસ્તૃત જાણકારી આપી હતી, જેમાં Paperless નોંધણી, Faceless Registration વિશે ઊંડાણપૂર્વક જાણકારી આપી હતી. આ ઉપરાંત, કર્ણાટક સરકારના સહાયક ઈન્સ્પેક્ટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન શ્રી એચ.એલ.પ્રભાકરે કર્ણાટક સરકારના KAVERI 2.0 બ્લોકચેન પ્રોજેક્ટ અને તેની નોંધણી પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી રજૂ કરી હતી. આઈ.આઈ.ટી. ગાંધીનગરના આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રી મયંક સિંહે જમીન રેકોર્ડ સ્ટોરેજ અને ડિજિટાઈઝેશન માટે AI/ML અને બ્લોકચેનનો ઉપયોગ, તેના પડકારો અને જમીનના રેકોર્ડના પ્રકારોમાં AI/MLના ઉપયોગ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. બેંક ઓફ બરોડાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી લાલ સિંહે જમીન રેકોર્ડ અને નોંધણી પ્રણાલીમાં બેંકની ભૂમિકા વિશે વિગતવાર સમજૂતી આપી હતી.

આ પેનલ ડિસ્કશનમાં મોટી સંખ્યામાં મહેસૂલ વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.