આણંદ સિંચાઈ વિભાગ દ્વારા નોટીફાઈડ કાંસના નેટવર્કની જાળવણી અને મરામતની કામગીરી કરાઈ
પ્રકાશિત તારીખ : 24/04/2025
આણંદ,સોમવાર: આણંદ સિંચાઈ વિભાગ હસ્તકના કાંસ પેટા વિભાગ અંતર્ગત ઉમરેઠ,આણંદ, પેટલાદ,બોરસદ,આંકલાવ તાલુકાઓમાંથી પસાર થતા ૫૫૦ કિ.મી નોટીફાઈડ કાંસના નેટવર્કની જાળવણી અને મરામતની કામગીરી કરવામાં આવે છે.
આ ઉપરાંત સોજીત્રા તાલુકાનાં ત્રંબોવડ ગામમાંથી પસાર થતાં કાંસની સાફ સફાઈ સુજલામ સુફલામ અંતર્ગત આગામી ચોમાસા પહેલાં પૂર્ણ કરવાનું આયોજન છે, તેમ આણંદ સિંચાઈ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.