પ્રેસનોટ- જાહેરાત
આણંદના ચિખોદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો: 28 યુનિટ રક્ત એકત્રિત કરાયું
પ્રકાશિત ક્યારે થયું: 18/06/2026માનવતાના કાર્યમાં સહભાગી થવા બદલ રેડ ક્રોસ સોસાયટીના હોદ્દેદારો દ્વારા રક્તદાતાઓનું સન્માન આણંદ, બુધવાર, આણંદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી, આણંદ દ્વારા માનવતાના કાર્યમાં સહભાગી થવા માટે ચિખોદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પિયુષ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ આ આયોજનને […]
ચોમાસામાં ભારે વરસાદ ના કારણે ઉદભવતી પરિસ્થિતિ નિવારવા કરમસદ-આણંદ મહાનગરપાલિકા સજ્જ
પ્રકાશિત ક્યારે થયું: 18/06/20261420 કેચપીટોની સફાઈ પૂર્ણ કરાઈ વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે તંત્ર એક્શન મોડમાં 07 ડીવોટરિંગ પંપ અને જેસીબી મશીનો તૈનાત કરમસદ-આણંદ મહાનગરપાલિકામાં પ્રિ-મોન્સૂન કામગીરીનો ધમધમાટ: નીચાણવાળા વિસ્તારોમાં જળ નિકાલ માટે નવી નિક બનાવવામાં આવી નાગરિકોને ડ્રેનેજ લાઈનોમાં કચરો ન ફેંકવા અને સહયોગ આપવા મહાનગરપાલિકાની અપીલ આણંદ, બુધવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સુચના અને […]
તા.19 જૂન ના રોજ આણંદ ખાતે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત લાભાર્થીઓને લાભોનો બીજો હપ્તો વિતરિત કરવાનો કાર્યક્રમ યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 18/06/2026આણંદ, બુધવાર , કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO), પ્રાદેશિક કચેરી, વટવા દ્વારા તા. ૧૯, જૂનના રોજ આણંદ સ્થિત વિઠ્ઠલ ઉદ્યોગનગર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન હોલ ખાતે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના (PMVBRY) હેઠળ પાત્ર કર્મચારીઓ અને માલિકોને પ્રોત્સાહક લાભો જાહેર કરવા માટેનો પ્રાદેશિક કાર્યક્રમ યોજાશે. આણંદના પ્રભારી મંત્રી શ્રી સંજ્યસિંહ મહિડાની પ્રેરક ઉપસ્થિતિમાં બપોરના ૪.૩૦ કલાકે યોજાનાર […]
આણંદ જિલ્લામાં માર્ગ સલામતીના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે આર.ટી.ઓ.(RTO)ની કડક કાર્યવાહી
પ્રકાશિત ક્યારે થયું: 17/06/2026ઓવરલોડ વાહનો સામે કાર્યવાહી કરી આર.ટી.ઓ. કચેર દ્વારા રૂપિયા ૩૯.૮૬ લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો આણંદ આર.ટી.ઓ. દ્વારા કુલ ૫,૪૧૯ વાહનો ડિટેઈન/દંડિત કરી કુલ રૂપિયા ૧.૬૨ કરોડથી વધુની રકમના દંડની વસૂલાત કરવામાં આવી છેલ્લા ૩ માસમાં અકસ્માત માટે જવાબદાર એવા કુલ ૧૬ વાહનચાલકોના ડ્રાઇવિંગ લાઇસન્સ આર.ટી.ઓ. દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા આણંદ, મંગળવાર , આણંદ જિલ્લામાં […]
આણંદ જિલ્લામાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની પૂરક પરીક્ષાને અનુલક્ષીને જાહેર કરાયેલ પ્રતિબંધો ૨૦ જૂન સુધી અમલી રહેશે
પ્રકાશિત ક્યારે થયું: 17/06/2026આણંદ, મંગળવાર , આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ તેમને મળેલ સત્તાની રૂએ આગામી તા.૨૦/૦૬/૨૦૨૬ સુધી આણંદ જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજાનાર ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ (સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ) ની પૂરક પરીક્ષાને ધ્યાને લઈને પરીક્ષાના દિવસ દરમિયાન કેટલાંક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે. આ જાહેરનામામાં જણાવ્યા […]
આણંદ જિલ્લામાં ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ)ના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ
પ્રકાશિત ક્યારે થયું: 17/06/2026આણંદ, મંગળવાર , “ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ)” જેને ગ્લુ-બોર્ડ અથવા સ્ટીકી તરીકે પણ ઓળખવામાં આવે છે અને જેનો ઉપયોગ મોટાભાગે ઉંદરોને પકડવા માટે થાય છે તે પ્રતિબંધિત છે. જ્યારે ઉંદર ગ્લુટ્રેપ વાળી સપાટી પર ચાલે છે અથવા ઉતરે છે ત્યારે ગુંદરની જાળમાં પકડાયા પછી પોતાની રીતે મુક્ત કરવામાં અસમર્થ છે. જેના પરીણામે ડી-હાઈડ્રેશન, ભુખમરો અને […]
આણંદ જિલ્લામાં જૂન માસના ‘જિલ્લા’ અને ‘તાલુકા સ્વાગત’ કાર્યક્રમની તારીખમાં ફેરફાર
પ્રકાશિત ક્યારે થયું: 17/06/2026મુખ્યમંત્રીશ્રીના સ્વાગત કાર્યક્રમ અન્વયે આણંદ જિલ્લા અને તાલુકા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમ હવે તા.૨૨મી જૂને યોજાશે આણંદ,મંગળવાર, આણંદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા માહે જૂન-૨૦૨૪ ના “જિલ્લા સ્વાગત કાર્યક્રમ” અને “તાલુકા સ્વાગત કાર્યક્રમ” ની નિયત તારીખોમાં વહીવટી કારણોસર ફેરફાર કરવામાં આવ્યો છે. આણંદ જિલ્લામાં અગાઉ અલગ-અલગ દિવસોએ યોજાનાર આ બંને કાર્યક્રમો હવે આગામી તારીખ ૨૨/૦૬/૨૦૨૪, સોમવારના […]
બોરસદ ખાતે ખેડૂત સંગોષ્ઠિ અને PM-PRANAM જાગૃતિ કાર્યક્રમ યોજાયો
પ્રકાશિત ક્યારે થયું: 17/06/2026બોરસદ APMC ખાતે આધુનિક ખેતી અને ખાતરના સંતુલિત ઉપયોગ અંગે ૧૨૫ જેટલા ખેડૂતોને તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અપાયું આણંદ, મંગળવાર, ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ દ્વારા તેના સુવર્ણ જયંતી વર્ષની ઉજવણીના ભાગરૂપે બોરસદ સ્થિત એપીએમસી હોલ ખાતે ખેડૂત સંગોષ્ઠિ અને PM-PRANAM જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એરિયા મેનેજર શ્રી એ. આર. નંદાણીએ GNFCની […]
આંકલાવના ગંભીરામાં મહી નદીના પટમાં ખનીજ માફિયાઓ પર તંત્રનો દરોડો, 53 લાખનો મુદ્દામાલ જપ્ત
પ્રકાશિત ક્યારે થયું: 17/06/2026આણંદ કલેક્ટરની સૂચનાથી ખાણ-ખનિજ વિભાગની મોટી કાર્યવાહી: ગેરકાયદે રેતી ખનન કરતા સાધનો સીઝ કરાયા આણંદ, મંગળવાર, આણંદ જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનનની પ્રવૃત્તિઓ સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ ખાણ-ખનિજ વિભાગે આકસ્મિક તપાસ હાથ ધરીને મહી નદીના પટમાં ચાલતા રેતીના ગેરકાયદેસર કારોબારનો પર્દાફાશ કર્યો […]
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા જન કલ્યાણ શિબિર યોજાઇ
પ્રકાશિત ક્યારે થયું: 17/06/2026મનપાના NULM – UCD વિભાગની અનોખી પહેલ, પીએમ સ્વનિધિ અને આયુષ્યમાન કાર્ડના વિતરણથી સેંકડો પરિવારો લાભાન્વિત આત્મનિર્ભરતા તરફ કદમ: કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૫ થી ૫૦ હજાર સુધીની લોન સહાયના ચેકોનું મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિતરણ આણંદ, મંગળવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકાના NULM – UCD વિભાગ દ્વારા છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના લાભો પહોંચાડવાના ઉમદા હેતુ સાથે ‘જન […]