આણંદ ખાતે ૨૨ જેટલા નવનિયુક્ત મહેસુલી કલાર્કને તાલીમ અપાઇ
પ્રકાશિત તારીખ : 06/12/2025
આણંદ, શુક્રવાર: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલ ગ્રુપ – એ ની પરીક્ષામાં મહેસુલી ક્લાર્ક તરીકે પસંદગી પામેલા અને આણંદ જિલ્લામાં નિમણૂક થયેલા ૨૨ જેટલા મહેસુલી ક્લાર્કને કલેકટર કચેરી ખાતેના સભાખંડમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી આર. એસ. દેસાઈએ એક દિવસીય તાલીમ આપી હતી.
શ્રી આર એસ દેસાઈએ જણાવ્યું હતું કે સારા કર્મચારી બનાવવા માટે હંમેશા શીખતા રહેજો, જીવનમાં શીખતા રહેવું ઘણું જરૂરી છે અને સારી રીતે કામ કરો જેથી આણંદ જિલ્લામાં મહેસુલી ક્લાર્ક તરીકે આપવામાં આવેલી ફરજો દરમિયાન ફરજના ભાગરૂપે છેવાડાના માનવીની સેવા કરવાનો તમને ચાન્સ મળ્યો છે જે સારી રીતે નિભાવવા અપીલ કરી દરેકને આવકાર્યા હતા અને અભિનંદન પણ પાઠવ્યા હતા.
આ સમયે આણંદ જિલ્લા મહેસુલ પરિવારમાં નવનિયુક્ત મહેસુલી ક્લાર્કને આવકારતા નાયબ મામલતદાર સર્વ શ્રી દ્વિપ સુતરીયા, શ્રી મનિષાબેન પરમાર, શ્રી શીતલબેન પટેલ, શ્રી મેહુલભાઈ પરમાર દ્વારા મહેસુલી ક્લાર્કને કરવાની થતી વિવિધ પ્રકારની કામગીરી અને કઈ રીતે શ્રેષ્ઠ કામગીરી કરવી સમય મર્યાદામાં કામ આપવું અને આણંદ જિલ્લામાં કોઈપણ તાલુકામાં ફરજ બજાવો પરંતુ સારામાં સારી રીતે ફરજ બજાવવા મહેસુલી ક્લાર્કને શીખ આપી હતી.
આ સમયે આણંદ જિલ્લામાં મહેસુલી ક્લાર્ક તરીકે પસંદગી પામેલા 22 જેટલા મહેસુલી ક્લાર્ક હાજર રહ્યા હતા.

આણંદ ખાતે ૨૨ જેટલા નવનિયુક્ત મહેસુલી કલાર્કને તાલીમ અપાઇ

આણંદ ખાતે ૨૨ જેટલા નવનિયુક્ત મહેસુલી કલાર્કને તાલીમ અપાઇ

આણંદ ખાતે ૨૨ જેટલા નવનિયુક્ત મહેસુલી કલાર્કને તાલીમ અપાઇ