બંધ

આણંદ જિલ્લાનું ધો. ૧૦ એસ.એસ.સી.નું પરિણામ ૮૦.૧૭ ટકા, એ-૧ ગ્રેડમાં ૫૯૫ વિદ્યાર્થીઓ

પ્રકાશિત તારીખ : 09/05/2025

૨૬૮૬૦  વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

જિલ્લાની ૨૯ શાળાઓનું ૧૦૦ ટકા પરિણામ.

આણંદ, ગુરુવાર:  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫માં લેવાયેલ ધો. ૧૦ એસ.એસ.સી.ની પરીક્ષાનું પરિણામ  આજે જાહેર કરવામાં આવ્યું છે.

જેમાં આણંદ જિલ્લાનું પરિણામ ૮૦.૧૭ ટકા આવ્યું છે. જિલ્લામાં એ – ૧ ગ્રેડમાં ૫૯૫, એ – ૨ ગ્રેડમાં ૨૧૯૪, બી – ૧માં ૩૮૩૩, બી – ૨ માં ૫૩૯૩, સી – ૧ માં ૫૪૮૭, સી – ૨ માં ૩૫૮૩, ડી ગ્રેડમાં ૪૪૯, ઈ – ૧ માં ૩૨૩૮ અને  ઈ-૨ ગ્રેડમાં ૨૦૮૮ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે.

જિલ્લામાં ૨૯ શાળાઓએ ૧૦૦ ટકા મહત્તમ પરિણામો મેળવવાની સિદ્ધિ હાંસલ કરી છે. જ્યારે ૦૯ શાળાઓનું પરિણામ ૩૦ ટકાથી ઓછું નોંધાયું છે. ૧૦ % થી ઓછું પરિણામ આવ્યું હોય તેવી શાળા ની સંખ્યા શૂન્ય છે, ૧૧ થી ૨૦ ટકા પરિણામ વાળી શાળાઓ ૦૪,  ૨૧ થી ૩૦ ટકા વાળી શાળાઓ ૦૫,  ૩૧ થી ૪૦ % પરિણામ વાળી શાળાઓ ૦૫,  ૪૧ થી ૫૦ % પરિણામ વાળી શાળાઓ ૧૧,  ૫૧ થી ૬૦ ટકા પરિણામ વાળી શાળાઓ ૨૩,  ૬૧ થી ૭૦ ટકા પરિણામ આવ્યું હોય તેવી શાળાઓ ૩૦,  ૭૧ થી ૮૦ % પરિણામ આવ્યું હોય તેવી શાળાઓ ૫૫, ૮૧ થી ૯૦ ટકા પરિણામ આવ્યું હોય તેવી શાળાઓ ૮૩ અને ૯૧ થી ૧૦૦ ટકા પરિણામ આવ્યું હોય તેવી શાળાઓની સંખ્યા ૬૦ છે. જ્યારે આણંદ જિલ્લામાં કોઈ પણ શાળાનું પરિણામ શૂન્ય ટકા નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે ધોરણ ૧૦ એસએસસી બોર્ડનું પરિણામ વર્ષ ૨૦૨૩ માં આણંદ જિલ્લાનું ૫૭.૬૩% વર્ષ ૨૦૨૪ માં ૭૪.૬૩% અને ચાલુ વર્ષ ૨૦૨૫ માં ૮૦.૧૭ % આવ્યું છે.