આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણીનો ચોથા દિવસ, તા.૧૦ ઓક્ટોબર ૨૦૨૫
પ્રકાશિત તારીખ : 09/10/2025
આજે વિકાસ રથ બોરસદ તાલુકાના ૫૩ ગામોમાં ફરશે
ગ્રામજનોને વિકાસ રથ ના માધ્યમથી યોજનાકીય માહિતી મેળવવા અનુરોધ
વિકાસ સપ્તાહ નો કાર્યક્રમ સવારે ૯-૦૦ કલાકે કઠાણા ખાતે, બપોરના ૧૪-૦૦ કલાકે બોચાસણ ખાતે અને રાત્રે ૨૦-૦૦ કલાકે ભાદરણ ખાતે યોજાશે
આણંદ, ગુરૂવાર: રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી વિકાસના ફળો સીધેસીધા પહોંચાડવા અને સરકારી યોજનાઓથી જન-જાગૃતિ લાવવાના ભગીરથ ઉદ્દેશ્ય સાથે તા. ૦૭ ઓક્ટોબરથી તા. ૧૫ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે.
આ વિકાસ સપ્તાહ અન્વયે આજે ચોથા દિવસે બોરસદ તાલુકાના કુલ ૪૯ ગામોને આવરી લેવામાં આવશે. બોરસદ તાલુકાના ગામોમાં આ વિકાસ રથ પહોંચીને લોકોપયોગી યોજનાઓ જન-જન સુધી પહોંચાડશે.
આ વિકાસ રથ સવારે ૯-૦૦ કલાકે કઠાણા ગામ ખાતે ખોડીયાર માતાના મંદિરે, બપોરના ૧૪-૦૦ કલાકે સ્વામિનારાયણ મંદિર બોચાસણ ખાતે અને રાત્રે ૨૦-૦૦ કલાકે ગ્રામ પંચાયત કચેરી ભાદરણ ખાતે વિકાસ સપ્તાહનો કાર્યક્રમ યોજાશે.
આજે ચોથા દિવસે તા.૧૦ મી ઓક્ટોબર, શુક્રવારના રોજ વિકાસ રથના ભ્રમણના સવારના ૯:૦૦ થી ૧૧:૦૦ ના સમયગાળા દરમિયાન બોરસદ તાલુકાના ડાલી, બદલપુર, કાલુ,કંકાપુરા, કણભા ,કાંધરોટી, દિવેલ, બનેજડા, જંત્રાલ,દાદપુરા, વાસણા-રાસ, અમીયાદ, રાસ, દહેવાણ સહિતના ૧૪ ગામો, બપોરના ૦૨:૦૦ થી ૦૪:૦૦ ના સમયગાળામાં ગોરેલ, ઉનેલી, રણોલી, ખાનપુર, રુદેલ,વીરસદ, ડભાસી, વહેરા, કાવીઠા,દેદરડા, સંકોતપુરા, સૈજપુર, દાવોલ, બોદાલ, નિસરાયા, હરખાપુર,કસુંબાડ સહિત ૧૭ ગામોમાં વિકાસ રથના માધ્યમથી લોકોને માહિતગાર કરાશે. આ ઉપરાંત રાત્રીના ૮:૦૦ થી ૧૦:૦૦ વાગ્યા દરમિયાન ભાદરણીયા,વાલવોડ, ગાજણા, સારોલ, ઉમલાવ,સિસ્વા, વાછીયેલ, વંડેલી, ઝારોલા, કંસારી, પીપળી, ખેડાસા, ધનાવશી, મોટી શેરડી, નાની શેરડી,વાસણા (બો), અલારસા સહિત ૧૮ ગામોને પણ આ સમયગાળા દરમિયાન આવરી લેવામાં આવ્યા છે.
આણંદ જિલ્લાના નગરજનો આ ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણીમાં પોતાના ગામમાં આવતા વિકાસ રથના કાર્યક્રમમાં સહભાગી બની સરકારી યોજનાઓ અને લાભો વિશે માહિતી મેળવી, વ્યક્તિગત તેમજ સામુદાયિક વિકાસની આ યાત્રામાં સક્રિય યોગદાન આપવા આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.