બંધ

આણંદ ખાતે ‘મિશન લાઈફ’ અંતર્ગત જિલ્લા સ્તરીય પર્યાવરણ જાગૃતિ સેમિનાર યોજાયો

પ્રકાશિત તારીખ : 19/01/2026

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી રમણભાઈ સોલંકીની વિશેષ ઉપસ્થિતિમાં સેમિનારનો પ્રારંભ કરાયો

આણંદ, શનિવાર: જિલ્લા વહીવટી તંત્ર, આણંદ અને આબોહવા પરિવર્તન વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ડી.એન. હાઇસ્કૂલ, આણંદ ખાતે ‘મિશન લાઈફ: પર્યાવરણ અને જીવન’ વિષય પર જિલ્લા સ્તરીય જાગૃતિ સેમિનાર યોજાયો હતો.

 જેનો પ્રારંભ રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.     

આ તકે ઉદબોધન કરતા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૦૪૭ના ‘વિકસિત ભારત’ના સપનાને સાકાર કરવા માટે નાગરિકોનું સારું સ્વાસ્થ્ય, શિક્ષણનું અને શુદ્ધ પર્યાવરણ અનિવાર્ય છે. તેમણે ગમે તેટલી સુખ-સમૃદ્ધિ હોય, પણ જો શરીર સ્વસ્થ ન હોય તો તે નિરર્થક છે તેમ કહી આપણી તંદુરસ્તીનો મુખ્ય આધાર આપણી ‘લાઈફસ્ટાઈલ’ (જીવનશૈલી) હોવાનું જણાવ્યું હતું.

મંત્રીશ્રીએ પર્યાવરણ સાથે સંતુલિત જીવન જીવવાની પ્રેરણા આપતા જણાવ્યું હતું કે, કુદરતી વાતાવરણમાં કામ કરનાર વ્યક્તિ વધુ ઉર્જાવાન અને રોગમુક્ત રહે છે. તેમણે આધુનિક ખોરાકના બદલે આપણા પરંપરાગત ખોરાકને મહત્વ આપવા અને માનસિક તણાવ કે ડિપ્રેશનથી બચવા માટે યોગ, પ્રાણાયામ અને વ્યાયામને જીવનનો હિસ્સો બનાવવા અનુરોધ કર્યો હતો. તેમણે ‘વહેલા ઉઠીને પ્રકૃતિ સાથે સમય વિતાવવા’નું કહી સવારનો સમય સ્વાસ્થ્ય માટે ‘ગોલ્ડન સમય’ છે, જેનો સદુપયોગ પ્રગતિના દ્વાર ખોલે છે તેમ વધુમાં ઉમેર્યું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં આણંદ જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીએ ઉપસ્થિત મહાનુભાવો અને શ્રોતાઓનું સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, કોઈપણ રાષ્ટ્ર કે રાજ્યનો સાચો વિકાસ ત્યારે જ ગણાય જ્યારે ત્યાંના નાગરિકો સ્વસ્થ હોય અને પ્રાકૃતિક સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરતા હોય. તેમણે વડાપ્રધાન શ્રી દ્વારા શરૂ કરાયેલા ‘મિશન લાઈફ’ પર ભાર મૂકતા સમજાવ્યું હતું કે, પર્યાવરણ સંરક્ષણ એ માત્ર સરકારી નીતિ નથી, પરંતુ નાગરિકોની જીવનશૈલીમાં સકારાત્મક ફેરફારો લાવવાનું એક જન આંદોલન છે. ભારત સરકારના ૨૦૭૦ સુધીના ‘નેટ ઝીરો’ કાર્બન ઉત્સર્જનના લક્ષ્યને નિર્ધારિત સમય પહેલા હાંસલ કરવા માટે પાણી અને ઉર્જા બચાવવા તેમજ વધુ વૃક્ષારોપણ કરવા જેવા નાના ડગલાં ભરવા તેમણે યુવાનોને અપીલ કરી હતી.

કલેક્ટરશ્રીએ સ્વાસ્થ્યના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, આણંદમાં ટૂંક સમયમાં નવી સિવિલ હોસ્પિટલની સુવિધા કાર્યરત થશે, પરંતુ માંદગી પછીના ખર્ચ અને મુશ્કેલીઓથી બચવા ‘પ્રિવેન્ટિવ હેલ્થકેર’ (નિવારક સ્વાસ્થ્ય) અનિવાર્ય છે. તેમણે યુવાનોને જંક ફૂડ અને મોડી રાત સુધી મોબાઈલ વાપરવાની આદતો ત્યજીને ‘શ્રી અન્ન’ (મિલેટ્સ) અને પ્રોટીનયુક્ત આહાર અપનાવવા સૂચન કર્યું હતું. અંતમાં, તેમણે ૨૦૪૭ના ‘વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવા માટે દરેક નાગરિકને જવાબદાર જીવનશૈલી અપનાવી પર્યાવરણ સાથે તાલમેલ સાધવા અનુરોધ કર્યો હતો.

મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત અમદાવાદની મેડીલિંગ હોસ્પિટલના ડૉકટર શ્રી મનીષ અગ્રવાલે મેદસ્વિતા અને તેનાથી થતી ગંભીર બિમારીઓ અંગે માર્ગદર્શન આપી માહિતગાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભલે ‘લાઈફસ્ટાઈલ’ એક નાનો શબ્દ છે પરંતુ તેનું યોગ્ય પાલન સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે. ખાસ કરીને ૪૦ વર્ષની વય વટાવ્યા બાદ ‘શારીરિક સક્રિયતા’ રાખવી ખૂબ જરૂરી છે, જેમાં ચાલવું અને યોગ કે મેડિટેશનનો સમાવેશ કરી શકાય છે. તેમણે જ્યુસના સ્થાને આખા ફળો ખાવા જોઈએ અને પ્રોટીન તથા ફાઈબરયુક્ત ઘરનો શુદ્ધ ખોરાક લેવો જોઈએ તેમ જણાવી સ્વાસ્થ્યની જાળવણીમાં ડોક્ટરો માત્ર માર્ગદર્શક છે, પરંતુ અંતે તો વ્યક્તિએ પોતે જ પોતાના શરીર માટે ૨૪ કલાકમાંથી ૧ કલાક ફાળવીને જવાબદારી ઉઠાવવી પડશે તેમ વધુમાં ઉમેર્યું હતુ. તેમણે વધતી જતી મેદસ્વીતાને એક ગંભીર રાષ્ટ્રીય સમસ્યા ગણાવી હતી. આંકડાકીય માહિતી મુજબ, આગામી વર્ષોમાં દર બેમાંથી એક વ્યક્તિ ઓબેસીટીનો શિકાર બની શકે છે, જેની શરૂઆત અત્યારે બાળપણથી જ થઈ રહી છે. આધુનિક સમયમાં આજકાલ પરિવારમાં ‘ડિજિટલ ટોક્સિસિટી’ એટલે કે મોબાઈલ અને ટીવી બતાવીને બાળકોને જમાડવાની આદતને કારણે નાની ઉંમરે જ બાળકોનું BMI વધી જાય છે તેવા કિસ્સાઓ જોવા મળે છે. આદર્શ વજન જાણવા માટે તેમણે એક સરળ ફોર્મ્યુલા આપી કે વ્યક્તિની ઊંચાઈ (સે.મી.માં) માંથી ૧૦૦ બાદ કરવાથી મળતો આંકડો તેનું આદર્શ વજન સૂચવે છે. આમ, બાળપણથી જ ખોટી આદતો સુધારીને ભવિષ્યમાં થનારા ગંભીર રોગોથી બચી શકાય છે તેમ જણાવ્યું હતું.

અન્ય એક મુખ્ય વકતામાં WRI INDIA ના પ્રોગ્રામ લીડ શ્રી મેહુલ પટેલ એ એનર્જી કંઝર્વેશન વિશે વાત કરી હતી. તેમણે બદલાતી જતી આબોહવા અને ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે લડવા માટે ‘મિશન લાઈફ’ એક સબળ માધ્યમ છે. તેમણે દરેક નાગરિકને પોતાના દૈનિક જીવનમાં પર્યાવરણને અનુકૂળ ટેવો કેળવવા અને કુદરતી સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા આહવાન કર્યું હતું. તેમણે મિશન લાઈફનો હેતુ પર્યાવરણ બચાવવા માટે વ્યક્તિગત અને સામુદાયિક સ્તરે નાના ફેરફારો લાવી મોટા પરિવર્તનની દિશામાં આગળ વધવા અંગે જાગૃતિ લાવવાનો છે તેમ જણાવ્યું હતું.

આ તકે ઉપસ્થિત મુખ્ય વક્તા શ્વેતલ શાહ એ ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગની ગંભીર અસરો વિશે વાત કરતા જણાવ્યું હતું કે, વધતા તાપમાનને કારણે હીટ વેવ, પૂર અને દુષ્કાળ જેવી કુદરતી આપત્તિઓ વધી રહી છે, જેની સીધી અસર માનવ સ્વાસ્થ્ય પર પડે છે તેમ કહી બદલાતી જીવનશૈલીને કારણે હવે નાની ઉંમરે પણ ડાયાબિટીસ અને હૃદયરોગના કિસ્સાઓ જોવા મળતી હોવાનું જણાવી તંદુરસ્ત જીવનશૈલી અપનાવવી અનિવાર્ય છે તેમ જણાવ્યું હતું.

વધુમાં તેમણે ‘વન હેલ્થ’ના કન્સેપ્ટ પર ભાર મૂકતા સમજાવ્યું હતું કે માત્ર મનુષ્યો જ નહીં, પરંતુ પશુ-પક્ષીઓ અને પર્યાવરણનું સ્વાસ્થ્ય પણ એટલું જ મહત્વનું છે, કારણ કે પ્રાણીઓમાંથી રોગો મનુષ્યોમાં ફેલાવાની શક્યતા રહેલી છે. તેમણે પર્યાવરણને સુધારવા માટે મનુષ્યની જવાબદારી પર ભાર મૂક્યો હતો. અંતમાં, તેમણે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇમર્જન્સી સેવાઓ જેમ કે ૧૦૮ ને મજબૂત કરવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંઓની પ્રશંસા કરી હતી. તેમણે ઊર્જા અને પર્યાવરણના સંરક્ષણમાં સૌએ એકસાથે સહભાગિતા નોંધાવવી પડશે તેમ જણાવ્યું હતું.

સેમિનારમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ, સાંસદશ્રી મિતેશભાઇ પટેલ, ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવાહુતી, નિવાસી અધિક કલેકટરશ્રી આર.એસ.દેસાઈ, નાયબ કલેક્ટરશ્રી સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

આણંદ ખાતે ‘મિશન લાઈફ’ અંતર્ગત જિલ્લા સ્તરીય પર્યાવરણ જાગૃતિ સેમિનાર યોજાયો

આણંદ ખાતે ‘મિશન લાઈફ’ અંતર્ગત જિલ્લા સ્તરીય પર્યાવરણ જાગૃતિ સેમિનાર યોજાયો

આણંદ ખાતે ‘મિશન લાઈફ’ અંતર્ગત જિલ્લા સ્તરીય પર્યાવરણ જાગૃતિ સેમિનાર યોજાયો

આણંદ ખાતે ‘મિશન લાઈફ’ અંતર્ગત જિલ્લા સ્તરીય પર્યાવરણ જાગૃતિ સેમિનાર યોજાયો

આણંદ ખાતે ‘મિશન લાઈફ’ અંતર્ગત જિલ્લા સ્તરીય પર્યાવરણ જાગૃતિ સેમિનાર યોજાયો

આણંદ ખાતે ‘મિશન લાઈફ’ અંતર્ગત જિલ્લા સ્તરીય પર્યાવરણ જાગૃતિ સેમિનાર યોજાયો

આણંદ ખાતે ‘મિશન લાઈફ’ અંતર્ગત જિલ્લા સ્તરીય પર્યાવરણ જાગૃતિ સેમિનાર યોજાયો

આણંદ ખાતે ‘મિશન લાઈફ’ અંતર્ગત જિલ્લા સ્તરીય પર્યાવરણ જાગૃતિ સેમિનાર યોજાયો

આણંદ ખાતે ‘મિશન લાઈફ’ અંતર્ગત જિલ્લા સ્તરીય પર્યાવરણ જાગૃતિ સેમિનાર યોજાયો

આણંદ ખાતે ‘મિશન લાઈફ’ અંતર્ગત જિલ્લા સ્તરીય પર્યાવરણ જાગૃતિ સેમિનાર યોજાયો

આણંદ ખાતે ‘મિશન લાઈફ’ અંતર્ગત જિલ્લા સ્તરીય પર્યાવરણ જાગૃતિ સેમિનાર યોજાયો

આણંદ ખાતે ‘મિશન લાઈફ’ અંતર્ગત જિલ્લા સ્તરીય પર્યાવરણ જાગૃતિ સેમિનાર યોજાયો

આણંદ ખાતે ‘મિશન લાઈફ’ અંતર્ગત જિલ્લા સ્તરીય પર્યાવરણ જાગૃતિ સેમિનાર યોજાયો