બંધ

આણંદના ટાઉન પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટરના કાઉન્સિલરની સમજાવટ થકી પારિવારિક સમસ્યાનો થયો સુખદ ઉકેલ

પ્રકાશિત તારીખ : 03/07/2025

આણંદ,ગુરુવાર: આણંદ જિલ્લાના એક વતની એવા એક બહેનના લગ્ન સામાજીક રીતે બાર વર્ષ અગાઉ થયા હતા, લગ્ન બાદ સાસરીમા સંયુકત પરિવારમા સાથે રહેતા હતા.

બેનના સાસરીમા સાસુ, સસરા,ત્રણ ભાઇ અને તેમના પત્નિ તથા બાળકો રહે છે. બેનના લગ્નજીવનથી સંતાનમાં  બે દિકરા છે. જેઓ પરિવાર સાથે સાસરીમાં રહેતા આવ્યા છે. બેન સૌથી છેલ્લા એટલેકે ત્રીજા ક્રમના વહુ છે. પતિ પોતાનો ધંધો કરી ઘરમાં આર્થિક મદદ કરે છે.

 સાસુ સસરા આ વહુને અલગ વર્તન કરી શારિરિક માનસિક ત્રાસ આપે છે. કામકાજ બાબતને લઇને સાસુ અવાર નવાર અપશબ્દો બોલી અપમાનિત કરતા હતા તથા  ઘરમાથી નિકળી જવા દબાણ કરતા હતા, તેમ છતા લગ્નજીવન તુટે નહી અને બાળકોના ભવિષ્યનો વિચાર કરી આ બધો ત્રાસ ચુપચાપ સહન કરતા હતા.

આ ઉપરાંત ઘણીવાર પતિને આ બાબતે જાણ કરતા પત્નીની કોઇ વાત સાંભળતા નહિ અને મૌન ધારણ કરતા હતા. આ કારણોસર બહેનને ઘણીવાર સામાજીક રીતે સમાધાન કરવું પડ્યું હતું.

આ બધામાં જ્યારે વાત બાળકો પર આવી તો માતા તરીકે તે અસહનીય બનતા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર મા પતિ અને સાસરીપક્ષ વિરૂદ્ધ કાઉન્સેલિંગની અરજી આપી હતી, સેન્ટર પર કાઉન્સેલર જયશ્રીબેન ઉપાધ્યાય દ્વારા પીડીતાને સાંભળી અરજી લેવામાં આવી હતી.

જે અન્વયે બાળકને સસરા દ્વારા માર મારવામા આવતો અને સાસુ દ્વારા ઘરમાથી ગાળો બોલીને નીકળી જવાનુ કહેતા પીડીતા એ પતિ અને સાસરીપક્ષને સમજાવવા અરજી કરી હતી.

કાઉન્સેલર દ્વારા અરજદારને તત્કાલ મદદ માટે ૧૮૧ અભયમની જાણકારી આપી સાથે સખી વન સ્ટોપ સેન્ટરની જાણકારી આપીને  નારીવાદી અભિગમથી દાખવીને વર્તવા સમજૂત કર્યા હતા.પરંતુ બાળકને ન મારવા માટે પત્નીએ ચેતવણી આપતા સામાવાળા ઉશ્કેરાઇ ગયા હતા અને ટાઉન પોલીસ સ્ટેશનના ઓફિસરની મદદથી શાંત કરવામા આવ્યા હતા.

 ત્યારબાદ ફરીથી અન્ય સમય આપી બોલાવવામા આવ્યા હતા અને પારિવારિક વાતાવરણ ઉભુ કરી બાળક અને પત્ની માટે જવાબદારીઓનુ ભાન કરાવવામાં આવ્યુ, મારથી બાળકના માનસિક વિકાસમા અવરોધ ઉભા થાય તેમજ પરિવારમાથી જે પ્રેમ હુંફ અને લાગણી મળે એ તેના ઉછેર માટે મહત્વની હોય છે.

સપોર્ટ સેન્ટરના કાઉન્સિલર દ્વારા કરવામાં આવેલ કાઉન્સેલિંગ બાદ પતિ તેમની જવાબદારીથી પત્ની અને બાળકને લઇ જવા તેમજ હવે આ પ્રકારની કોઇ હેરાનગતિ નહિ થાય એ ખાતરી સાથે અરજદારની ઇચ્છા મુજબ સમાધાન કરવામા કરવામાં આવ્યું હતું.

કાઉન્સેલર દ્વારા થોડા સમય બાદ ટેલીફોનિક ફોલોઅપ લેતા હાલ કોઇ તકલીફ નથી તેવુ જણાવી આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતેના સપોર્ટ સેન્ટર ના કાઉન્સિલર નો અને સેન્ટરનો આભાર વ્યકત કર્યો હતો.

આણંદના ટાઉન પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટરના કાઉન્સિલરની સમજાવટ થકી પારિવારિક સમસ્યાનો થયો સુખદ ઉકેલ 2

આણંદના ટાઉન પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટરના કાઉન્સિલરની સમજાવટ થકી પારિવારિક સમસ્યાનો થયો સુખદ ઉકેલ

આણંદના ટાઉન પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટરના કાઉન્સિલરની સમજાવટ થકી પારિવારિક સમસ્યાનો થયો સુખદ ઉકેલ 1