બંધ

આણંદ જિલ્લામાં  યોજાનાર બે દિવસીય કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ પધારશે

પ્રકાશિત તારીખ : 01/07/2025

તા.૫ જુલાઈ શનિવારના રોજ દેશની સૌ પ્રથમ સહકાર યુનિવર્સિટી “ત્રિભોવન સહકારી યુનિવર્સિટી” નો વાલ્મી ખાતે ખાતમુહૂર્ત કાર્યક્રમ કરાશે.

તા. ૬ જુલાઈ રવિવારના રોજ અમૂલ ડેરી ખાતે ભારત સરકારના સહકાર મંત્રાલયના સ્થાપના દિવસની ઉજવણી કરાશે.

બે દિવસીય કાર્યક્રમના સુચારૂ આયોજન અર્થે જિલ્લા કલેકટરશ્રીએ  સંકલન સમિતિના અધિકારીઓ સહિત સંબંધિત સંસ્થાના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી બેઠક.

આણંદ,સોમવાર:  આણંદ જિલ્લામાં  યોજાનાર બે દિવસીય કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ પધારનાર છે.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં તા.૫ જુલાઈ શનિવારના રોજ દેશની સૌ પ્રથમ ત્રિભોવન સહકારી યુનિવર્સિટીનો વાલ્મી ખાતે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે.

આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રીની વિશેષ ઉપસ્થિતિમાં તા. ૬ જુલાઈ રવિવારના રોજ અમૂલ ડેરી ખાતે ભારત સરકારના સહકાર મંત્રાલયના સ્થાપના દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ અમુલ ડેરી ખાતે જનસભા, અમુલ બોર્ડ રૂમ ખાતે મીટીંગ, એન.સી. ડી.એફ.આઈ  મોગરની મુલાકાત તથા તકતી  અનાવરણ, એન.ડી.ડી.બી ખાતે નવીન ભવનનું લોકાર્પણ, એ.ડી.ડી.બી બોર્ડ રૂમ ખાતે બેઠક તથા શ્રી મણીબેન પટેલની પ્રતિમાને ફુલહાર તથા આઈ.ડી.એમ.સી વિઠ્ઠલ ઉદ્યોગ નગરની કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી મુલાકાત લેશે.

આ બે -દિવસીય કાર્યક્રમને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ સંકલન સમિતિના અધિકારીઓ તથા અમૂલ,એન.ડી.ડી.બી સહિત આ કાર્યક્રમ સાથે સંકળાયેલા એજન્સી ના અધિકારીઓ સાથે કાર્યક્રમના સુચારૂ આયોજન અર્થે બેઠક યોજી હતી.

કલેકટર શ્રીએ તમામ ઉપસ્થિત અધિકારીઓને કહ્યું કે, આણંદ જિલ્લા માટે ગૌરવની વાત છે કે, દેશની સૌ પ્રથમ સહકાર યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત કાર્યક્રમ આણંદ જિલ્લાના આંગણે થવા જઈ રહ્યો છે.જેમાં સંકલન સમિતિના અધિકારીઓ તથા સંબંધિત સંસ્થા તથા ઇવેન્ટ સાથે સંકળાયેલા એજન્સીઓ સાથે મળીને કાર્યક્રમનું  સુચારૂ આયોજન થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.

બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓને   પીવાની પાણી, વીજળી, વાહન પાર્કિંગ, બેઠક વ્યવસ્થા, બસના રૂટ સહિત ઈવેન્ટ મેનેજમેન્ટ એજન્સીના સાથે સંકલનમાં રહીને કાર્યક્રમને સુચારૂ આયોજન થાય તે રીતે કામગીરી કરવા જણાવ્યું હતું.

આ બેઠકમાં આણંદ મ્યુનિસિપલ કમિશનર શ્રી મિલિંદ બાપના, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, નિવાસી અધિક કલેકટર શ્રી આર.એસ.દેસાઈ,સંકલન સમિતિના વિવિધ વિભાગના અધિકારીઓ, અમૂલ ડેરીના અધિકારીઓ, એન.ડી.ડી.બીના અધિકારીઓ સહિત ઇવેન્ટ મેનેજમેન્ટ એજન્સીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

આણંદ જિલ્લામાં  યોજાનાર બે દિવસીય કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ પધારશે 1

આણંદ જિલ્લામાં  યોજાનાર બે દિવસીય કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ પધારશે

આણંદ જિલ્લામાં  યોજાનાર બે દિવસીય કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ પધારશે 2

આણંદ જિલ્લામાં  યોજાનાર બે દિવસીય કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ પધારશે

આણંદ જિલ્લામાં  યોજાનાર બે દિવસીય કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ પધારશે 3

આણંદ જિલ્લામાં  યોજાનાર બે દિવસીય કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ પધારશે

આણંદ જિલ્લામાં  યોજાનાર બે દિવસીય કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ પધારશે 4

આણંદ જિલ્લામાં  યોજાનાર બે દિવસીય કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ પધારશે

આણંદ જિલ્લામાં  યોજાનાર બે દિવસીય કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ પધારશે 5