આણંદ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને SBI વચ્ચે સમજૂતી કરાર કરાયા
પ્રકાશિત તારીખ : 10/12/2025
જિલ્લાના ૨૫૦૦ કરતા વધારે શિક્ષકોના પગાર SBI મા થશે
સ્ટેટ ગવર્મેન્ટ સેલેરી પેકેજ હેઠળ શિક્ષકોને મળશે વિશેષ લાભ
આણંદ, મંગળવાર: રાજ્ય સરકારના પગાર પેકેજ (SGSP) હેઠળ સુધારેલા લાભોના અમલીકરણ માટે આણંદ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને SBI વચ્ચે MOU કરવામાં આવ્યા હતા.
જિલ્લા સેવા સદન સ્થિત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી આણંદ ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કામિનીબેન ત્રિવેદી અને વડોદરા ઝોન SBI ના DGM શ્રી સલીમ અહમદ વચ્ચે સ્ટેટ ગવર્મેન્ટ સેલેરી પેકેજ હેઠળ MOU પર હસ્તાક્ષર કર્યા અને તેનું વિનિમય કર્યું હતું.
SBI ના DGM શ્રી સલીમ અહમદએ કહ્યું હતું કે
આ MoU કરવાથી શિક્ષકોને વ્યક્તિગત અકસ્માત વીમો રૂપિયા ૦૧ કરોડ, હવાઈ અકસ્માત વીમો રૂપિયા ૧.૬ કરોડ, અકસ્માત દરમિયાન કાયમી વિકલાગતા હોય તો રૂપિયા ૦૧ કરોડ, આંશિક વિકલાગતા હોય તો રૂપિયા ૮૦ લાખ તથા RuPay ATM કાર્ડ ઉપર ખાતાના પ્રકાર પ્રમાણે રૂપિયા ૧૦ લાખ તથા વધુનો અકસ્માત વીમો મળવા પાત્ર થશે.
આ ઉપરાંત MoU ની શરતો પ્રમાણે બેંક તરફથી ફ્રી ઓફ કોસ્ટ રૂપિયા ૧૦ લાખ નો જીવનવીમો મળવાપાત્ર છે. આ MoU થકી જિલ્લા શિક્ષણ અધિકારી હસ્તક સરકારી માધ્યમિક શાળા તમામ, ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા અને નગર શિક્ષણ અધિકારી હસ્તકની પ્રાથમિક શાળાઓના અંદાજિત 2500 કરતાં વધારે શિક્ષકોને આનો લાભ મળશે. શિક્ષકોને કસ્ટમાઇઝ્ડ બેંકિંગ સોલ્યુશન્સ અને સુવિધાનો લાભ મળશે જેમાં કોઈ લઘુત્તમ બેલેન્સ જાળવવાની જરૂર નથી. દર મહિને ૨૫ ચેકની બુક વિનામૂલ્યે મળશે. આ ઉપરાંત અન્ય ઘણા લાભો મળશે તેમ SBI ના DGM શ્રી સલીમ અહમદએ જણાવ્યું હતું.
આ સમયે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના અધિકારી, કર્મચારીઓ સહિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ના વડોદરા અને આણંદના અધિકારીઓ શ્રી વિક્રમસિંહ ધારિયા, શ્રીમતી ઝીનત બામ્બુવાલા, શ્રી રાહુલ શુક્લા ઉપસ્થિત રહ્યા હતા.