પ્રેસનોટ- જાહેરાત

Filter by:
કોઈ ફોટો નથી

આણંદ-બોરીયાવી, નડીયાદ માર્ગ પર આવતા-જતા ભારે વાહનો માટે ટ્રાફિક ડાયવર્ઝન અંગેનુ જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું

પ્રકાશિત ક્યારે થયું: 12/10/2026

તા.૧૧/૧૦/૨૦૨૬ થી તા.૨૦/૧૦/૨૦૨૬ સુધી રાત્રીના કલાકો દરમિયાન વૈકલ્પિક માર્ગોએ વાહનો ડાયવર્ટ કરવા હુકમ કરાયો આણંદ, શુક્રવાર , આણંદ રૂરલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા બોરીયાવી ખાતે આગામી તા. ૧૧/૧૦/૨૦૨૬ થી તા. ૨૦/૧૦/૨૦૨૬ દરમિયાન “માં શક્તિ ગરબા” મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રી ગરબા મહોત્સવ દરમિયાન વાહનવ્યવહાર સુચારુ રૂપે સચવાય અને ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય […]

કોઈ ફોટો નથી

આણંદ ખાતે મધમાખી પાલન વિષય પર બે દિવસીય તાલીમ યોજાઈ

પ્રકાશિત ક્યારે થયું: 12/10/2026

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લાના ૫૧ તાલીમાર્થીઓને આપવામાં આવ્યું માર્ગદર્શન બાગાયત ખાતા દ્વારા જરૂરી સાધનો માટે ૫૫ થી ૭૫ ટકા સહાય આપવામાં આવે છે આણંદ, શુક્રવાર , સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આણંદ જિલ્લાના મધમાખી પાલનમાં રસ ધરાવતા ૫૧ તાલીમાર્થીઓ માટે પેટલાદના ઇસરામા સ્થિત ‘સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર બનાના એન્ડ વેજીટેબલ્સ ક્રોપ્સ’ ખાતે મધમાખી પાલન વિષય […]

કોઈ ફોટો નથી

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને 25 વર્ષની અવિરત જનસેવા અને રાષ્ટ્ર સમર્પણ માટે ગુજરાતની જનતા જનાર્દન વતી અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

પ્રકાશિત ક્યારે થયું: 12/10/2026

શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘રિફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મ’ના મંત્ર સાથે વિકાસની રાજનીતિ અને પોલિટિક્સ ઓફ પર્ફોર્મન્સનો નવો અધ્યાય શરૂ કર્યો : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ  ‘સત્તા નહીં, સેવા’ અને ‘રાષ્ટ્ર પ્રથમ’ના ધ્યેય સાથે 25 વર્ષની સુશાસન યાત્રા સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ  શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાતના વિકાસ મોડલથી દેશના વિકાસને નવી દિશા મળી […]

કોઈ ફોટો નથી

કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા ટાઉન હોલ ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો, 1275 નાગરિકોને ઘરઆંગણે મળી સરકારી સેવાઓ

પ્રકાશિત ક્યારે થયું: 12/10/2026

વિવિધ સરકારી યોજનાઓ અને સહાય અંગે સંબંધિત વિભાગો દ્વારા સ્થળ પર જ અપાયું માર્ગદર્શન આણંદ, શુક્રવાર, કરમસદ–આણંદ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓ અને પાયાની સેવાઓનો લાભ એક જ સ્થળેથી અને સરળતાથી પ્રાપ્ત થાય તેવા જનકલ્યાણકારી ઉદ્દેશ્ય સાથે આજે આણંદના ટાઉન હોલ ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મહાનગરપાલિકાના વોર્ડ નં. […]

કોઈ ફોટો નથી

પેટલાદના પાડગોલ ગામે ‘સેવાસેતુ ૨.૧’ કાર્યક્રમ યોજાયો: ગ્રામજનોને ઘરઆંગણે વિવિધ સરકારી સેવાઓનો લાભ મળ્યો

પ્રકાશિત ક્યારે થયું: 12/10/2026

જનકલ્યાણકારી યોજનાઓનું અમલીકરણ કરતા પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં ગ્રામજનોને પારદર્શક વહીવટ અને સુવિધાઓનો સીધો લાભ પ્રાપ્ત  આણંદ, શુક્રવાર, આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના પાડગોલ ગામે ‘સેવાસેતુ-૨.૧ ગ્રામ્ય’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સેવા, સુવિધા અને સ્વચ્છતાના ત્રિવેણી સંગમ સાથે ગ્રામ્ય વિકાસ તરફ મજબૂત ડગલાં માંડવાના આશયથી યોજાયેલા આ કાર્યક્રમમાં સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને સેવાઓનો લાભ ગ્રામજનોને […]

કોઈ ફોટો નથી

આણંદ માર્ગ અને મકાન વિભાગની રાજ્ય સ્તરે ઝળહળતી સિદ્ધિ

પ્રકાશિત ક્યારે થયું: 12/10/2026

ગવર્નન્સ પરફોર્મન્સ ઇન્ડેક્સમાં આણંદ વિભાગે રાજ્યમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી ગૌરવ વધાર્યું ગાંધીનગર ચિંતન શિબિરમાં કાર્યપાલક ઈજનેરશ્રી હિતેષ એ. ગઢવીનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે પ્રશસ્તિ પત્ર આપી બહુમાન કરાયું આણંદ, શુક્રવાર, આણંદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા વહીવટી કાર્યક્ષમતા અને શ્રેષ્ઠ આંતરમાળખાકીય સુવિધાઓના નિર્માણમાં નોંધપાત્ર પ્રદર્શન બદલ રાજ્ય કક્ષાએ ગૌરવશાળી સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. ગાંધીનગરના મહાત્મા […]

આણંદ કલેક્ટર કચેરી ખાતે માહિતી અધિકાર સપ્તાહની ઉજવણી, રાજ્ય માહિતી કમિશનર શ્રી વી.આર. રાવલ દ્વારા અધિકારીઓને અપાયુ માર્ગદર્શન

આણંદ કલેક્ટર કચેરી ખાતે માહિતી અધિકાર સપ્તાહની ઉજવણી, રાજ્ય માહિતી કમિશનર શ્રી વી.આર. રાવલ દ્વારા અધિકારીઓને અપાયુ માર્ગદર્શન

પ્રકાશિત ક્યારે થયું: 09/10/2026

ખેડા અને મહિસાગરના અધિકારીઓ વિડીયો કોન્ફરન્સથી જોડાયા આણંદ, ગુરૂવાર, ગુજરાત રાજ્ય માહિતી આયોગ દ્વારા તા. 5 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર, 2026 દરમિયાન ઉજવાઈ રહેલા માહિતી અધિકાર સપ્તાહની ઉજવણી અંતર્ગત આણંદ કલેક્ટર કચેરી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય માહિતી કમિશનરશ્રી વી.આર. રાવલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાના અધિકારીઓને માહિતી અધિકાર અધિનિયમ-2005 ની ઝીણવટભરી જાણકારી આપવામાં […]

કરમસદ આણંદ મહાનગરપાલિકા ખાતે માલધારી સમાજના આગેવાનો સાથે બેઠક યોજાઈ

કરમસદ આણંદ મહાનગરપાલિકા ખાતે માલધારી સમાજના આગેવાનો સાથે બેઠક યોજાઈ

પ્રકાશિત ક્યારે થયું: 09/10/2026

શહેરની વ્યવસ્થા અને જાહેર રસ્તાઓ ઉપર ફરતા પશુઓના પ્રશ્નોના નિરાકરણ માટે માલધારી સમાજના અગ્રણીઓ સાથે ચર્ચા કરવામાં આવી આણંદ, ગુરૂવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકાના સભાખંડ ખાતે આજે શહેરની વ્યવસ્થા અને શહેરમાં જાહેર રસ્તાઓ ઉપર ફરતા પશુઓના પ્રશ્નોના નિરાકરણ માટે માલધારી સમાજના અગ્રણીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેયર શ્રી દીપિકાબેન […]

ADIT ખાતે એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓ માટે આપત્તિ વ્યવસ્થાપન તાલીમ યોજાઈ

ADIT ખાતે એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓ માટે આપત્તિ વ્યવસ્થાપન તાલીમ યોજાઈ

પ્રકાશિત ક્યારે થયું: 09/10/2026

આપત્તિ સમયે સાવચેતી અને વ્યવસ્થાપન અંગે જિલ્લા પ્રોજેક્ટ અધિકારી દ્વારા છાત્રોને વિશેષ માર્ગદર્શન આગ જેવી આકસ્મિક પરિસ્થિતિમાં અગ્નિશામક સાધનોના ઉપયોગ અને બચાવ કામગીરીનું કરાયું પ્રાયોગિક નિદર્શન આણંદ, ગુરૂવાર, આણંદ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન એકમ અને ADIT કોલેજના સંયુક્ત ઉપક્રમે એ.ડી. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (ADIT) ખાતે એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓને આપત્તિના સમયે સ્વ-બચાવ અને જન-બચાવની પાયાની કામગીરીથી સજ્જ […]

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા મચ્છરના પોરા મળી આવતા 07 એકમો સામે કાર્યવાહી કરી રૂ.17,000 નો દંડ વસૂલ કરાયો

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા મચ્છરના પોરા મળી આવતા 07 એકમો સામે કાર્યવાહી કરી રૂ.17,000 નો દંડ વસૂલ કરાયો

પ્રકાશિત ક્યારે થયું: 09/10/2026

આણંદ, ગુરૂવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રિત કરવા અને જાહેર આરોગ્યની સુખાકારી જાળવવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેલેરિયા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી આ ખાસ તપાસ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોના ફેલાવાને અટકાવવાનો છે. આ તપાસ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ ૭ […]