બંધ

આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં દબાણ બાબતે બેદરકારી દાખવનાર એકમો પાસેથી દંડ વસૂલાયો

પ્રકાશિત તારીખ : 18/03/2025

૨૮ જેટલા એકમોને નોટિસ પાઠવી રૂપિયા ૨.૩૦ લાખ દંડ ભરવા જણાવ્યું

જાહેર રોડ, રસ્તાઓ પર ગેરકાયદેસર પાર્કિંગ અને કન્સ્ટ્રક્શન સાઈટના રેતી-કપચી અને કન્સ્ટ્રક્શનના વિવિધ સામાન લોકોને અડચણ થાય તે રીતે ન મૂકવા અનુરોધ કરતા મ્યુનિસિપલ કમિશનર શ્રી મિલિંદ બાપના

આણંદ, સોમવાર: આણંદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નરશ્રી મિલિન્દ બાપનાના  આદેશ અનુસાર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા વિવિધ વિસ્તારોના જાહેર રોડ રસ્તાઓ પર ગેરકાયદેસર પાર્કિંગ અને કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર જાહેર માર્ગ પર રેતી-કપચી અને કન્સ્ટ્રક્શનના વિવિધ સામાનના કારણે જાહેર લોકોને થતી હાલાકી નિવારવા માટે મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ ની દબાણ ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવવાની ઝૂબેશ હાથ ધરવામા આવી છે.

 આ ટીમ દ્વારા આકસ્મિક તપાસ કરતા વિવિધ એકમો દ્વારા દબાણ બાબતે બેદરકારી રાખવામાં આવતાં આવા એકમોમાં ડી-માર્ટ, તુલસી ગરનાળા પાસે, આણંદ, નારાયણ હબ , કલેકટર કચેરી પાસે, આણંદને નોટિસ આપી દરેક એકમ દીઠ રૂ.૫૦,૦૦૦/-નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે, આમ આ બંને એકમો પાસેથી  કુલ રૂ.૧,૦૦,૦૦૦/-  વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત આ એકમોને ભવિષ્યમાં પણ દબાણ અને પાર્કિંગ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પર બેદરકારી દાખવશે તો દંડનીય કાર્યવાહી કરી એકમને સીલ કરવાની ફરજ પડશે,  તેમ જણાવ્યુ છે.

વધુમાં આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેર રોડ, રસ્તાઓ પર ગેરકાયદેસર પાર્કિંગ અને કન્સ્ટ્રક્શન સાઈટના રેતી-કપચી અને કન્સ્ટ્રક્શનના વિવિધ સામાન લોકોને અડચણ થાય તે રીતે ન મૂકવા મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Fines Imposed on Units Neglecting Encroachment Rules in Anand Municipal Area 3

આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં દબાણ બાબતે બેદરકારી દાખવનાર એકમો પાસેથી દંડ વસૂલાયો

Fines Imposed on Units Neglecting Encroachment Rules in Anand Municipal Area 2

આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં દબાણ બાબતે બેદરકારી દાખવનાર એકમો પાસેથી દંડ વસૂલાયો

Fines Imposed on Units Neglecting Encroachment Rules in Anand Municipal Area 1