• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

આણંદ તાલુકાના વડોદ ગામે રૂપિયા ૧.૭૪ કરોડના ખર્ચે નવનિર્મિત કન્યા શાળાના વર્ગખંડોનું કરાયું લોકાર્પણ

પ્રકાશિત તારીખ : 04/10/2025

વડોદ કુમાર શાળાના રૂપિયા ૧.૨૦ કરોડના ખર્ચે નવા મંજૂર થયેલ ૦૮ વર્ગખંડો બનાવવા માટે કરવામાં આવ્યું ખાતમુહૂર્ત

આણંદ, શનિવાર: આણંદ જિલ્લામાં પ્રાથમિક શાળાઓ ખાતે નવા વર્ગખંડો બનાવવામાં આવી રહ્યા છે, સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત આણંદ તાલુકાના વડોદ ગામે આવેલી પ્રાથમિક કન્યા શાળા ખાતે રૂપિયા ૧.૭૪ કરોડ ના ખર્ચે નવ નિર્મિત ૧૨ નવા વર્ગખંડોનું લોકાર્પણ તથા વડોદ કુમાર શાળાના નવા ૦૮ વર્ગખંડો જે રૂપિયા ૧.૨૦ કરોડના ખર્ચે તૈયાર થનાર છે તેનું ખાતમુહૂર્ત જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી સુનિલભાઈ સોલંકીના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલે શાળાને વર્ષો પહેલા જે પરિવારે ભૂમિદાન કર્યું હતું તેવા ભૂમિદાતાના પરિવારજનોનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમનું સન્માન પણ કર્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓ ખાતે આવતાં ભૂલકાઓને સારું શિક્ષણ મળી રહે તે માટે અધ્યતન સુવિધા ઉભી કરવામાં આવી છે જે વિદ્યાર્થીઓ દૂરથી આવે છે તેમના માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ ઉપલબ્ધ બનાવી છે તેમણે અનુરોધ કર્યો કે વાલીઓ પોતાના દીકરા દીકરી બંનેને શિક્ષિત બનાવે અને રાજ્ય સરકાર દ્વારા શાળા ખાતે મધ્યાહન ભોજન ની વ્યવસ્થા, સારું શિક્ષણ, વિનામૂલ્યે શિક્ષણ અને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે તેમ જણાવી શિક્ષણ થકી જ બાળકો ઉજ્જવળ ભવિષ્ય  બનાવી શકશે તેમ ઉમેર્યું હતું.

શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી સુનિલભાઈ સોલંકી એ વડોદ ગામના શિક્ષકોએ વિદ્યાર્થીઓમાં સંસ્કાર સાથેનું શિક્ષણ આપવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જે સી ઈ ટી અને જ્ઞાન સાધના પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે તેવા બાળકોને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ સમયે જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી, તાલુકા પંચાયતના સદસ્યશ્રી દિલીપભાઈ મકવાણા, ગામના સરપંચ શ્રી મહેન્દ્રભાઈ ઝાલા, રામદેવપીર મંદિરના મહારાજ ગિરધારી બાપુ, દૂધ મંડળીના ચેરમેન શ્રી, એસએમસીના અધ્યક્ષ શ્રી, એસએમસી ના સભ્યો, દાતાશ્રી પ્રફુલભાઈ પટેલ, પ્રાથમિક શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.