પ્રેસનોટ- જાહેરાત
આણંદ જિલ્લા પોલીસ યુનિટમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે યોજાયો મેડિકલ ચેકઅપ કેમ્પ
પ્રકાશિત ક્યારે થયું: 20/02/2026આજે પ્રથમ દિવસે 113 પોલીસ વિભાગના અધિકારી કર્મચારીઓની મેડિકલ તપાસ પૂર્ણ બાકી રહેલ પોલીસ વિભાગના અધિકારી કર્મચારીઓનો મેડિકલ કેમ્પ આવતા સપ્તાહે યોજાશે આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લા પોલીસ યુનિટમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ખાસ કરીને 50 વર્ષ કરતાં વધુ ઉંમરના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ નો મેડિકલ ચેકઅપ કેમ્પ આણંદ ખાતેની બી એન. પટેલ પેરામેડિકલ ઇન્સ્ટિટયૂટ […]
આણંદ જનરલ હોસ્પિટલ ખાતે નાગરિકો માટે વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ
પ્રકાશિત ક્યારે થયું: 20/02/2026જાન્યુઆરી 2025 થી ડિસેમ્બર 2025 દરમિયાન 1.70 લાખ ઉપરાંત દર્દીઓની ઓપીડી માં નોંધણી થઈ 60 હજારથી વધુ દર્દીઓએ દાખલ થઈને મેળવી સારવાર દર મહિને 200 ઉપરાંત મહિલાઓની પ્રસુતિ કરાવવામાં આવી કિડની ફેલ્યર દર્દીઓ માટે 24×7 ડાયાલિસિસની સુવિધા ઉપલબ્ધ વર્ષ દરમિયાન 1,032 જેટલા મેજર ઓપરેશન કરાયા 7.98 લાખ ઉપરાંત દર્દીઓના લેબોરેટરી ટેસ્ટ કરાયા PM JAY યોજનાના […]
તા. 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાઓ થશે શરૂ
પ્રકાશિત ક્યારે થયું: 19/02/2026આણંદ જિલ્લામાં ધોરણ 10 ના 31914, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 14893 અને વિજ્ઞાન પ્રવાહના 4159 વિદ્યાર્થીઓ મળીને કુલ 50966 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે બોર્ડનો હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર 1800 233 5500 છે દિવ્યાંગ ઉમેદવારો માટે ગ્રાઉન્ડ ફ્લોર પર અલગ બ્લોગની વ્યવસ્થા ઉપરાંત ઉમેદવારને લહિયાની જરૂરિયાત હોય તો મળશે દરેક બ્લોક, બિલ્ડીંગ અને ક્લાસરૂમ ખાતે સીસીટીવી […]
ખેડૂતોની આર્થિક ઉન્નતિ અને આત્મનિર્ભરતાનો માર્ગ એટલે પ્રાકૃતિક ખેતી
પ્રકાશિત ક્યારે થયું: 19/02/2026માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણનું સંરક્ષણ કરતી પ્રાકૃતિક ખેતીના વિવિધ ફાયદાઓ આણંદ, ગુરૂવાર: પ્રાકૃતિક ખેતી કોઇપણ રસાયણ પર આધારિત નથી જેથી ખેડૂતોને રસાયણ પર થતા ખર્ચથી બચાવે છે તેમજ ખેત ઉત્પાદનમાં ઘટાડો કર્યા વિના જળ, જમીન અને પર્યાવરણનું સંવર્ધન કરે છે તેથી તેને પર્યાવરણ મિત્ર ખેતી પણ કહેવામાં આવે છે. એટલે જ ખેતીને પ્રકૃતિની પ્રયોગશાળા સાથે […]
રેશનિંગ વ્યવસ્થામાં ડિજિટલ ક્રાંતિ: ગુજરાતમાં CBDC આધારિત પાયલટ પ્રોજેક્ટનો પ્રારંભ
પ્રકાશિત ક્યારે થયું: 19/02/2026મહત્વાકાંક્ષી પાયલટ પ્રોજેક્ટ માટે ગુજરાતના પસંદગીના ચાર કેન્દ્રોમાં આણંદ જિલ્લાનો કરાયો સમાવેશ અંગૂઠો લગાવવાની ઝંઝટમાંથી મુક્તિ: CBDC ડિજિટલ ટોકન દ્વારા રેશનિંગ વિતરણમાં પારદર્શિતાનો નવો યુગ લાભાર્થીઓને મળતી કૂપનની તમામ વિગતો ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ રહેશે આણંદ, બુધવાર: ભારતીય અર્થતંત્રમાં ડિજિટલ ક્રાંતિના એક નવા અધ્યાય તરીકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પ્રેરિત CBDC (Central Bank Digital Currency) […]
આણંદ જિલ્લાના તમાકુનો પાક લેતા ખેડૂતો માટે માર્ગદર્શન
પ્રકાશિત ક્યારે થયું: 19/02/2026વાદળછાયા વાતાવરણથી તમાકુમાં મોલોમસીનો ઉપદ્રવ અટકાવવા આટલુ કરવુ… તમાકુના પાકમાં જીવાત નિયંત્રણ માટે ખેડૂતોને વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવા અનુરોધ આણંદ, બુધવાર: આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પ્રવર્તી રહેલા વાદળછાયા વાતાવરણને કારણે તમાકુના પાકમાં મોલોમસીનો ઉપદ્રવ જોવા મળ્યો છે.જે અંગે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ચિંતન પટેલ દ્વારા ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામા આવ્યુ છે અને ખેડૂતોને પાકની ગુણવત્તા […]
આણંદ જિલ્લાના ૧૫ થી ૨૯ વર્ષના યુવક-યુવતીઓ માટે યુથ એસેમ્બલી કાર્યક્રમ યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 19/02/2026નક્કી કરેલા વિષયો ઉપર ગુજરાતી, હિન્દી કે અંગ્રેજીમાં પાંચ મિનિટ વક્તવ્ય આપવાનું રહેશે આણંદ, બુધવાર: કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી,આણંદ દ્વારા આણંદ જિલ્લાના ૧૫ થી ૨૯ વર્ષના યુવક-યુવતીઓ માટે યુથ એસેમ્બલી કાર્યક્રમ ૨૦૨૫-૨૬ નું આયોજન કરવામાં આવનાર છે. લોકશાહી શાસન વ્યવસ્થાના મૂલ્યો યુવા વર્ગમાં વિકસે, […]
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા આણંદની સુવિધા નર્સિંગ હોમ અને સંજીવની હોસ્પિટલને BU પરમિશન ન હોવાથી કરાયો રૂપિયા 01 લાખનો દંડ
પ્રકાશિત ક્યારે થયું: 19/02/2026હોસ્પિટલના સંચાલકોને દિન 10 માં સક્ષમ ઓથોરિટી પાસેથી જરૂરી પરવાનગીઓ રજૂ કરવા નોટીસ આપવામાં આવી આણંદ, બુધવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા આકસ્મિક આણંદ શહેરના અહિંસા ચોક પાસે આવેલ સુવિધા નર્સિંગ હોમ અને મહાવીર માર્ગ ઉપર આવેલ સંજીવની હોસ્પિટલની મુલાકાત લીધી હતી. કરમસદ આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા સુવિધા નર્સિંગ હોમ […]
આણંદ જિલ્લામાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) ફાઇનલ રોલ (આખરી મતદારયાદી) ની પ્રસિદ્ધિ
પ્રકાશિત ક્યારે થયું: 18/02/2026આણંદ જિલ્લામાં 15,89,187 મતદારો ફાઇનલ યાદીમાં રહ્યા આણંદ ખાતે નિવાસી અધિક કલેકટર શ્રી આર.એસ. દેસાઈએ યોજી પત્રકાર પરિષદ આણંદ, મંગળવાર: ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત કુલ 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) તા.૦૪/૧૧/૨૦૨૫થી શરૂ કરવામા આવેલ હતી. જે અંતર્ગત આણંદ જિલ્લામા મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ(SIR)ના વિવિધ તબક્કા દરમ્યાન […]
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ભયજનક જાહેરાતનું સ્ટ્રક્ચર દૂર કરાયું
પ્રકાશિત ક્યારે થયું: 18/02/2026આણંદ, સોમવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા સરદાર પટેલ રાજપથ માર્ગ પર ક્રિષ્ના કોર્નર સામે આવેલ ખાનગી પ્લૉટમાં જાહેરાતનું સ્ટ્રક્ચર ભયજનક જણાતા અને અકસ્માત થવાની શક્યતા હોય તેવી સંભાવના ને કારણે તથા કોઈપણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય અને લોકોને તેનાથી તકલીફ ન પડે તે ધ્યાને લઈને તાત્કાલિક અસરથી મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરીને ખાનગી પ્લોટમાં […]