પ્રેસનોટ- જાહેરાત

Filter by:
કોઈ ફોટો નથી

આંકલાવ આઈ.ટી.આઈ ના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસની લીધી મુલાકાત

પ્રકાશિત ક્યારે થયું: 27/01/2026

આણંદ જિલ્લાની સંસ્થાઓ ફાયર સેફટીની જાણકારી મેળવવા માટે આણંદ ફાયર બ્રિગેડની મુલાકાત લે આણંદ, શુક્રવાર: કરમસદ આણંદ મહાનગર પાલિકા સંચાલિત આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા ડિઝાસ્ટરના સમયે કરવામાં આવતી કામગીરી જેમાં ઈમરજન્સી રેસ્ક્યુ વિહિકલના ઇક્યુપમેન્ટનો ઉપયોગ,આગ ના પ્રકાર અને આગ બુઝાવવાની પદ્ધતિઓ, ફાયર ફાઈટિંગ નું પ્રેક્ટિકલ ડેમોસ્ટ્રેશન જેવી કામગીરી કરવામાં આવે છે. ડિઝાસ્ટરના સમયે […]

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા પીએમ સ્વનિધિ યોજના હેઠળની સહાયનું કરાયું વિતરણ

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા પીએમ સ્વનિધિ યોજના હેઠળની સહાયનું કરાયું વિતરણ

પ્રકાશિત ક્યારે થયું: 27/01/2026

80 જેટલા લાભાર્થીઓની મંજૂર કરવામાં આવી લોન આણંદ, શુક્રવાર: પી. એમ. સ્વનિધિ યોજના હેઠળ દેશમાં ૧ લાખ લાભાર્થીઓને લોન વિતરણ અને ક્રેડિટ કાર્ડનો શુભારંભ કાર્યક્રમ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે કેરળના તિરુવનંતપુરમ ખાતે યોજાયો હતો. જેને સમાંતર કાર્યક્રમ કરમસદ આણંદ મહાનગરપાલિકાના એન યુ એલ એમ વિભાગ દ્વારા મહાનગરપાલિકાના સભાખંડ ખાતે યોજવામાં આવ્યો હતો. આણંદ ખાતે […]

બોરસદ ખાતે નવી વિભાગીય નાયબ પોલીસ અધિકારી કચેરીનું કરાયું ઉદઘાટન

બોરસદ ખાતે નવી વિભાગીય નાયબ પોલીસ અધિકારી કચેરીનું કરાયું ઉદઘાટન

પ્રકાશિત ક્યારે થયું: 27/01/2026

પ્રજાની જન સુખાકારીમાં વધારો થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ-મંત્રી શ્રી રમણભાઈ સોલંકી સેવા, સુરક્ષા અને શાંતિ ના મૂળ મંત્રને ચરિતાર્થ કરવા પોલીસ વિભાગ સક્ષમ-રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ આણંદ, શુક્રવાર: રાજ્યના ગૃહ વિભાગ દ્વારા લોકોની સુરક્ષા અને સલામતી માં વધારો થાય તે હેતુથી બોરસદ ખાતે નવી ડીવાયએસપી કચેરી મંજૂર કરવામાં આવી છે. જેનો પ્રારંભ […]

કોઈ ફોટો નથી

જિલ્લા પંચાયત આણંદ ખાતે ૨૬મી જાન્યુઆરી ‘પ્રજાસત્તાક પર્વ’ની ઉજવણી કરાશે

પ્રકાશિત ક્યારે થયું: 27/01/2026

જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલના હસ્તે થશે ધ્વજવંદન આણંદ, શુક્રવાર: ભારતના ૭૭મા પ્રજાસત્તાક દિનની ગરિમાપૂર્ણ ઉજવણીના ભાગરૂપે આણંદ જિલ્લા પંચાયત દ્વારા ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન આગામી તારીખ ૨૬ જાન્યુઆરી, ૨૦૨૬ ને સોમવારના રોજ સવારે 10-00 કલાકે, બોરસદ ચોકડી પાસે, જિલ્લા પંચાયત, આણંદ ખાતે કરવામાં આવ્યું છે.   આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હસમુખભાઈ ડી. પટેલના […]

આણંદ ખાતે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

આણંદ ખાતે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

પ્રકાશિત ક્યારે થયું: 22/01/2026

કુલ ૦૭ પ્રશ્નોનો જિલ્લા કલેકટરશ્રી દ્વારા કરાયો હકારાત્મક નિકાલ આણંદ, ગુરૂવાર: જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, આણંદ ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે આયોજિત આ જિલ્લા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારોની ફરિયાદોને હકારાત્મક અભિગમ આપીને જિલ્લા કક્ષાએથી વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં […]

કોઈ ફોટો નથી

ખંભાત ખાતે 77 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાશે

પ્રકાશિત ક્યારે થયું: 22/01/2026

મહેસુલ રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મહિડાના વરદ હસ્તે ધ્વજવંદન સમારોહ યોજાશે આણંદ, ગુરૂવાર: ભારતના 77 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી અને આણંદ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી તારીખ 26મી જાન્યુઆરી 2026 ને સોમવારના રોજ ખંભાત ખાતે શ્રી જબરેશ્વર ઇન્ટરનેશનલ સ્કૂલ, નગરા રોડ ખાતે સવારે 9:00 કલાકે મહેસુલ રાજ્યમંત્રી શ્રી અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી સંજય સિંહ મહિડાના […]

પેટલાદની એન.કે.હાઇસ્કૂલ ખાતે ‘મિશન લાઈફ પર્યાવરણ અને જીવન‘ જિલ્લા સ્તરીય જાગૃતિ સેમિનાર યોજાયો

પેટલાદની એન.કે.હાઇસ્કૂલ ખાતે ‘મિશન લાઈફ પર્યાવરણ અને જીવન‘ જિલ્લા સ્તરીય જાગૃતિ સેમિનાર યોજાયો

પ્રકાશિત ક્યારે થયું: 22/01/2026

રાજ્ય નાણાં મંત્રીશ્રી કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સેમિનારનો કરાયો પ્રારંભ -: મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ :- “ગાય, ગંગા અને ગાયત્રીની સંસ્કૃતિ યાદ અપાવવાનું કાર્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું” “સ્વસ્થ અને વિકસિત ભારતના નિર્માણ માટે ‘શ્રી અન્ન’ (મિલેટ્સ) જરૂરી” આણંદ, ગુરૂવાર: જિલ્લા વહીવટી તંત્ર, આણંદ અને આબોહવા પરિવર્તન વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આજે પેટલાદની એન.કે.હાઇસ્કૂલ […]

કોઈ ફોટો નથી

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ૨૬મી જાન્યુઆરી ‘પ્રજાસત્તાક પર્વ’ની ભવ્ય ઉજવણી કરાશે

પ્રકાશિત ક્યારે થયું: 22/01/2026

અખંડ ભારત ઉદ્યાન, કરમસદ ખાતે મ્યુનિસિપલ કમિશનર શ્રી મિલિંદ બાપનાના હસ્તે થશે ધ્વજવંદન આણંદ, ગુરૂવાર: ભારતના ૭૭મા પ્રજાસત્તાક દિનની ગરિમાપૂર્ણ ઉજવણીના ભાગરૂપે કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન આગામી તારીખ ૨૬ જાન્યુઆરી, ૨૦૨૬ ને સોમવારના રોજ સવારે ૮:૦૦ કલાકે, કરમસદ આણંદ મહાનગરપાલિકા સંચાલિત અખંડ ભારત ઉદ્યાન, કરમસદ ખાતે કરવામાં આવ્યું છે.   આ પ્રસંગે મહાનગર […]

ખંભાત ખાતે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો

ખંભાત ખાતે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો

પ્રકાશિત ક્યારે થયું: 21/01/2026

કુલ 14 પ્રશ્નોનો જિલ્લા કલેકટરશ્રી દ્વારા કરવામાં આવ્યો હકારાત્મક નિકાલ આણંદ,બુધવાર: જિલ્લા કલેકટર શ્રી  પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી, ખંભાત ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે આયોજિત આ કાર્યક્રમમાં અરજદારોની ફરિયાદોને હકારાત્મક અભિગમ આપીને વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખંભાત તાલુકા […]

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા બાકી વેરો રૂપિયા 12.20 લાખ ઉપરાંતની રકમ ભરપાઈ ન કરનાર 57 દુકાનો કરવામાં આવી સીલ

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા બાકી વેરો રૂપિયા 12.20 લાખ ઉપરાંતની રકમ ભરપાઈ ન કરનાર 57 દુકાનો કરવામાં આવી સીલ

પ્રકાશિત ક્યારે થયું: 21/01/2026

આણંદ, બુધવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપનાની સુચના મુજબ ટેક્સ વિભાગના રિકવરી ટીમ દ્વારા મનપા વિસ્તારમાં આવેલ મિલકતોનો બાકી પડતો વેરો જમા કરાવે તે માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત આણંદ સોજીત્રા રોડ ઉપર આવેલ મધુબન રિસોર્ટ ની સામે સ્વયં શેફાયર કૉપ્લેક્સમાં બાકી વેરો રૂપિયા 12,20,963 ભરપાઈ ન કરનાર […]