પ્રેસનોટ- જાહેરાત
આણંદ ખાતે તા.23 જુલાઈના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 06/07/2026અરજદારો તા. 10 જુલાઈ સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે સ્વાગત પોર્ટલ swagat.gujarat.gov.in પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે જે કચેરી નો પ્રશ્ન હોય ત્યાં પ્રથમ અરજી કરેલ હોવી જરૂરી આણંદ, શનિવાર , આણંદ જિલ્લાનો જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા.23/07/2026 ને ગુરુવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કોન્ફરન્સ હોલ, કલેક્ટર કચેરી,આણંદ ખાતે યોજાશે. આણંદ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ […]
કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ
પ્રકાશિત ક્યારે થયું: 06/07/2026નાગરિકોની સુવિધા માટે મહાનગરપાલિકા સજ્જ: શહેરના વિવિધ વિસ્તારોમાં ડ્રેનેજ સફાઈ અભિયાન તેજ આણંદ, શનિવાર, કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીના ઝડપી અને અસરકારક નિકાલ માટે વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી છે. વરસાદી મોસમ દરમિયાન નાગરિકોને પાણી ભરાવવાની સમસ્યાથી મુક્તિ મળે, વાહનવ્યવહારની અવરજવરમાં કોઈ અવરોધ ન આવે અને આરોગ્ય સંબંધિત […]
આણંદ જિલ્લામાં તા.22 જુલાઈના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 06/07/2026અરજદારો તા.10 જુલાઈ સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે સ્વાગત પોર્ટલ swagat.gujarat.gov.in પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે આણંદ, શનિવાર , આણંદ જિલ્લામાં જુલાઈ મહિનાનો તાલુકા કક્ષાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ આગામી તા.22/07/2026 ને બુધવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે સંબંધિત તાલુકાની મામલતદાર કચેરીઓ ખાતે તેમજ આણંદ તાલુકા શહેર/ગ્રામ્ય કક્ષાનો કાર્યક્રમ તાલુકા પંચાયત કચેરી, આણંદ ખાતે યોજાશે. આણંદ […]
આણંદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં પેટલાદની એસ.એસ. હોસ્પિટલ ખાતે જીલ્લા રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ
પ્રકાશિત ક્યારે થયું: 06/07/2026પેટલાદ એસ.એસ. હોસ્પિટલની ઉત્કૃષ્ટ કામગીરી: વર્ષ દરમિયાન ૨.૨૮ લાખથી વધુ દર્દીઓએ ઓ.પી.ડી. સેવાનો લાભ લીધો સરકારશ્રીની પીએમજેએવાય યોજના હેઠળ હોસ્પિટલે ૭.૮૩ કરોડથી વધુના ક્લેઈમ મેળવી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી આણંદ, શનિવાર, આણંદ જિલ્લાના પેટલાદ સ્થિત એસ.એસ. હોસ્પિટલની કામગીરીની સમીક્ષા કરવા અને આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જીલ્લા રોગી કલ્યાણ […]
આણંદ જિલ્લા પંચાયત શ્રી પ્રમુખ મયુરીબેન પટેલના હસ્તે બોરસદ તાલુકામાં ૮૪.૬૦ લાખના ખર્ચે નવનિર્મિત ૦૪ આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ
પ્રકાશિત ક્યારે થયું: 06/07/2026GSPC ના સહયોગથી બોરસદના ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ અને પોષણના નવા દ્વાર ખુલ્યા: ચાર ગામોને મળી અદ્યતન આંગણવાડીની ભેટ આણંદ, શનિવાર, આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં બાળ કલ્યાણ અને પાયાના શિક્ષણને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મયુરીબેન પટેલના વરદ હસ્તે બોરસદ તાલુકાના વિવિધ ગામોમાં કુલ ચાર નવનિર્મિત […]
આણંદની ‘ત્રિભુવન’ સહકારી યુનિવર્સિટી ખાતે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં સહકાર સપ્તાહની ઉજવણી કરાઈ
પ્રકાશિત ક્યારે થયું: 06/07/2026વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી- સહકારી મૂલ્યો અને વિકાસ એ જ સાચા વિકાસનો મજબૂત પાયો છે ‘ખેડૂત પ્રથમ’ અભિગમને કારણે બનાસ ડેરી એશિયાની સૌથી મોટી સહકારી સંસ્થા બની સહકારી સંસ્થાઓને ભવિષ્ય માટે સજ્જ કરવામાં ‘ત્રિભુવન’ યુનિવર્સિટી જેવી સંસ્થાઓની ભૂમિકા મહત્વની આણંદ, શનિવાર, આણંદ સ્થિત ‘ત્રિભુવન’ સહકારી યુનિવર્સિટી ખાતે આયોજિત સહકાર સપ્તાહની ઉજવણીમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ […]
આણંદ જિલ્લાની આંગણવાડીઓમાં શિક્ષણનો નવતર પ્રયોગ: ‘હૂંફ અને સ્મિત’ સાથે ભૂલકાઓનું ભાવભીનું સ્વાગત
પ્રકાશિત ક્યારે થયું: 04/07/2026સંકલિત બાળ વિકાસ સેવા યોજના દ્વારા આંગણવાડીના બાળકો માટે આનંદમય અને ગુણવત્તાસભર શિક્ષણનો પ્રારંભ આણંદ જિલ્લામાં આંગણવાડી કેન્દ્રો બન્યા સ્નેહ અને શિક્ષણનું સંગમસ્થાન: નવીન પ્રવૃત્તિઓ દ્વારા સર્વાંગી વિકાસ પર ભાર આણંદ, શુક્રવાર, આણંદ જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત સંકલિત બાળ વિકાસ સેવા યોજના (ICDS) દ્વારા આંગણવાડી કેન્દ્રોમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણને વધુ અસરકારક, […]
આણંદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન: કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની પ્રેરક ઉપસ્થિતિ
પ્રકાશિત ક્યારે થયું: 04/07/2026માનવ કલ્યાણના ઉમદા હેતુ સાથે આણંદમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો: અધિકારીઓ-કર્મચારીઓએ કર્યું રક્તદાન “રક્તદાન એ જ શ્રેષ્ઠ દાન”: આણંદ જિલ્લાના વહીવટી સ્ટાફે માનવસેવા કાજે રક્ત અર્પણ કર્યું આજની રક્તદાન શિબિરમાં 75 યુનિટ રક્ત એકત્રિત કરાયું આણંદ, શુક્રવાર, આણંદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, આણંદ અને જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના સહયોગથી માનવ કલ્યાણના ઉમદા હેતુ […]
આણંદના નાવલી ખાતે NCC ના ફાયરિંગ પ્રેક્ટિસ કેમ્પને પગલે જનતા અને પશુઓની હેરફેર પર મનાઈ
પ્રકાશિત ક્યારે થયું: 04/07/2026આણંદ, શુક્રવાર, આણંદ જિલ્લાના નાવલી ખાતે આવેલી એન.સી.સી. લીડરશીપ એકેડમીમાં આગામી સમયમાં યોજાનારા વાર્ષિક ફાયરિંગ પ્રેક્ટિસ કેમ્પને ધ્યાનમાં રાખીને આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી લલિતકુમાર એ. પટેલે એક જાહેરનામું બહાર પાડીને તા. 20/07/2026 થી તા.29/07/2026 સુધી નિર્ધારિત દિવસો દરમિયાન નિર્દિષ્ટ વિસ્તારમાં લોકો અને પશુઓની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો છે. જાહેરનામાની વિગતો અનુસાર, આણંદ (રૂરલ) […]
ઉમરેઠ ખાતે ‘કામકાજના સ્થળે થતી જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩’ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
પ્રકાશિત ક્યારે થયું: 04/07/2026આણંદ, શુક્રવાર, કમિશનરશ્રી, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પ્રેરિત અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, આણંદ દ્વારા તાજેતરમાં ઉમરેઠના બ્લોક રિસોર્સ સેન્ટર ખાતે ‘કામકાજના સ્થળે થતી જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩’ વિષય પર એક મહત્વપૂર્ણ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રીએ પ્રાસંગિક ઉદબોધન આપતા મહિલાઓના કાર્યસ્થળે સુરક્ષા અને ગરિમા […]