બંધ

ઉમરેઠની ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે યોજાયેલ રોજગાર ભરતી મેળામાં ૫૮ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરતા નોકરીદાતાઓ

પ્રકાશિત તારીખ : 24/04/2025

આણંદ, શનિવાર: જિલ્લા રોજગાર કચેરી, આણંદ ધ્વારા ઉમરેઠની સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે રોજગારી મેળવવા માંગતા ઉમેદવારો માટે “રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળાનું” આયોજન કરવામાં આવ્યુ હતું.

આ રોજગાર અને એપ્રેન્ટીસ ભરતીમેળામાં ૦૫ નોકરીદાતાઓ તેમના એકમો ખાતે ૭૨ જેટલી ખાલી જગ્યાઓ માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવા માટે હાજર રહયા હતા.

આ રોજગાર ભરતી મેળામાં ૬૯ ઉમેદવારો હાજર રહ્યા હતા, તે પૈકી ૫૮ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી નોકરીદાતાઓ ધ્વારા કરવામાં આવી છે, તેમ આણંદના રોજગાર અધિકારી દ્વારા જણાવાયું છે.