• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

આણંદ જિલ્લા કલેકટરશ્રીના  અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો

પ્રકાશિત તારીખ : 25/07/2025

આણંદ,ગુરુવાર: જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, આણંદ ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.

જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે આયોજિત આ સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા કક્ષા અને તાલુકા-ગ્રામ્યક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમને અનુલક્ષીને અરજદારોની ફરિયાદોને હકારાત્મક અભિગમ આપીને જિલ્લા કક્ષાએથી વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા રજૂ કરાયેલ  ૦૫ જેટલા પ્રશ્નો મુદ્દે જિલ્લા જિલ્લા  કલેકટરશ્રીએ  સંબંધિત અધિકારીશ્રીઓ સાથે જરૂરી જાણકારી મેળવી અરજદાર સાથે વાત કર્યા બાદ તમામ પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું.

જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી,જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી,નિવાસી અધિક કલેકટર શ્રી આર.એસ.દેસાઈ સહિત સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.