રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના
તારીખ : 15/08/1995 - 31/03/2019 | સેક્ટર: સમાજ કલ્યાણ
હેતુ
- ગરીબી રેખા નીચે જીવતા કુટુંબની મુખ્ય કમાનાર વ્યક્તિનું મ્રુત્યુ થતાં એ કુટુંબના અન્ય લોકોને તાત્કાલીક જીવવાનો સહારો મળી રહે.
ટૂંક પરિચય
- આ યોજના ગરીબી રેખા નીચે જીવતાં આર્થિક સહારો ગુમાવી બેઠેલા કુટુંબને રૂ.૨૦૦૦૦/- ની સહાય કરે છે. ગ્રામિણ વિકાસ મંત્રાલય ધ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવેલ છે. જેના અંતર્ગત ૧૮ થી ૬૪ વર્ષની વય ધરાવતાં વ્યક્તિનાં આકસ્મિક કે કુદરતી મ્રુત્યુ બાદ તેના ઘરની વ્યક્તિને આ સહાય એકવાર આપવામાં આવે છે.
યોજનાની લાક્ષણિકતાઓ
- ગરીબી રેખા નીચે જીવતાં કુટુંબની મુખ્ય કમનાર વ્યક્તિ મ્રુત્યુ પામતાં તેનાં કુટુંબીજનોને રૂ. ૨૦,૦૦૦/-ની આર્થિક સહાય એકવાર મળવાપાત્ર થાય છે.
દસ્તાવેજ
- ગરીબી રેખાનું ઓળખપત્ર.
- રહેઠાંણનો પુરાવો.
- આકસ્મિક કે કુદરતી મ્રુત્યુનો દાખલો.
- નાગરિક્ત્વનો પુરાવો.
લાયકાત
- લાભાર્થી પાસે ગરીબી રેખાનું ઓળખપત્ર હોવું જોઇએ.
- લાભાર્થી ભારતનો નાગરિક હોવો જોઇએ.
- મ્રુત્યુ પામનાર વ્યક્તિની ઉંમર ૧૮-૬૪ વર્ષની હોવી જોઇએ.
લાભાર્થી:
૧૮ વર્ષથી વધુ અને ૬૫ વર્ષથી ઓછી ઉંમરના
લાભો:
રૂ. ૨૦,૦૦૦/-ની આર્થિક સહાય