પ્રેસનોટ- જાહેરાત

Filter by:
કોઈ ફોટો નથી

આણંદના મૃતકના પરિવારને માત્ર ૧૫ દિવસમાં જ ₹. ૨ લાખની વીમાની રકમ અપાઈ

પ્રકાશિત ક્યારે થયું: 09/05/2025

પ્રધાનમંત્રી જીવન સુરક્ષા વીમા યોજના હેઠળ સહાયનો ચેક આપતા આણંદ જિલ્લા કલેક્ટરશ્રી. આણંદ, શુક્રવાર: આણંદના સરદાર ગંજ ખાતે આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં પોતાનું ખાતું ધરાવનાર શ્રી જગદીશભાઈ પ્રજાપતિને અકસ્માત થવાથી તેઓ મૃત્યુ પામ્યા હતા. તેમણે બેંક માં રૂપિયા ૪૩૬/- કપાવીને પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના અંતર્ગત વીમો લીધેલો હતો. આ વાતની જાણકારી મળતા સ્ટેટ […]

કોઈ ફોટો નથી

આઈ.ટી.આઈ વાસદમાં પ્રવેશ પ્રક્રિયામાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારો  જોગ

પ્રકાશિત ક્યારે થયું: 09/05/2025

તા.૩૦ જુન ૨૦૨૫ સુધીમાં સંસ્થા ખાતે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે. આણંદ, શુક્રવાર: ઓગસ્ટ – ૨૦૨૫ અંતર્ગત આઈ.ટી.આઈ વાસદમાં ખાતે પ્રવેશ કામગીરી શરૂ કરવામાં આવી છે.પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ તા.૩૦ જુન ૨૦૨૫ સુધીમાં સંસ્થા ખાતે https://itiadmission.gujarat.gov.in ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું તેમજ રજિસ્ટર્ડ કરવાનું રહેશે. પ્રવેશ ઈચ્છુક  ઉમેદવારોએ તમામ અસલ પ્રમાણપત્રો સાથે આઈ.ટી.આઈ,વાસદ ખાતે રૂબરૂમાં સંપર્ક […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લાનું ધો. ૧૦ એસ.એસ.સી.નું પરિણામ ૮૦.૧૭ ટકા, એ-૧ ગ્રેડમાં ૫૯૫ વિદ્યાર્થીઓ

પ્રકાશિત ક્યારે થયું: 09/05/2025

૨૬૮૬૦  વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જિલ્લાની ૨૯ શાળાઓનું ૧૦૦ ટકા પરિણામ. આણંદ, ગુરુવાર:  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫માં લેવાયેલ ધો. ૧૦ એસ.એસ.સી.ની પરીક્ષાનું પરિણામ  આજે જાહેર કરવામાં આવ્યું છે. જેમાં આણંદ જિલ્લાનું પરિણામ ૮૦.૧૭ ટકા આવ્યું છે. જિલ્લામાં એ – ૧ ગ્રેડમાં ૫૯૫, એ – ૨ ગ્રેડમાં ૨૧૯૪, બી – […]

કોઈ ફોટો નથી

વર્ષ ૨૦૨૫ -૨૬ માટે બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાનો લાભ મેળવવા  તા. ૩૧/૦૫/૨૦૨૫ સુધી આઇ ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું

પ્રકાશિત ક્યારે થયું: 09/05/2025

અરજી કરતાં પહેલા ખેડૂતોએ https://ikhedut.gujarat.gov.in પર નોંધણી કરવી ફરજિયાત. બાગાયત ખાતામાં વિવિધ ૨૧ જેટલા ઘટકોમાં અરજી કરવા પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું. આણંદ,ગુરુવાર: રાજયમાં વર્ષ ૨૦૨૫ -૨૬ માટે બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાનો લાભ મેળવવા જિલ્લાના તમામ ખેડૂત મિત્રોને  માટે  તા.૦૮/૦૫/૨૦૨૫ થી તા.૩૧/૦૫/૨૦૨૫ સુધી નવીન આઇ ખેડુત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલ છે. – અરજી કરતાં પહેલા ખેડૂતોએ […]

આણંદના પ્રભારી સચિવશ્રી મોહમ્મદ શાહિદની  અધ્યક્ષતામાં જિલ્લામાં આપદા પ્રબંધન અને પ્રિ-મોન્સુન કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ 2

આણંદના પ્રભારી સચિવશ્રી મોહમ્મદ શાહિદની  અધ્યક્ષતામાં જિલ્લામાં આપદા પ્રબંધન અને પ્રિ-મોન્સુન કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ

પ્રકાશિત ક્યારે થયું: 09/05/2025

આણંદ,ગુરુવાર: આણંદના પ્રભારી સચિવશ્રી મોહમ્મદ શાહિદની  અધ્યક્ષતામાં જિલ્લામાં આપદા પ્રબંધન અને પ્રિ-મોન્સુન કામગીરીની સમીક્ષા બેઠક  કલેકટર કચેરીયા આણંદ ખાતે યોજાઈ હતી. પ્રભારી સચિવશ્રી મોહમ્મદ શાહિદે જણાવ્યું હતું કે, ડિઝાસ્ટર વેળાએ તંત્ર સજાગ રહીને કામગીરી કરે તે આવશ્યક છે. માર્ગદર્શક સૂચનો આપતા તેમણે જણાવ્યું હતું કે, આપદા સમયે અસરગ્રસ્તોને જરૂરિયાત મુજબ શેલ્ટર હોમમાં ખસેડવાથી લઈને તેમના […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લામાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૭૬.૫૦% અને સામાન્ય પ્રવાહમાં ૯૩.૪૬% પરિણામ

પ્રકાશિત ક્યારે થયું: 06/05/2025

આણંદ,સોમવાર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણબોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામોમાં આણંદ જિલ્લાના વિદ્યાર્થીઓએ ઝળહળતું પ્રદર્શન કર્યું છે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૭૬.૫૦% અને સામાન્ય પ્રવાહમાં ૯૩.૪૬% પરિણામ આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં આણંદમાં ૩૭૯૧ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. ગ્રેડ મુજબ પરિણામોની વાત કરીએ તો ૨૪ વિદ્યાર્થીઓએ […]

કોઈ ફોટો નથી

કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને તકેદારીના પગલા લેવા માર્ગદર્શિકા બહાર પડાઈ

પ્રકાશિત ક્યારે થયું: 06/05/2025

આણંદ,સોમવાર: હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આગામી તા.૦૯-૦૫-૨૦૨૫ સુધી ગુજરાતના તમામ જિલ્લાઓમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે વાતાવરણમાં પલટો જોવા મળવાની સંભાવના છે, જેના ભાગરૂપે  છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આવા સમયે વાદળછાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને પાકના રક્ષણ માટે તકેદારીનાં પગલા લેવા રાજ્યના ખેડૂતો માટે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જે અંતર્ગત […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લાના  ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને એપ્રિલ -૨૫ થી જુન -૨૫ ના પ્રથમ ક્વાર્ટર દરમ્યાન ગેસ ફ્રી રીફીલીંગનો લાભ લેવા જિલ્લા વહીવટી તંત્રનો અનુરોધ

પ્રકાશિત ક્યારે થયું: 06/05/2025

આણંદ,સોમવાર: પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના તમામ તબક્કાના લાભાર્થીઓ તથા રાજ્ય સરકારની પીએનજી / એલપીજી સહાય યોજનાના લાભાર્થીઓ મળી રાજ્યના કુલ ૪૩.૩૦ લાખ લાભાર્થીઓને ચાલુ નાણાકીય વર્ષમાં ઘરગથ્થુ વપરાશ માટે વિનામુલ્યે વર્ષ માં બે l વખત ગેસ સીલીન્ડર ફ્રી રીફીલીંગ કરી આપવા માટે “Extended રાજય PNG/LPG” સહાય યોજના હેઠળ એપ્રિલ -૨૫ થી જુન – ૨૫ ના પ્રથમ […]

જિલ્લા વિકાસ અધિકારીશ્રીની દીર્ઘદ્રષ્ટિને કારણે આણંદ જિલ્લામાં અધવચ્ચેથી શાળા છોડી ગયેલા ૨૫૨ વિદ્યાર્થીઓ પુનઃ શાળામાં આવતા થયાં 1

જિલ્લા વિકાસ અધિકારીશ્રીની દીર્ઘદ્રષ્ટિને કારણે આણંદ જિલ્લામાં અધવચ્ચેથી શાળા છોડી ગયેલા ૨૫૨ વિદ્યાર્થીઓ પુનઃ શાળામાં આવતા થયાં

પ્રકાશિત ક્યારે થયું: 05/05/2025

શિક્ષણ વિભાગના કર્મયોગીઓએ બાળકો અને તેમના વાલીઓ સાથે કાઉન્સિલિંગ કરતાં ડ્રોપ આઉટ થયેલા ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓએ પ્રાથમિક શાળામાં પુનઃ પ્રવેશ મેળવ્યો. “એક કદમ શાળા તરફ” પ્રોજેક્ટ અંતર્ગત શાળા છોડી ગયેલા વિદ્યાર્થીઓને આવકારાયા. આણંદ, શનિવાર: ગુજરાતનું પ્રત્યેક બાળક શાળાએ જાય અને અધવચ્ચેથી શાળા છોડી ના જાય તે માટે સમગ્ર રાજયમાં બે દાયકા કરતાં […]

આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત કૃષિ સખી તથા કોમ્યૂનિટી રિસોર્સ પર્સન માટે પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો 3

આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત કૃષિ સખી તથા કોમ્યૂનિટી રિસોર્સ પર્સન માટે પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો

પ્રકાશિત ક્યારે થયું: 05/05/2025

તાલીમમાં દાહોદ જીલ્લાના કુલ ૨૯ ક્લસ્ટર માંથી ૨૯  કૃષિ સખી અને ૨૯ કોમ્યૂનિટી રિસોર્સ પર્સને ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આણંદ,શનિવાર:: આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંતર્ગત દાહોદ જિલ્લાના મુવાલીયા ફાર્મ ખાતે આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. કે.બી. કથિરીયાના માર્ગદર્શન હેઠળ “નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ” અંતર્ગત તારીખ ૨૮ એપ્રિલ ૨૦૨૫ થી ૦૨ મે ૨૦૨૫ દરમિયાન […]