બંધ

આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી

પ્રકાશિત તારીખ : 14/10/2025

વિકાસ સપ્તાહ અંતર્ગત તારાપુર તાલુકાના દુગારી ગામે વિકાસ રથનું કરાયું ભવ્ય સ્વાગત

સોજીત્રાના ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાકીય સહાયના લાભોનું કરાયું વિતરણ

આણંદ, સોમવાર: આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહનો વિકાસ રથ પરિભ્રમણ કરી રહ્યો છે. આજે વિકાસ સપ્તાહના સાતમા દિવસે તારાપુર તાલુકાના વિવિધ ગામો ખાતે વિકાસ રથ પરિભ્રમણ કરીને દુગારી ગામે બાપા સીતારામ ની મઢૂલી ચોકમાં આવી પહોંચતા મહાનુભાવો દ્વારા વિકાસ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ વિકાસ રથ વિવિધ ગામો ખાતે ફરીને આવી પહોંચ્યો હતો ઈન્દ્રણજ ગામે જ્યાં ગ્રામજનો દ્વારા વિકાસ રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સોજીત્રા વિધાનસભાના ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલ અને મહાનુભાવો દ્વારા  લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ સહિત વિવિધ સહાયના લાભોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલે વિકાસ સપ્તાહના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓની જાણકારી મેળવવા ગ્રામજનોને અપીલ કરી હતી અને કોઈપણ સાચો લાભાર્થી સહાયથી વંચિત ન રહે તે જોવા માટે અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

વિકાસ રથના માધ્યમથી તારાપુર તાલુકાના વિવિધ ગામો ખાતે વિકાસ રથ ના માધ્યમથી વિકાસ ગાથા ફિલ્મનું નિર્દેશન, વિવિધ સરકારી યોજનાઓના સાહિત્યનું  વિતરણ તથા સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા તેમજ આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ઉપસ્થિત સર્વેએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી.

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રી પ્રેમીલાબેન રાઠોડ, મામલતદાર શ્રી જે.જી. તળપદા, તાલુકા વિકાસ અધિકારી શ્રી પી. એચ.પટેલ, તાલુકા પંચાયત સભ્ય શ્રીઓ, જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, અગ્રણી શ્રી વિજયભાઈ ભરવાડ, ભગવતસિંહ પરમાર, રામદેવસિંહ ગોહિલ, દુગારી ગામ ના સરપંચશ્રી સૂર્યાબેન પરમાર, અધિકારીઓ, કર્મચારીઓ સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી

આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી

આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી

આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી

આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી

આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી

આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી

આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી

આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી

આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી

આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી

આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી

આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી

આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી

આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી

આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી

આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી

આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી

આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી