બંધ

આણંદ જિલ્લામાં ગ્રો મોર ફ્રુટ ક્રોપ અભિયાન

પ્રકાશિત તારીખ : 13/10/2025

કેળ પાક માં આધુનીક ખેતી, પરિસંવાદ યોજાયો

આણંદ,  શુક્રવાર: આણંદના નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા આણંદ તાલુકાના અજરપુરા ગામમાં એગ્રી બિઝનેશ સેન્ટર ખાતે ગ્રો મોર ફુટ કોપ અભિયાન અંતર્ગત કેળ પાક માં આધુનિક ખેતી -એક દિવસીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પરિસંવાદમાં નાબાર્ડ ના ડો. રાહુલ જેગુડકર, આણંદ કૃષિ યુનિવર્સિટીના વિનોદ બી. મોર, લીડ બેંક મેનેજર શ્રી ડો. જગદીશ પાટીલ, પતંજલિ ફૂડ પ્રાઇવેટ લિ.ના અધિકારીશ્રી ભાનુપ્રતાપસીંહ , નાયબ બાગાયત નિયામકશ્રી ડૉ સ્મિતા પિલ્લાઈ દ્વારા

કેળનાં પાકની આધુનિક ખેતી અને કેળમાં નવીનતમ ભલામણો, કેળ માં જોવા મળતો નવીન પનામા વીલ્ટ રોગ અને તેના નીવારણના પગલા, કેળની નિકાસ માટે APEDA ની કામગીરી તથા ધ્યાનમાં રાખવાની બાબતો અને નિકાસની સંભાવના ઓનલાઇન ફાર્મ રજીસ્ટ્રેશન માટે ની પદ્ધતિ, કેળ ની નવી જાત વામન વેરાઇટી, કેળ માં પ્રાકૃતિક ખેતી, કેળના છોળના અલગ અલગ ભાગોમાંથી થતુ મુલ્ય વર્ધન, ઓઈલ-પામની ખેતી અને તેના ફાયદા, અને PMFME (Pradhan Mantri Formalization of Micro Food Processing Enterprise) યોજના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

આણંદ જીલ્લામાં કેળની ખેતી ઘણી પ્રગતી જોવા મળે છે, જેના લાઇવ ડેમો તરીકે કંથારીયા ગામના શ્રી મૌલીનભાઇ દવે દ્વારા કેળ માં તેઓ દ્વારા કરવામાં આવતી ફૂડ બેઝ મુલ્યવર્ધન પ્રોડક્ટ તેમજ તેઓ કેળ ના થળ માંથી ફાઈબર એન્ટ્રેક્ષન યુનીટ દ્વારા વિવિધ હેડીક્રાફ્ટ પ્રોડક્ટ્સ ડેવલોપમેંટ કરે છે તેની જાણકારી આપવામાં આવી હતી.

ઉમરેઠ તાલુકાના દાગજીપુરા ગામમાં રમેશભાઇ લાખાણા દ્વારા કેળ ના સ્યુડોસ્ટેમ પ્રોસેસીંગ યુનીટ માંથી બનતી વિવિધ ખાતર અને દવા બેઝ પ્રોડક્ટનો લાઇવ ડેમો સ્ટોલ માં બતાવવામાં આવ્યો હતો.

આ પરિસંવાદમાં ખેડૂતોને મુઝવતા પ્રશ્નનોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું તેમજ આણંદ જીલ્લો કેળ નો હબ હોય ખેડુતોને કેળ માં મુલ્યવર્ધન તરફ આગળ વધવા તેમજ આણંદ જીલ્લામાં કેળમાં મુલ્યવર્ધનનો બહોળો અવકાશ હોય આ વિષય ખેડુતોને અપનાવવા નાયબ બાગાયત નિયામકશ્રી ડૉ સ્મિતા પિલ્લાઈ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ તબક્કે ખેડૂતોને રોપનું વિતરણ કરાયું હતું.

આ પ્રોગ્રામમાં અજરપુરા ગામના ખેડૂતો, પશુપાલકો, ગ્રામજનો સહિત આણંદ જીલ્લાના ૭૦૦ થી વધારે ખેડૂતો આ પરિસંવાદમાં હાજર રહ્યાં હતા.