જમીન નોંધો
લેન્ડ રેકોર્ડ ની જાળવણી વિવિધ હેતુઓ માટે કરવામાં આવે છે, જેવા કે જમીન મહેસુલ તથા વિવિધ કર ઉઘરાવવા માટે , જે રાજ્યો ની મુખ્ય આવક્નુ સ્ત્રોત હતું.
સમગ્ર રાજ્યની કેડસ્ટ્રલ મોજણી 1960 માં પૂર્ણ કરવામાં આવેલ છે. આ મોજણી લેન્ડ રેકોર્ડ માટે પાયારુપ છે. વેચાણ, વારસાઇ, અને વહેચણી ને કારણે જમીન પર તબદીલી અને ફેરફાર થાય છે. આ ફેરફારોને મ્યુટેશન કહેવામાં આવે છે, જેમને કોમ્પુટરાઇઝ એપ્લીકેશનની મદદ વડે તમામ તાલુકા ઇ-ધરા સેંન્ટેરો દ્વારા અધ્યતન લેંન્ડ રેકોર્ડ ની જાળવણી કરવામાં આવે છે. સંમ્પુર્ણ સીસ્ટમમાં (1) રેકોર્ડ ઓફ રાઇટ્સ ની નકલો નિયત કરેલા કાંઉન્ટર પરથી ફાળવણી (2) મ્યુટેશન માટેની અરજી સ્વીકારવી અને ઓનલાઇન પ્રક્રિયા કરવી નો સમાવેશ થાય છે.
આ શાખા જમીન મહેસૂલ વહિવટ સાથે સંકળાયેલી જીલ્લા કલેક્ટર કચેરીની મહત્વની શાખા છે. આ શાખાની મુખ્યત્વે ચાર ઉપ શાખાઓ છે. દરેક ઉપ શાખાની મુખ્ય કામગીરીની વિગતો નીચે પ્રમાણે છે :
જમીન – ૧ શાખા:
- મુંબઈ જમીન મહેસુલ અધિનિયમ ૧૮૭૯ની કલમ – ૬૫, ૬૫(એ), ૬૫(ખ), ૬૬, ૬૭ હેઠળ બિનખેતી પરવાનગી આપવી.
- આણંદ તાલુકાના ગામોની જમીન નવી શરતમાંથી જુની શરતમાં ફેરવવાના કામે ગ.ધા.ક.-૪૩ ની પરવાનગીના ખેતી/બીનખેતીના કેસોની કામગીરી.
- જમીનોની કિંમત નક્કી કરવા અંગે જિલ્લા જમીન મુલ્યાંકન સમિતિની કામગીરી.
- AVKUDA માં સમાવિષ્ટ કુલ – ૩૪ ગામોની બીન ખેતી અંગેની કામગીરી.
- સંસ્થા/વ્યક્તિ ધ્વારા જમીન માંગણી અંગે જમીન ફાળવણીની કામગીરી.
- સરકારી સંસ્થા/ગ્રામ પંચાયત વિગેરે માટે શૈક્ષણિક/સામાજીક હેતુ જેવા કે, શાળા/છાત્રાલય બાંધકામ, સ્મ્શાન/કબ્રસ્તાન માટે જમીન નીમ કરવાની કામગીરી.
જમીન – ૨ શાખા (આર.ટી.એસ./સી.ટી.એસ.):
- જમીન મહેસુલ અધિનિયમ-૧૮૭૯ ની કલમ-૨૦૩ હેઠળની અપીલ ની કામગીરી.
- પ્રાંત કચેરી દ્રારા નિર્ણયમાં લેવાયેલ કેસોની જમીન મહેસુલ નિયમો-૧૯૭૨ ના નિયમ-૧૦૮ (૬) હેઠળ રીવીઝન ની કામગીરી.
- જમીન મહેસુલ નિયમો-૧૯૭૨ ના નિયમ-૧૦૮ (૬) હેઠળ સ્યુઓમોટો રીવીઝન ની કામગીરી.
- પરચુરણ અપીલ અંગેની કામગીરી.
- રેકર્ડ ઓફ રાઈટસને લગતી પરચુરણ અરજીને લગતી કામગીરી
જમીન – ૩ તથા જમીન – ૪ શાખા:
- આર.આઈ.સી. તપાસણી અંગેની કામગીરી.
- કચેરી તપાસણી અંગેની કામગીરી.
- કચેરી જમાબંધી તપાસણી અંગેની કામગીરી.
- કર્મચારીની દફ્તર તપાસણી અંગેની કામગીરી.
- તલાટીની દફ્તર તપાસણી અંગેની કામગીરી.
- આર.આઈ.સી. (વસુલાત) અંગેની કામગીરી.
- એ.જી.ઓડિટ પારા અંગેની કામગીરી.
- આણંદ જીલ્લાની પાક આનાવારીની કામગીરી.
- જમીન મહેસુલ અંગેનો વાર્ષિક વહીવટી અહેવાલ ની કામગીરી.
- વિધાનસભા પ્રશ્ર્નો અંગેની કામગીરી.
- એસ.આઈ.ટી.ની કામગીરી.
- જમીનની જનરલ કામગીરી.
મુલાકાત: https://anyror.gujarat.gov.in/
જન સેવા કેન્દ્ર
સ્થાન : દરેક મામલતદાર ઓફિસ અને ગ્રામ પંચાયતો | શહેર : મામલતદાર ઓફિસ અને ગ્રામ પંચાયતો