• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આણંદ જિલ્લાના ૩૩ મુસાફરો પૈકી ૩૨ મુસાફરોના પરિવારજનોના ડીએનએ સેમ્પલ લેવાયા

પ્રકાશિત તારીખ : 16/06/2025

આણંદ, શનિવાર: તાજેતરમાં અમદાવાદ ખાતે બનેલ વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના ૩૩ જેટલા પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે.

આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આણંદ જિલ્લાના ૩૩ મૃૃૃૃૃૃતકોના પરિવારજનોના ડીએનએ ટેસ્ટ થયા બાદ મૃતકોની ઓળખ કરીને તેમના મૃતદેહોને અમદાવાદ ખાતેથી આણંદ સુધી લાવવામાં આવશે.

આ ૩૩ મૃતકો પૈકી ૩૨ મૃતકોના પરિવારજનોના ડીએનએ સેમ્પલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લેવામાં આવ્યા છે. આ ડીએનએ નો રિપોર્ટ આવતા ૭૨ કલાક જેટલો સમય લાગે છે, આ ૩૨ પૈકી જે પરિવારજનોના ડીએનએ મેચ થશે તેઓને મૃતકનો મૃતદેહ આપવામાં આવશે.

મૃતકોના મૃતદેહો માટે આણંદ જિલ્લાની ૧૯ જેટલી એમ્બ્યુલન્સમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી છે. તેમાં આણંદ જિલ્લામાં મૃતકના ઘરે લાવવામાં આવશે. આ સમયે આ મૃતકનો  મૃતદેહ લાવનાર એમ્બ્યુલન્સને પોલીસ પાઇલોટિંગ સાથે લાવીને મૃતકના પરિવારજનોને સોંપવામાં આવશે.

જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીની સૂચના મુજબ  આ મૃતદેહોના અંતિમ સંસ્કાર સમયે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ હાજર રહેશે.