બંધ

ઓડ માં યુવક  ધાબા પરથી પતંગ ચગાવતા  પડી જવાથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે

પ્રકાશિત તારીખ : 15/01/2026

શ્રી કૃષ્ણ કરમસદ મેડિકલ હોસ્પિટલમા શિફ્ટ કરાયા

આણંદ, ગુરૂવાર: આજ રોજ વાસી ઉત્તરાયણ ના દિવસે ઓડ માં નામે યુવરાજભાઈ વિક્રમભાઈ ચુનારા,  ઉંમર 14 વર્ષ  તેઓ ધાબા પર ચઢી પતંગ ચગાવતા હતા. તેઓએ તેમનો કાબુ ગુમાવતા ધાબા પરથી નીચે પડી ગયા હતા. તેથી યુવરાજભાઈ ને માથા ના ભાગે ઈજા થઈ હતી. ઇજા થતા તરત જ તેઓને તેમના પિતા શ્રી નજીક ની હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ માથા મા ઈજા ના કારણે રિપોર્ટ માટે  ત્યાથી શ્રી કૃષ્ણ મેડિકલ હોસ્પિટલ કરમસદ ખાતે લઈ જવા માટે ત્યાના ડોક્ટરે ૧૦૮ એમ્બ્યુલન્સ નો સંપર્ક કર્યો હતો.

આ કેસ નજીક ની ઓડની ૧૦૮ એમ્બ્યુલન્સ ને મળતા EMT ધર્મેન્દ્રભાઈ ચૌહાણ અને પાયલોટ સ્તેફનભાઈ  તે સ્થળે ૧૦૮ એમ્બ્યુલન્સ લઈ હાજર થઈ ગયા હતા ને તરત જ તેમને એમ્બ્યુલન્સ માં લઈ  વધુ સારવાર અર્થે તેમને શ્રી કૃષ્ણ મેડિકલ હોસ્પિટલ કરમસદ માં શિફ્ટ કરવામાં આવ્યા હતા.