આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહ ઉજવણી
પ્રકાશિત તારીખ : 14/10/2025
આણંદ ખાતે જિલ્લા કક્ષાનો કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન યોજાયું
નવા કૃષિ સંસાધનોનો ઉપયોગ કરવા ખેડૂતોને આહવાન કરતા નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી
બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ, કૃષિ, બાગાયત અને પશુપાલન વિભાગની યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું
જિલ્લાના કુલ ૩૯૭૭ લાભાર્થીઓને રૂ.૧૨૪૦ લાખ ઉપરાંતની સહાય ચૂકવવામાં આવી
આણંદ, મંગળવાર: આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહ અંતર્ગત પ્રમુખસ્વામી અર્બન કોમ્યુનિટી હોલ, સાંગોડપુરા, આણંદ ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના રવિ કૃષિ મહોત્સવ માં કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી એ જણાવ્યું હતું કે વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત કૃષિ પરિસંવાદ અને રવિ કૃષિ મહોત્સવ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. વિકાસ સપ્તાહ દરમિયાન જિલ્લાના ગામો ખાતે વિકાસ રથ ફરી અને લોકોને રાજ્ય સરકાર અને ભારત સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી છે.
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, ૨૦૦૧ ના વર્ષમાં ૭ મી ઓકટોબરના રોજ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની ધુરા સંભાળી ત્યારથી આજ દિન સુધી વિકાસને અગ્રીમતા આપી છે. ગુજરાતના વિકાસને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મક્કમતા સાથે આગળ વધાર્યો છે. તેમણે શહેરોના વિકાસની રાજય સરકારની પ્રતિબધ્ધતા વ્યક્ત કરતાં ઉમેર્યું હતુ કે, કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવતા નવા કૃષિ સંસાધનો નો ઉપયોગ કરવા ખેડૂતોને આહવાન કર્યું હતું. તેમણે ઉમેર્યું કે કૃષિ ઉત્પાદનની ગુણવત્તા વધે તે માટે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવી જોઈએ. આ ઉપરાંત તેમણે પ્રાકૃતિક કૃષિ અપનાવવા પણ અનુરોધ કર્યો હતો. સમયની સાથે આધુનિક ખેતીમાં જોડાવું એ આજના સમયની જરૂરિયાત છે તેમ જણાવી ખેડૂતોની આવક બમણી થાય તેમજ ખેડૂતો સમૃદ્ધ બને એ માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ કાર્યરત કરવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
શ્રી રમણભાઈ સોલંકી વધુમાં જણાવ્યું હતું કે રવિ કૃષિ મહોત્સવ ના માધ્યમથી આણંદ જિલ્લામાં ૩૯૭૭ લાભાર્થીઓને ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓની ૧૨૪૦.૦૪ લાખની સહાય ના લાભો આપવામાં આવી રહ્યા છે, તે પૈકી આણંદ તાલુકામાં ૬૪૩ લાભાર્થીને ૧૬૫.૮૨ લાખની સહાય ચૂકવવામાં આવી છે.
શ્રી સોલંકી એ આણંદ જિલ્લાનો કોઈપણ ખેડૂત, પશુપાલક, લાભાર્થી સહાયથી વંચિત ન રહે તે જોવા પણ અનુરોધ કર્યો હતો. તેમણે જિલ્લાના ખેડૂતોને રવિ પાક વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા, પ્રાકૃતિક ખેતી અને બાગાયતી પાકોમાં નવીનતમ ટેકનોલોજી નો ઉપયોગ અને માર્ગદર્શન મળી રહે તે હેતુસર કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેના ૭ મી ઓક્ટોબર વર્ષ ૨૦૦૧ માં શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ શપથ લીધા હતા ત્યારે સુવર્ણ ગાથા લખાવવાનું શરૂ થયું હતું. તેમણે વર્ષ ૨૦૦૫- ૦૬ થી કૃષિ મહોત્સવની શરૂઆત કરાવી હતી તેમ જણાવી દેશનું અર્થતંત્ર ખેડૂતો પાસે રહેલું છે તેમ કહ્યું હતું.
તેમણે કહ્યું કે હાલમાં જ ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની આગેવાની હેઠળ ૪૨ હજાર કરોડથી વધુની યોજનાઓ ખેડૂતો માટે બનાવી છે. ખેડૂત સમૃદ્ધ બને તેવું આયોજન પ્રધાનમંત્રી શ્રી દ્વારા કરવામાં આવ્યું છે અને વડાપ્રધાન શ્રી નું આહવાન છે કે કઠોળની ખેતી તરફ ખેડૂતો વળે તે બાબતે તેમણે ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓના લાભ લેવા અને કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનો જ્ઞાનનો લાભ મેળવવા પણ તેમણે જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે વિકાસ સપ્તાહ અંતર્ગત યોજાયેલ રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૫ માં ખેતીવાડી વિભાગ તરફથી જિલ્લાના તમામ તાલુકા ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજવામાં આવ્યો હતો. તાલુકાઓના કુલ ૩૯૭૭ લાભાર્થીઓને રૂ.૧૨૪૦.૦૪ લાખ ની સહાય આપવામાં આવી હતી.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ, કૃષિ,બાગાયત અને પશુપાલન વિભાગની યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી ચિંતન પટેલે સ્વાગત પ્રવચન અને કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
કાર્યક્રમના પ્રારંભમાં કૃષિ યુનિવર્સિટી આણંદના વૈજ્ઞાનિકો દ્વારા આધુનિક કૃષિ બાબતે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી આ તબક્કે પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા.
આ તકે રાજ્યકક્ષાના કાર્યક્રમને ઉપસ્થિત સૈા કોઈ એ નિહાળ્યો હતો.
નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવાહુતી એ વિવિધ સ્ટોલની મુલાકાત લઇ વિસ્તૃત જાણકારી મેળવી હતી.
આ પ્રસંગે નાયબ કલેકટર શ્રી સન્ની પટેલ, મામલતદાર શ્રી ચાર્મી રાવલ, ખેતીવાડી, બાગાયત, પશુપાલન વિભાગના અધિકારીઓ, જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સદસ્યશ્રી ઓ સહિત આણંદ તાલુકાના ખેડૂતો અને પશુપાલકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહ ઉજવણી

આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહ ઉજવણી

આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહ ઉજવણી

આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહ ઉજવણી

આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહ ઉજવણી

આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહ ઉજવણી

આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહ ઉજવણી

આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહ ઉજવણી

આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહ ઉજવણી

આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહ ઉજવણી

આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહ ઉજવણી

આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહ ઉજવણી

આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહ ઉજવણી

આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહ ઉજવણી

આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહ ઉજવણી

આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહ ઉજવણી

આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહ ઉજવણી
