ઉમરેઠ- હમીદપુરા ચોકડી થી રતનપુરા- ગંગાપુરા- ભાલેજ રાજ્ય ધોરીમાર્ગ પર રતનપુરા ગામ પાસેના બ્રિજ પરથી સલામતીના ભાગ રૂપે ૧૫ જૂન ૨૦૨૬ સુધી ટ્રાફિક ડાયવર્ઝન અપાયું
પ્રકાશિત તારીખ : 24/07/2025
આ બ્રિજ ઉપરથી માત્ર ટુ-વ્હીલર તથા પગપાળા માટે અવરજવર ચાલુ રહેશે.
આણંદ,બુધવાર: ઉમરેઠ- હમીદપુરા ચોકડી રતનપુરા- ગંગાપુરા- ભાલેજ રાજ્ય ધોરીમાર્ગ પર રતનપુરા ગામ પાસેનો બ્રિજ સલામતીના હેતુથી બ્રિજ ઉપર માત્ર ટુ-વ્હીલર તથા પગપાળા માટે અવરજવર હેતુ ચાલુ રાખી બાકીના ટ્રાફિકને વૈકલ્પિક રસ્તા ઉપર ડાયવર્ટ કરવા અંગેનું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, આણંદ શ્રી ઋતુરાજ દેસાઈ દ્વારા પ્રસિદ્ધ કરાયું છે.
જે અન્વયે તા.૧૫ જૂન ૨૦૨૬ સુધી વાહન વ્યવહાર પસાર થવાના વૈકિલ્પક માર્ગ જાહેર કરવામાં આવ્યો છે.
વાહન વ્યવહાર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ માર્ગમાં હમીદ પુરા ચોકડી થી રતનપુરા ગામ તરફ જતો તમામ વાહન વ્યવહાર અને રતનપુરા ગામથી હમીદપુરા ચોકડી તરફ આવતો તમામ વાહન વ્યવહાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
વૈકિલ્પક માર્ગમાં હમીદપુરા ચોકડી થી રતનપુરા ગામ તરફ જતો તમામ વાહન વ્યવહાર ઉમરેઠ – ઓડ ચોકડી – ડાકોર નડિયાદ હાઈ વે પર, પરવટા બસ સ્ટેન્ડ થી ડાબી બાજુ વળી ઓડ પરવટા રોડ પર ગમનપુરા ગામ થઈ રેલવે ફાટક ક્રોસ કરી તરત જમણી બાજુ વળી રતનપુરા ગામ જઈ શકાશે.
આ ઉપરાંત રતનપુરા ગામથી હમીદપુરા ચોકડી તરફ આવતો તમામ વાહન વ્યવહાર, રતનપુરા ગામથી રતનપુરા ભાલેજ રોડ પર ગમનપુરા રેલવે ફાટક થી જમણી બાજુ વળી ઓડ પરવટા રોડ પર ગમનપુરા ગામ થઈ આગળ ડાકોર- નડિયાદ માર્ગ પર પરવટા બસ સ્ટેન્ડ થી જમણી બાજુ વળી ઓડ ચોકડી- ઉમરેઠ જઈ શકાશે.
ઉક્ત હુકમના ભંગ કરવા બદલ કાયદાની જોગવાઈ ને આધીન શિક્ષાને પાત્ર થશે.