બંધ

આણંદ ખાતે તા.૨૦ માર્ચના રોજ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળશે

પ્રકાશિત તારીખ : 09/03/2026

આણંદ, શનિવાર: જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને આગામી તા.૨૦ માર્ચ, ૨૦૨૬ના શુક્રવારના રોજ સવારના ૧૧-૦૦ કલાકે સરકીટ હાઉસ, આણંદ ખાતેના સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળશે. 

ઉકત સંકલન અને ફરિયાદ સમિતિની ભાગ-૧ ની બેઠક યોજાયા બાદ તરત જ સંકલન સમિતિ ભાગ-૨ ની બેઠક યોજાશે. જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની મળનાર આ બેઠકમાં સંબંધિત તમામ અધિકારીશ્રીઓએ સમયસર ઉપસ્થિત રહેવા આણંદના નિવાસી અધિક કલેકટરશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.