• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

આણંદ જિલ્લામાં  ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી

પ્રકાશિત તારીખ : 08/10/2025

વિકાસ સપ્તાહની બીજા દિવસે આણંદ તાલુકાના ૨૧ જેટલા ગામોમાં  વિકાસ રથ થકી યોજનાકીય લાભોથી માહિતગાર કરાશે

ગ્રામજનોને વિકાસ રથ ના માધ્યમથી યોજનાકીય માહિતી મેળવવા અનુરોધ

આણંદ, મંગળવાર: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના નાગરિકોને વિકાસના ફળો સીધેસીધા પહોંચાડવા અને સરકારી યોજનાઓથી જન-જાગૃતિ લાવવાના ભગીરથ ઉદ્દેશ્ય સાથે તા. ૦૭ ઓક્ટોબરથી તા. ૧૫ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી ‘વિકાસ સપ્તાહ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આણંદ જિલ્લામાં પણ આ મહત્વાકાંક્ષી કાર્યક્રમ અંતર્ગત વિકાસ રથનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિકાસ રથ જિલ્લાના કુલ ૨૬૯ ગામો માં ભ્રમણ કરીને સ્થાનિક લોકોને શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને માળખાકીય સુવિધાઓ સંબંધિત વિકાસ કાર્યોની માહિતી આપી લાભોનું વિતરણ કરશે, જેથી છેવાડાના માનવી પણ વિકાસના પ્રવાહમાં સક્રિયપણે જોડાઈ શકે.

આ વિકાસ સપ્તાહ અન્વયે બીજા દિવસે આણંદ જિલ્લાના કુલ ૨૧ ગામોને આવરી લેવામાં આવશે. આણંદ વિવિધ ગામામાં  વિકાસ રથ પહોંચીને ગુજરાતના વિકાસ અને લોકોપયોગી યોજનાઓ જન-જન સુધી પહોંચાડશે.

બીજા  દિવસે તા. ૮ મી ઓક્ટોબરના રોજ વિકાસ રથના ભ્રમણના સવારના ૯:૦૦ થી ૧૧:૦૦ ના સમયગાળા દરમિયાન આણંદ તાલુકાના ખંભોળજ, બેડવા, રાસનોલ, કુંજરાવ, ત્રણોલ, ખાનપુર, ચીખોદરા, વઘાસી સહિતના ૮ ગામો, બપોરના ૦૨:૦૦ થી ૦૪:૦૦ ના સમયગાળામાં  નાવલી, નાપાડ- તળપદ,  નાપાડ વાટા, ખાંધલી, હાડગૂડ, ઝાખરીયા, ગોપાલપુરા સહિતના ૭ ગામોમાં વિકાસ રથના માધ્યમથી લોકોને માહિતગાર કરાશે. આ ઉપરાંત  રાત્રીના ૮:૦૦ થી ૧૦:૦૦ વાગ્યા દરમિયાન રાજપુરા, આંકલાવડી, અડાસ, રામનગર, વડોદ, મોગર સહિત ૬ ગામોને પણ આ સમયગાળા દરમિયાન આવરી લેવામાં આવ્યા છે.

આણંદ જિલ્લાવાસીઓ આ ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લે. પોતાના ગામમાં નિર્ધારિત સમય અને સ્થળ ઉપર આવતા વિકાસ રથના કાર્યક્રમમાં સહભાગી બની સરકારી યોજનાઓ અને લાભો વિશે માહિતી મેળવી, વ્યક્તિગત તેમજ સામુદાયિક વિકાસની આ યાત્રામાં સક્રિય યોગદાન આપવા આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.