ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા સહાય યોજના
તારીખ : 15/08/1995 - 31/03/2019 | સેક્ટર: સમાજ કલ્યાણ
હેતુ
- વિધવા સ્ત્રીઓનું પુન:સ્થાપન.
ટૂંક પરિચય
- ગ્રામિણ વિકાસ મંત્રાલય ધ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવેલ છે. જેના અંતર્ગત ૧૮ વર્ષ કે તેથી વધુ વયની ગરીબી રેખા નીચે જીવતી દરેક વિધવાને તથા ભારત સરકારશ્રીના સમયાનુસાર સુધારેલા ધારા-ધોરણો મુજબ લાયકાત ધરાવતાં હોય તેવા લાભાર્થિઓ માટે છે. આ યોજના રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમના ભાગરૂપે ચલાવવામાં આવે છે.
યોજનાની લાક્ષણિકતાઓ
- ગરીબી રેખા નીચે જીવતી ૧૮ વર્ષ કે તેથી વધુ વયની વિધવાઓને રૂ. ૭૦૦/માસ મળવાપાત્ર થશે, જ્યાં સુધી તેણી પુન:લગ્ન ન કરે અથવા તેણીનો પુત્ર ૨૧ વર્ષનો ન થાય ત્યાં સુધી તેને સહાય મળવાપાત્ર છે.
દસ્તાવેજ
- ગરીબી રેખાનું ઓળખપત્ર.
- રહેઠાંણનો પુરાવો.
- ઉંમરનો પુરાવો.
- નાગરિક્ત્વનો પુરાવો.
લાયકાત
- લાભાર્થી પાસે ગરીબી રેખાનું ઓળખપત્ર હોવું જોઇએ.
- લાભાર્થી ભારતનો નાગરિક હોવો જોઇએ.
- લાભાર્થી ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતી હોવી જોઇએ.
લાભાર્થી:
18 કે તેથી વધુ વયના બીપીએલ કુટુંબની વિધવા
લાભો:
દર મહિને ૭૦૦/- ની રકમ મેળશે
કેવી રીતે અરજી કરવી
અરજદારને સત્તાવાર વેબસાઇટ https://goo.gl/EMgUZF પર લૉગ ઇન કરવું પડશે
જુઓ (159 KB)